________________
૨૦૬
શાંતસુધારસ
( ૧૬. માધ્યચ્ચભાવના )
બ્લોક :
श्रान्ता यस्मिन् विश्रमं संश्रयन्ते, रुग्णाः प्रीतिं यत्समासाद्य सद्यः।
लभ्यं रागद्वेषविद्वेषिरोधादौदासीन्यं सर्वदा तत् प्रियं नः ।।१।। શ્લોકાર્ચ -
શ્રાન થયેલા સંસારમાં પરિભ્રમણથી શ્રાંત થયેલા અથવા મોહના પરિણામથી શ્રાત્ત થયેલા જીવો, જેમાં જે મધ્યસ્થભાવમાં, વિશ્રામનો આશ્રય કરે છે. જેને પ્રાપ્ત કરીને જે મધ્યસ્થભાવને પ્રાપ્ત કરીને, રોગવાળા જીવો=ભાવરોગવાળા જીવો અથવા દ્રવ્ય અને ભાવ ઉભયરોગવાળા જીવો, સૌ પ્રીતિને પ્રાપ્ત કરે છે. રાગદ્વેષરૂપી શત્રુઓના રોધથી લભ્ય પ્રાપ્તવ્ય, એવું તે ઔદાસીન્ય અમને સદા પ્રિય છે. IIII
ભાવાર્થ :
જે મહાત્માઓ ભગવાનના વચનના પરમાર્થને જાણનારા છે તેઓને તત્ત્વ દેખાય છે કે જગતના ભાવો પ્રત્યે ઉદાસીનતાને પામેલું ચિત્ત જ આત્માના વીતરાગભાવમાં વિશ્રાંત થવા માટે વ્યાપારવાળું બને છે અને વીતરાગભાવમાં વિશ્રાંત થયેલું ચિત્ત જ આત્માને સુખાકારી છે. આવા જીવો ભવભ્રમણથી શ્રાંત થયેલા હોય ત્યારે તેવા મધ્યસ્થભાવમાં વિશ્રામનો આશ્રય કરે છે. જેમ સંસારમાં બાહ્ય ઘણા વ્યાપારથી થાકેલો જીવ જેમ કોઈક છાયાદિમાં વિશ્રામ કરે છે તેમ સંસારના સ્વરૂપના વિચારને કારણે મહાત્માને દેખાય છે કે અંનતકાળથી કર્મને પરવશ હું ચારગતિઓમાં અનેક પ્રકારની કદર્થના ભોગવી રહ્યો છું. હવે આ પરિભ્રમણથી હું થાકેલો છું. અને તે થાકને દૂર કરવા માટે વિશ્રામનું સ્થાન જગત પ્રત્યેનો ઉદાસીનભાવ છે જે અમને સર્વદા પ્રિય છે.
વળી, મહાત્મા વિચારે છે કે ભાવરોગવાળા જીવો પોતાની રાગાદિરૂપ રોગવાળી અવસ્થાને રોગરૂપે જાણે છે ત્યારે તે રોગ મટાડવાનો ઉપાય મધ્યસ્થભાવ છે તેથી તે મહાત્માઓ જિનવચનથી ભાવિત થઈને
જ્યારે મધ્યસ્થભાવને પામે છે ત્યારે સદ્ય પ્રીતિ ઉત્પન્ન થાય છે. અર્થાત્ વિવેકચક્ષુવાળા મહાત્માને પોતાનામાં વર્તતા ભાવરોગને મટાડવાનો ઉપાય બાહ્ય પદાર્થો પ્રત્યે મધ્યસ્થભાવ છે તેવો નિર્ણય થાય છે ત્યારે તે મધ્યસ્થભાવને વિશેષ કરવા અર્થે જિનવચનનું દઢ અવલંબન લઈને આત્માને ભાવિત કરે છે, અને જેમ જેમ પોતાનામાં જેટલા જેટલા અંશે મધ્યસ્થભાવ પ્રગટ થાય છે તેટલા તેટલા અંશથી તેઓના ચિત્તમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે; કેમ કે આ મધ્યસ્થભાવથી ભાવિત થયેલું ચિત્ત પોતાના ભાવરોગને દૂર કરવાનું પ્રબળ કારણ છે. વળી, તેવું ઔદાસીન્ય કઈ રીતે પ્રગટ થઈ શકે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે આત્માના શત્રુ એવા