Book Title: Shant Sudharas
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 227
________________ ૧૦. શાંતસુધારસ ભાવાર્થ : મહાત્મા મધ્યસ્થભાવ પ્રત્યે અત્યંત પક્ષપાત સ્થિર કરવા અર્થે આત્માને સંબોધીને કહે છે – જે જીવો મધ્યસ્થભાવથી આત્માને અત્યંત ભાવિત કરે છે અને વિચારે છે કે જગતના સર્વ પદાર્થો પ્રત્યે સંશ્લેષ ન પામે તેવો મારો મધ્યસ્થભાવ વર્તમાનમાં પણ મારા માટે હિતરૂપ છે ભવિષ્ય માટે પણ હિતરૂપ છે અને અંતે શાશ્વત સુખને પ્રાપ્ત કરાવનાર છે માટે અત્યંત હિતરૂપ છે. આ પ્રકારે ભાવન કરીને વારંવાર પોતાના અસંગભાવને દૃઢ કરવા અર્થે સર્વ ઉચિત અનુષ્ઠાન જિનવચનાનુસાર કરે છે. તેવા મહાત્માઓના ચિત્તમાં જેમ જેમ મોહના કલ્લોલો શાંત થાય છે તેમ તેમ શાંતરસમાં આનંદના ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા તરંગો વધે છે. જેનાથી તેઓને સંસાર અવસ્થામાં પણ મુક્તિનું સુખ અનુભવાય છે. અર્થાત્ મોક્ષમાં જે પ્રકારનું પૂર્ણ સુખ છે તેને અનુરૂપ કંઈક સ્વસ્થતારૂપ સુખનો અનુભવ થાય છે આથી જ આવા યોગીઓની “જીવનમુક્ત દશા છે” તેમ શાસ્ત્રકારો કહે છે અર્થાત્ સંસારમાં જીવતા હોવા છતાં સંસારથી મુક્ત દશાનો અનુભવ કરનારા છે તેમ શાસ્ત્રકારો કહે છે. તેથી તે આત્મા ! તું વારંવાર ઉદાસીનભાવને સ્પર્શે એવા અમૃતના પાનને સ્વાદ કરવા યત્ન કરી જેથી અંતરંગ રીતે મોહની વ્યાકુળતા દૂર થવાથી અહીં સુખની ધારાની વૃદ્ધિ થશે અને જન્મજન્માંતર પણ વિશેષ વિશેષ યોગમાર્ગને સેવીને વિશેષ સુખની પ્રાપ્તિ થશે અને અંતે પૂર્ણસુખમય મુક્ત દશા પ્રાપ્ત થશે માટે તેવી અવસ્થાની પ્રાપ્તિ અર્થે તું શક્તિ અનુસાર મધ્યસ્થ ભાવનાથી આત્માને ભાવિત કર. પા. C૧૬. માધ્યશ્મભાવના-ગીત) શ્લોક - अनुभव विनय! सदा सुखमनुभव औदासीन्यमुदारं रे । कुशलसमागममागमसारं, कामितफलमन्दारं रे ।।अनु० १।। શ્લોકાર્ચ - હે વિનય =કર્મના વિનયના અથી એવા હે આત્મન્ !તું સદા સુખનો=આત્માના સ્વસ્થતાના સુખનો, અનુભવ કર. ઉદાર એવા ઔદાસીજનો અનુભવ કર કોઈકના વિયોગ આદિથી થયેલા શોકાદિથી થયેલું ઔદાસીન્થ નહિ પરંતુ જગતના પદાર્થો આત્માને માટે અનુપયોગી છે તે પ્રકારના સૂક્ષ્મ પર્યાલોચનથી પ્રગટ થયેલું આત્માથી ભિન્નપદાર્થો પ્રત્યેનું ઔદાસીન્ય તેનો તું અનુભવ કર. એ ઔદાસીન્ય કેવું છે તેનું સ્વરૂપ શ્લોકના ઉત્તરાર્ધથી ભાવન કરે છે – કુશલના સમાગમવાળું, આગમના સારરૂપ, કામિત એવા ફળને દેનારામદાર જેવું કલ્પવૃક્ષ જેવું, ઉદાર એવું ઔદાસીવ તું અનુભવ કર. એમ પૂર્વાર્ધ સાથે સંબંધ છે. ||૧|

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242