________________
૨૦૮
શાંતસુધારસ શ્લોકાર્થ :મિથ્યાને કહેતા એવા સ્વશિષ્ય જમાવીને રોધ કરવા માટે વિરપ્રભુ સમર્થ થયા નહીં, તો અન્ય કોણ કોના વડે પાપથી રોધ કરી શકાશે? અર્થાત જ્યાં બીજાને પાપથી રોધ કરવું શક્ય ન હોય ત્યાં તેના માટે યત્ન કરવો ઉચિત નથી. તે કારણથી આત્મનીન=આત્માને હિતકારી એવું ઓદાસીન્થ જ શ્રેય છે આત્માના સ્વરૂપ રૂપ એવો મધ્યસ્થભાવ આશ્રય કરવો જ શ્રેય છે. II3II
ભાવાર્થ :
વળી, મહાત્મા આત્મામાં મધ્યસ્થભાવને સ્થિર કરવા અર્થે વિચારે છે કે ભગવાનના પોતાના શિષ્ય જમાલી પણ સ્વમતિથી મિથ્યાપ્રરૂપણા કરનારા થયા અને નિવર્તન પામે તેવી પ્રકૃતિવાળા ન રહ્યા ત્યારે ભગવાને અન્ય સાધુઓની જેમ તેમને સારણા વારણા આદિ કરી સુધારવા માટે કોઈ યત્ન કર્યો નહીં; કેમ કે જ્યારે અસદ્ગતને ઉત્પન્ન કરે તેવું કર્મ પ્રચુર હોય છે ત્યારે તેનું વારણ અશક્ય હોય છે. તેથી મહાસમર્થ એવા તીર્થકરો પણ સ્વશિષ્યનું વારણ ન કરી શકે ત્યારે સામાન્ય શક્તિવાળા જીવોએ એવા કોઈ જીવોને પાપથી વારવા શક્ય ન જણાય ત્યારે ક્લેશ કરવો ઉચિત નથી પરંતુ આત્માના મૂળ સ્વભાવરૂપ ઉદાસીનભાવને ધારણ કરવો જોઈએ. આવા સમયે પોતાનો અસહિષ્ણુ સ્વભાવ પ્રગટ થાય તે રીતે અનુચિત પ્રવૃત્તિ પ્રત્યે વૈષ કરવો જોઈએ નહીં. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા અયોગ્ય જીવોના અનુચિત વર્તન પ્રત્યે પોતાને દ્વેષ ન થાય પરંતુ મધ્યસ્થભાવ ટકી રહે તેવો પ્રયત્ન કરે છે. અહીં વિશેષ એ છે કે અજ્ઞાનને વશ કોઈ જીવ પાપપ્રવૃત્તિ કરતો હોય ત્યારે વિવેકપૂર્વક તેને સારણા વારણા કરવામાં આવે અને તે જીવ પાપથી નિવર્તન પામે તેવો હોય ત્યારે વિવેકી પુરુષો તેવા જીવો પ્રત્યે કરુણાભાવના કરે છે પણ મધ્યસ્થભાવ ધારણ કરતા નથી. વળી અપ્રજ્ઞાનનીય જીવો પાપ કરતા હોય ત્યારે તેઓ પ્રત્યે મધ્યસ્થભાવ રાખીને પોતાના આત્મામાં તેઓ પ્રત્યે દ્વેષ ન થાય તેવો યત્ન કરે છે. તેથી વિવેકીએ કરુણાભાવનાનું અને મધ્યસ્થભાવનાનું ઉચિત રીતે યોજન કરવું જોઈએ. III શ્લોક :
अर्हन्तोऽपि प्राज्यशक्तिस्पृशः किं, धर्मोद्योगं कारयेयुः प्रसह्य ।। दधुः शुद्धं किन्तु धर्मोपदेशं, यत्कुर्वाणा दुस्तरं निस्तरन्ति ॥४॥ શ્લોકાર્ચ -
પ્રાજ્યશક્તિને સ્પર્શનારા અરિહંત પણ શું ધર્મના ઉધોગને પ્રસા=બળાત્કારે, કરાવતા હતા? અર્થાત્ અન્ય જીવો પાસેથી ધર્મના બાહ્ય આચારો બળાત્કાર કરાવતા હતા? અર્થાત્ કરાવતા ન હતા, પરંતુ શુદ્ધ એવો ધર્મનો ઉપદેશ આપ્યો=ભગવાને આપ્યો, જેને જે ધર્મને, કરનારા જીવો દુસર એવા દુઃખે તરી શકાય એવા, સંસારસાગરથી વિસ્તારને પામે છે. III