________________
૧૬. માધ્યસ્થ્યભાવના | શ્લોક-૧-૨-૩
૨૦૭
રાગદ્વેષના રોધથી આ ઔદાસીન્ય જીવને લભ્ય છે. આથી જેમણે રાગદ્વેષ જીત્યા છે એવા તીર્થંકરનાં વચનોનું દૃઢ અવલંબન લઈને મહાત્મા આત્માને તે રીતે ભાવન કરે છે કે જેથી રાગદ્વેષરૂપી શત્રુઓ રોધ પામે અને પોતાને સર્વત્ર ઔદાસીન્ય પ્રાપ્ત થાય. III
શ્લોક ઃ
लोके लोका भिन्नभिन्नस्वरूपाः, भिन्नभिन्नैः कर्मभिर्मर्मभिद्भिः । रम्यारम्यैश्चेष्टितैः कस्य कस्य, तद्विद्वद्भिः स्तूयते रुष्यते वा ।। २ ।।
શ્લોકાર્થ :
મર્મને ભેદનારાં, ભિન્ન ભિન્ન કર્મોથી રમ્ય અરમ્ય ચેષ્ટાઓ દ્વારા ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા, લોકો લોકમાં છે. તે કારણથી વિદ્વાનો વડે=તત્ત્વને જાણનારાઓ વડે, કોની સ્તુતિ કરાય અથવા કોના ઉપર રોષ કરાય ? ૨
ભાવાર્થ:
મહાત્મા પોતાનામાં મધ્યસ્થભાવ સ્થિર કરવા અર્થે વિચારે છે કે સંસારવર્તી જીવો પરમાર્થથી તો સિદ્ધના જીવો જેવા જ છે, ફક્ત અનાદિકાળથી કર્મને વશ હોવાથી સંસારમાં ભટકે છે. વળી, જીવના પારમાર્થિક સ્વરૂપના મર્મને ભેદી નાખે તેવાં ભિન્ન ભિન્ન પ્રકારનાં કર્મો ભિન્ન ભિન્ન જીવોએ પૂર્વમાં ઉપાર્જિત કર્યાં છે, તેથી જ્યારે તે પ્રકારનાં કર્મ ઉદયમાં આવે છે ત્યારે રમ્ય ચેષ્ટાઓ કરે છે અને વળી અન્ય પ્રકારનાં કર્મ ઉદયમાં આવે છે ત્યારે અરમ્ય ચેષ્ટા કરે છે. વૈયાવચ્ચી નંદિષણમુનિને પૂર્વભવમાં તે પ્રકારના કર્મને કા૨ણે અતિ કુરૂપતા હતી કે જેથી તેને કોઈ પરણવા તૈયાર ન હતું ત્યારે તેમની સર્વ ચેષ્ટાઓ જોનારને અરમ્ય જણાય તેવી હતી. વળી, તે જ નંદિષેણ મુનિ સાધના કરીને વસુદેવના ભવમાં અતિરૂપસંપન્ન થયા અને સ્ત્રીવલ્લભનામકર્મનો ઉદય હોવાથી તેમની પ્રવૃત્તિ સર્વને રમ્ય જણાતી હતી. આ રીતે જોતાં જીવોની ૨મ્ય અરમ્ય ચેષ્ટાઓ ભિન્ન ભિન્ન કર્મકૃત છે અને તે જીવનું સ્વરૂપ નથી તેમ જાણનાર બુદ્ધિમાન પુરુષ જીવના પારમાર્થિક સ્વરૂપની સ્તુતિ કરે છે, પરંતુ લોકોની રમ્ય ચેષ્ટાઓ જોઈને કોઈની સ્તુતિ કરતા નથી કે અરમ્ય ચેષ્ટા જોઈને કોઈ પ્રત્યે રોષ કરતા નથી. જેઓ તે પ્રકારની ભાવનાથી ભાવિત છે, તેઓને સંસારીજીવોની તે તે પ્રકારની સુંદર ચેષ્ટા કે અસુંદર ચેષ્ટા પ્રત્યે સદા મધ્યસ્થભાવ વર્તે છે અને આત્માના પારમાર્થિક સ્વરૂપ પ્રત્યે સદા પક્ષપાત રહે છે. આ રીતે ભાવન કરીને મહાત્મા પોતાના મધ્યસ્થભાવને સ્થિર કરવા યત્ન કરે છે. IIII
શ્લોક ઃ
मिथ्याशंसन् वीरतीर्थेश्वरेण, रोद्धुं शेके न स्वशिष्यो जमालिः ।
अन्यः को वा रोत्स्यते केन पापात् तस्मादौदासीन्यमेवात्मनीनम् ।।३।।