________________
ઉપસંહાર – પ્રશસ્તિ | શ્લોક-૧-૨
૨૧૯ જે મહાત્માઓ સંશયને દૂર કરીને, તત્ત્વનો નિર્ણય ર્યા પછી તે તે ભાવનાઓથી જેમ જેમ આત્માને વાસિત કરે છે તેમ તેમ તેઓને અનાદિની મોહનિદ્રા મમત્વનું સ્થાન બનતી નથી પરંતુ પોતાના ભાવિના અહિતનું સ્થાન જણાય છે તેથી અત્યંત દૃઢ અવધાનપૂર્વક મોહનું ઉન્મેલન થાય તે પ્રકારે સદા યત્નવાળા બને છે. વળી, જે મહાત્માઓ આ રીતે ભાવનાઓથી આત્માને ભાવિત કરે છે તેઓ અનુપમ એવા સત્ત્વને અને અમમત્વને પ્રાપ્ત કરે છે અર્થાત્ ભાવના સમજવા માટે યત્ન કરે છે ત્યારે તે મહાત્માઓ તત્ત્વને કંઈક અભિમુખ થયેલા હોવાથી સંસાર પ્રત્યેના મમત્વને કંઈક અલ્પ કરે છે. તેથી આત્માને તે તે ભાવનાઓથી ભાવિત કરવાનું અનુપમ સત્ત્વ પ્રગટે છે અને જેમ જેમ તે પારમાર્થિક ભાવનાના સ્વરૂપને સંશય રહિત જાણે છે તેમ તેમ તુચ્છ એવા અસાર પદાર્થો પ્રત્યે તેમનું મમત્વ અલ્પ-અલ્પતર થાય છે અને મોહનાં નાશને અનુકૂળ સત્ત્વ અધિક અધિક પ્રગટ થાય છે. અને જ્યારે અત્યંત અવધાનપૂર્વક તે ભાવનાઓથી આત્માને ભાવિત કરે છે ત્યારે તેઓમાં ઉપમા ન આપી શકાય તેવો અતિશયવાળો અમમત્વ ભાવ પેદા થાય છે અને આત્માના હિતને સાધનારું અપૂર્વ એવું સત્ત્વ પ્રગટ થાય છે. જેના કારણે તે મહાત્માઓને ચક્રવર્તી કે શક્ર કરતાં પણ અધિક સુખનું સાક્ષાત્ વર્તમાનમાં સંવેદન થાય છે; કેમ કે ચક્રીને પણ ઉત્તમ ભોગસામગ્રીથી જ હું સુખી છું તેવી બુદ્ધિ થાય છે તેમ ભાવના કરનાર મહાત્માને પણ હું અંતરંગ સમૃદ્ધિથી સુખી છું તેવું સ્વસ્થતાનું સંવેદન પ્રગટે છે. વળી, ચક્રવર્તીની સમૃદ્ધિ કંઈક બાહ્ય પદાર્થ પ્રત્યેના રાગથી આકુળ છે તેથી બાહ્યસમૃદ્ધિથી ચક્રીની સ્વસ્થતા પણ રાગાંશથી આકુળ હોવાને કારણે તેવા ઉત્તમસુખને આપતી નથી તેના કરતાં પણ નિર્મળ ચિત્તવાળા મહાત્માને ઉમૂલન થતા રાગાંશથી વિશિષ્ટ એવી અંતરંગ સમૃદ્ધિ વિશિષ્ટ સુખને આપે છે. વળી, તેવા ભાવનાઓથી ઉત્પન્ન થયેલા નિર્વિકાર સુખવાળા તે મહાત્માઓ ચક્રવર્તી અને શક્રથી અધિક સુખવાળી અને વિસ્તાર પામતી કીર્તિવાળી લક્ષ્મીને શીધ્ર પ્રાપ્ત કરે છે; કેમ કે એવા મહાત્માઓ જેમ જેમ ભાવનાઓથી ભાવિત થાય છે તેમ તેમ ઉત્તમ ભાવોને સ્પર્શનાર તેમના ચિત્તથી વિશિષ્ટ પ્રકારનું પુણ્યાનુબંધી પુણ્ય અને વિશિષ્ટ પ્રકારની અંતરંગ રત્નત્રયીની પરિણતિનાં આવારક કર્મોની નિર્જરા થાય છે. આનાથી ઉત્તરોત્તરના ભાવોમાં તે મહાત્મા અધિક અધિક બાહ્ય અને અંતરંગ સમૃદ્ધિને પ્રાપ્ત કરશે તેથી વિસ્તારવાળી કીર્તિને કરનારી સમૃદ્ધિને તેઓ શીધ્ર પ્રાપ્ત કરે છે. વળી, આ મહાત્માઓ ભાવનાઓથી આત્માને ભાવિત કરીને તે રીતે પરિચિત વિનયવાળા થાય છે જેનાથી સિદ્ધભગવંતો, તીર્થકરો, ઉત્તમપુરુષો આદિ પ્રત્યે વિનયનો પરિણામ અધિક અધિક થાય છે, જેના કારણે તે સર્વ પુરુષોના અવલંબનથી તેઓમાં ગુણની વૃદ્ધિ સતત થયા કરે છે. આવા શ્લોક - दुर्ध्यानप्रेतपीडा प्रभवति न मनाक् काचिदद्वन्द्वसौख्यस्फातिः प्रीणाति चित्तं, प्रसरति परितः सौख्यसौहित्यसिन्धुः । क्षीयन्ते रागरोषप्रभृतिरिपुभटाः सिद्धिसाम्राज्यलक्ष्मीः, स्याद् वश्या यन्महिम्ना विनयशुचिधियो भावनास्ताः श्रयध्वम् ।।२।।