________________
૨૦૪
શાંતસુધાસ ઉપર પ્રમાણે આત્માના પારમાર્થિક અહિતથી પોતાનું રક્ષણ કરવાના ઉત્તમ પરિણામરૂપ કરુણાભાવનાને કરીને તે મહાત્મા હવે તે આશ્રવ આદિ ભાવોથી વિપરીત સંવરભાવનો યત્ન કરવા માટે આત્માને તત્પર કરે છે અને આત્માને સંબોધીને કહે છે – પૂર્વમાં બતાવેલા આશ્રવાદિ ભાવોના પરિહારપૂર્વક આત્માના શુદ્ધભાવોમાં આત્માને સ્થિર કરવા અર્થે તું સંવર મિત્રનો સ્વીકાર કર અર્થાત્ જિનવચનનું દઢ અવલંબન લઈને જિનતુલ્ય થવા માટે યત્ન થાય તે રીતે શાસ્ત્રવચનથી તું આત્માને ભાવિત કર. જેથી તારું ચિત્ત વીતરાગભાવમાં વિશ્રાંતિને અભિમુખ સ્વશક્તિ અનુસાર સંવરભાવને પામે અને કરુણાભાવનાનું આ જ પરમ રહસ્ય છે. IIકા શ્લોક :सह्यत इह किं भवकान्तारे, गदनिकुरम्बमपारम् ।
अनुसरताऽऽहितजगदुपकारं, जिनपतिमगदङ्कारं रे ।।सुजना० ७।। શ્લોકાર્ચ -
આ ભવરૂપી અરણ્યમાં હે જીવ! તારા વડે અપાર એવા ભાવ રોગોના સમૂહને કેમ સહન કરાય છે? સંપાદન કર્યો છે જગતનો ઉપકાર જેમણે એવા અગદંકાર-વેધ રોગ રહિત કરનાર જિનપતિનું તું અનુસરણ કર. માં ભાવાર્થ :
મહાત્મા પોતાની કરુણાભાવનાને સુસ્થિર કરવા અર્થે અન્ય પ્રકારે આત્માને અનુશાસન આપે છે અને કહે છે – આ ભવરૂપી જંગલમાં તે અનેક ભાવરોગોથી સતત પીડાયો છે અને તેના કારણે કર્મબંધ કરી ચારગતિના પરિભ્રમણની વિડંબનાને પ્રાપ્ત કરી રહ્યો છે. આ દુઃખોને મટાડવાનો ઉપાય વિદ્યમાન હોવા છતાં તું કેમ દુઃખોને સહન કરે છે? વસ્તુતઃ તે દુઃખો તારે સહન કરવો જોઈએ નહીં, પરંતુ ઉચિત ઔષધનું સેવન કરવું જોઈએ. ઉચિત ઔષધની પ્રાપ્તિ કઈ રીતે થાય તે બતાવવા કહે છે – જગતમાં ઘણા જીવોના રોગોને મટાડીને જગતનો ઉપકાર કર્યો છે તેવા અગદંકાર જિનપતિનું=રોગ રહિત કરનારા એવા જિનપતિનું તું અનુસરણ કર. આનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવો પોતાની રોગિષ્ઠ અવસ્થાને જોતા નથી અને રોગની વૃદ્ધિના ઉપાયોને સેવે છે તેઓ સંસારમાં ભોગાદિ કરીને ભાવરોગથી સતત પીડાતા હોય છે અને જેઓને કંઈક વિવેકચક્ષુ પ્રગટ્યાં છે તેઓ તે રોગના નિવારણના ઉપાયોને જાણવા યત્ન કરે છે. તીર્થકરોએ ભાવરોગોના નિવારણના ઉપાયો બતાવીને જગતના જીવો ઉપર ઉપકાર કર્યો છે તેથી જેઓ તીર્થકરના વચનનું અવલંબન લઈને સદા તેઓના વચનાનુસાર ઔષધનું સેવન કરે છે અર્થાતુ ભાવરોગના નાશના ઉપાયોનું સેવન કરે છે તેઓ સદા વીતરાગભાવનાથી આત્માને ભાવિત કરીને ક્રમસર સર્વથા રોગ રહિત થાય છે. અહીં મહાત્મા પોતાના આત્માને અનુશાસન આપતાં કહે છે – આવા વૈદ્ય સમાન જિનપતિનું તું અનુસરણ કરે જેથી તારા ભાવરોગો દૂર થાય. llણા