________________
૨૧૩
૧૬. માધ્યરચ્યભાવના-ગીત | શ્લોક-૨-૩ અવિકાર સ્વરૂપનું ચિંતવન કરે છે પરંતુ પારમાર્થિક તેઓ કરીરને=કચરાને એકઠો કરે છે; કેમ કે શબ્દો બોલવા માત્રથી તે ભાવો આત્મામાં એકમેકભાવ પરિણામ પામીને તે પ્રકારે અનુવિદ્ધ થતા નથી. તેથી શબ્દો બોલીને પણ તે જીવો પોતાની પ્રકૃતિ અનુસાર પરપદાર્થોનું ચિંતવન કર્યા કરે છે અને પોતાનું અવિકાર સ્વરૂપ શબ્દોથી અધિક તેને કંઈ દેખાતું નથી. વળી અન્ય કેટલાક જીવો સહકારને એકઠું કરે છે=આમ્રતુલ્ય ઉત્તમફળને એકઠું કરે છે, અર્થાત્ એવા જીવો આત્માને અનુશાસન આપીને કહે છે કે પરચિંતાના પરિવારનો પરિહાર કર. તે વખતે તે પ્રકારના તીક્ષ્ણ ઉપયોગથી તે ભાવોને તે મહાત્માઓ સ્પર્શે છે જેથી અનાદિથી પરિચિંતા કરવાનો સ્વભાવ જે સ્થિર દશામાં હતો તે ક્ષણ-ક્ષીણતર થાય છે અને પરચિંતાના પરિવારને અનુરૂપ જે ઉત્તમ સંસ્કારોને આધાન કર્યા તે સંસ્કારો સતત તેના આત્માને તેવી નિરર્થક પ્રવૃત્તિથી સદા વારણ કરે છે. વળી, પોતાના અધિકાર સ્વરૂપનું તું ચિંતવન કર એમ ભાવન કરે છે ત્યારે તે અવિકાર સ્વરૂપ પ્રત્યે પણ તે પ્રકારનો સૂક્ષ્મ ઉપયોગ હોવાથી પોતાનું અવિકાર સ્વરૂપ જીવની ઉત્તમ અવસ્થા છે તેના રહસ્યને તે મહાત્મા સ્પર્શે છે. જેથી દિવસ-રાત પોતાનું અવિકાર સ્વરૂપ જ
સ્મૃતિમાં આવે છે. અને પોતાના વિકારી સ્વરૂપ પ્રત્યે અત્યંત તિરસ્કાર થાય છે. તેથી અવિકાર સ્વરૂપના પક્ષપાત દ્વારા પણ તે મહાત્મા તે પ્રકારનું પુણ્યાનુબંધી પુણ્ય, સકામનિર્જરાને પ્રાપ્ત કરે છે કે જેથી જેમ સહકાર વૃક્ષ=આમ્રવૃક્ષ, ઉત્તમ ફળને આપે છે તેમ તે મહાત્માનું પારમાર્થિક ચિંતવન ઉત્તરોત્તરના યોગમાર્ગની પ્રાપ્તિ દ્વારા અવશ્ય મોક્ષરૂપ ફળને આપે છે. આવા શ્લોક -
योऽपि न सहते हितमुपदेशं, तदुपरि मा कुरु कोपं रे । निष्फलया किं परजनतप्त्या, कुरुषे निजसुखलोपं रे ।।अनु० ३।। શ્લોકાર્થ :
વળી જે જીવ હિતઉપદેશને સહન કરતો નથી તેના ઉપર હે આત્મન્ ! તું કોપ કર નહીં. નિષ્ફળ એવી પરજન્ય તતિથી=અન્ય જીવ ઉપર નિષ્ફળ ગુસ્સો કરવાથી, નિજ સુખનો લોપ તું કેમ કરે છે? Itali ભાવાર્થ :
વળી, મહાત્મા પોતાના આત્મામાં મધ્યસ્થભાવને અત્યંત સ્થિર કરવા અર્થે કહે છે કે હે આત્મનું! તને જિનવચનાનુસાર જે તત્ત્વ દેખાય છે તે કોઈ જીવના હિત અર્થે તે તેને સમજાવે છતાં કર્મની પ્રચુરતાને કારણે કે અન્ય કોઈ નિમિત્તે તે હિત-ઉપદેશને ગ્રહણ કરે નહિ પરંતુ સ્વમતિ અનુસાર જ કુવિકલ્પો કરે તેવા જીવ ઉપર પણ તું કોપ કર નહીં પરંતુ મધ્યસ્થભાવને ધારણ કર. અર્થાત્ તેમના તેવા વર્તન પ્રત્યે ઉપેક્ષાને ધારણ કર. તેનું અનુચિત વર્તન જોઈને કોપ કરવાનો પોતાના આત્માને નિષેધ કેમ કરે છે તેથી કહે છે – જેનું કોઈ ફળ ન હોય તેવા પરજન પ્રત્યેના કોપથી તારી સ્વસ્થતારૂપ સુખનો તું લોપ કેમ કરે