Book Title: Shant Sudharas
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 239
________________ ૨૨૨ શાંતસુધારસ ભાવાર્થ : શ્રી હીરવિજયસૂરીશ્વર મહારાજના બે શિષ્યો હતા એક સોમવિજય વાચક અને બીજા વાચકવર કીર્તિવિજય. તે બન્ને એક માતાના સંસારી પુત્રો હોવાથી સગાભાઈ હતા. તેમાંથી જે શ્રી કીર્તિવિજયવાચક છે એમના શિષ્ય ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી થયા અને તે વિનયવિજયજી મહાત્માએ આ સોળ ભાવનાઓનો વિસ્તાર પ્રસ્તુત ગ્રંથમાં બતાવ્યો છે. ૩-જા શ્લોક : शिखिनयनसिन्धुशशिमितवर्षे हर्षेण गन्धपुरनगरे । श्रीविजयप्रभसूरिप्रसादतो यत्न एष सफलोऽभूत् ।।५।। શ્લોકાર્ધ : શિખિ=ણ, નયન=બે, સિન્ધ=૭, શશિ=૧ એનાથી મિતવર્ષમાં પસ્યાનુપૂર્વીના ક્રમથી અક્ષર દ્વારા મિતવર્ષમાં=૧૭૨૩મા વર્ષે ગંધપુરનગરમાં હર્ષથી=આનંદપૂર્વક, શ્રી વિજયપ્રભસૂરિના પ્રસાદથી આ ગ્રંથ પ્રસ્તુત ગ્રંથ, ચનાનો યત્ન સફલ થયો છે. આપી શ્લોક : यथा विधुः षोडशभिः कलाभिः, सम्पूर्णतामेत्य जगत् पुनीते । ग्रन्थस्तथा षोडशभिः प्रकाशैरयं समग्रैः शिवमातनोतु ।।६।। શ્લોકાર્ચ - જે પ્રમાણે સોળ કળાઓથી સંપૂર્ણતાને પામીને ચંદ્ર જગતને પવિત્ર કરે છે તે પ્રમાણે સમગ્ર એવા સોળ પ્રકાશો વડે આ ગ્રંથ શિવને કલ્યાણને, વિસ્તાર કરો. IIકા. ભાવાર્થ - ચંદ્ર જેમ બીજથી માંડીને પ્રતિદિન કલાની વૃદ્ધિને પામે છે અને પૂનમના દિવસે પૂર્ણ કળાને પ્રાપ્ત કરે છે ત્યારે રાત્રિના વિશે ચાંદનીના પ્રકાશમાં લોકોને શીતળતાનો અનુભવ થાય છે તેમ સોળ પ્રકાશોથી રચાયેલો પ્રસ્તુત શાંતસુધારસ ગ્રંથ યોગ્ય જીવો દ્વારા સમ્યગુ ભાવના કરાય જેનાથી પ્રતિ પ્રકાશ દ્વારા આત્મામાં યોગમાર્ગની વિશેષ કળાએ ખીલે જે યોગી હૈયાને સ્પર્શે તે રીતે આ સોળ પ્રકાશોથી આત્માને ભાવિત કરશે એવા યોગીના શિવનો કલ્યાણનો, મોહધારાના ઉન્મેલન દ્વારા અને પુણ્યાનુબંધી પુણ્યના સંચય દ્વારા આ ગ્રંથ વિસ્તાર કરો એ પ્રકારે ગ્રંથકારશ્રી ભાવના કરે છે. આવા

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242