________________
૨૧૪
શાંતસુધારસ છે ? વસ્તુતઃ કોઈના કોઈ વર્તનને જોઈને પોતાના આત્મપ્રદેશોમાં કોઈ પ્રકારની વિળતા ન થાય તે પ્રકારના શાંતરસથી જ આત્માને ભાવિત કરવો જોઈએ જેથી આત્માની સ્વસ્થતારૂપ સુખ ક્યારેય લોપ પામે નહીં. માત્ર યોગ્ય જીવનું હિત થાય તેવું જણાય તો બાહ્ય છાયાથી મહાત્મા ક્યારેક ઇષદ્ કોપ દેખાડે છે પરંતુ પરમાર્થથી તો તેઓનું ચિત્ત યોગ્ય જીવની કરુણાભાવનાથી જ ભાવિત હોય છે જેથી અન્ય યોગ્ય જીવની કરુણા કરીને પણ પરમાર્થથી તો તે મહાત્મા પોતાના આત્મામાં કરુણાભાવનાના પક્ષપાતને સ્થિર કરીને પોતાના આત્માની જ પારમાર્થિક કરુણા કરે છે. l3II શ્લોક :
सूत्रमपास्य जडा भाषन्ते, केचन मतमुत्सूत्रं रे । किं कुर्मस्ते परिहतपयसो, यदि पिबन्ति मूत्रं रे ।।अनु० ४।। શ્લોકાર્ચ -
કેટલાક જડ જીવો સૂત્રને છોડીને મત=સ્વમત એવું ઉસૂત્ર, બોલે છે. અમે શું કરીએ ? પરિહાર કર્યો છે દૂધ જેમણે એવા તેઓ જો મૂત્રને પીવે છે. ll ભાવાર્થ -
મહાત્મા કોઈ અન્ય જીવોના ઉસૂત્રભાષણ સાંભળીને પોતાની અસહિષ્ણુ પ્રકૃતિના કારણે તેના પ્રત્યે દ્વેષ ન થાય તે અર્થે આત્માને તત્ત્વથી ભાવિત કરવા અર્થે વિચારે છે – કેટલાક જડ જીવો ભગવાનના વચનનો ત્યાગ કરીને સ્વમતિ અનુસાર સૂત્રના અર્થો કરે છે અને લોકો આગળ કહે છે. આવા જીવો જો અપ્રજ્ઞાપનીય હોય તો તેઓ પ્રત્યે ઉપેક્ષાનો ભાવ પ્રગટ થાય અને દ્વેષ ન થાય. તે અર્થે વિચારે છે કે દૂધ તુલ્ય ભગવાનના વચનનો ત્યાગ કરીને જો તે જીવો મૂત્રનું પાન કરે અને પોતાની વક્રતાને કારણે તે મૂત્રનું પાન છોડે તેમ ન હોય તો અમે શું કરી શકીએ ? અર્થાતુ અમારા માટે તો તેવા જીવો પ્રત્યે ઉપેક્ષા કરવી જ ઉચિત છે જેથી પોતાના ચિત્તમાં કાલુષ્ય પણ ન થાય અને તેઓના ઉત્સુત્ર પ્રત્યે રુચિનો પરિણામ પણ ન થાય. આ પ્રકારે વિચારવાથી ચિત્તમાં સર્વજ્ઞનાં વચનો દૂધ તુલ્ય ઉત્તમ અને આત્મારૂપ દેહને પુષ્ટ કરનારાં પોતાને જણાય છે અને ઉત્સુત્ર વચન અસાર એવા મૂત્ર તુલ્ય જણાય છે તેથી ઉત્સુત્ર વચનો પ્રત્યે સહેજ પણ રુચિ થતી નથી પરંતુ કર્મને વશ જડતાને કારણે જ આ જીવો પોતાનો વિનાશ કરે છે તેમ થાય છે. અન્ય જીવોના હિતના રક્ષણનો ઉપાય જણાય તો ઉસૂત્રભાષણ કરનારા જીવોના મતનું વિવેકપૂર્વક નિરાકરણ પણ મહાત્માઓ કરે છે અને તેમના પ્રત્યે દ્વેષ પણ કરતા નથી પરંતુ તે ઉસૂત્રભાષણથી અન્ય યોગ્ય જીવોનો વિનાશ ન થાય તેવી ચિંતા કરે છે અને ભગવાનનાં સર્વચનો પ્રત્યે પોતાના રાગને દૃઢ કરે છે. III શ્લોક :
पश्यसि किं न मनःपरिणामं, निजनिजगत्यनुसारं रे । येन जनेन यथा भवितव्यं, तद् भवता दुर्वारं रे ।।अनु० ५।।