________________
૨૦૨
શાંતસુધાસ તત્ત્વની પ્રાપ્તિ થાય નહિ. અર્થાત્ જેમ જલને વલોવવાથી માખણની પ્રાપ્તિ થાય નહિ પણ દહીંને વલોવવાથી જ માખણની પ્રાપ્તિ થાય તેમ તત્ત્વની પ્રાપ્તિના અર્થીએ સુગુરુનાં વચનોને વલોવીને તત્ત્વની પ્રાપ્તિ કરવા અર્થે પ્રયત્ન કરવો જોઈએ. જા શ્લોક -
अनिरुद्धं मन एव जनानां, जनयति विविधातकम् ।
सपदि सुखानि तदेव विधत्ते, आत्माराममशङ्क रे ।।सुजना० ५।। શ્લોકાર્ચ -
જીવોનું અનિરુદ્ધ મન જ વિવિધ પ્રકારના રોગોને ઉત્પન્ન કરે છે. આત્મામાં વિશ્રાંત પામતું આશંક એવું તે જ=શંકા વગરનું એવું નિરુદ્ધ મન જ, શીધ્ર સુખોને આપે છે. આપા ભાવાર્થ :
વળી, મહાત્મા ભાવકરુણાથી પોતાના આત્માને દૃઢ કરવા અર્થે ભાવન કરે છે કે જીવોનું અનિરુદ્ધ મન જ આત્મામાં વિવિધ પ્રકારના રોગોને ઉત્પન્ન કરે છે; કેમ કે જે મહાત્માઓએ સૂત્રનાં વચનોથી મનને નિરુદ્ધ કર્યું નથી તેઓનું મન ધર્માનુષ્ઠાનકાળમાં પણ તે તે ઇન્દ્રિયોના વિષયો સાથે સંપર્ક પામીને તે તે ભાવો કરે છે જેનાથી તે તે ઇન્દ્રિયોને આશ્રયીને રાગદ્વેષના સંસ્કારો વૃદ્ધિ પામે. ધર્મની બાહ્ય ક્રિયામાં પણ ક્વચિત્ યત્ન હોય તોપણ તેઓનું મન ક્રિયાથી અપેક્ષિત ભાવોને સ્પર્શીને પ્રાયઃ ક્રિયામાં પ્રવર્તતું નથી પણ સંમૂર્છાિમની જેમ જ પ્રવર્તે છે. જેથી ધર્મઅનુષ્ઠાનથી પણ સંમૂર્છાિમની જેમ જીવવાની વૃત્તિરૂપ રોગ જ વૃદ્ધિ પામે છે. માટે હે આત્માનું! જો તારે ભાવરોગનો નાશ કરી આત્માના આરોગ્યની પ્રાપ્તિની ઇચ્છા હોય તો ઉચિત ઉપાય દ્વારા મનને નિરુદ્ધ કરવા યત્ન કરવો જોઈએ. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા પોતાની ભાવકરુણાને સ્થિર કરવા યત્ન કરે છે. વળી, પોતાના આત્માના હિતને ઉલ્લસિત કરવા અર્થે કહે છે કે શાસ્ત્રવચનાનુસાર સૂત્ર-અર્થના પરાવર્તન દ્વારા નિરુદ્ધ કરાયેલું મન નિઃશંકપણે આત્મામાં વિશ્રાંત થનારું બને છે અને જેમ જેમ વિષયોથી નિવર્તન પામીને આત્માના ભાવોને સ્પર્શી નિર્મળ મન થશે તેમ તેમ તે મન જ શીધ્ર આત્માને સુખો આપશે. તેથી સુખના અર્થી એવા હે જીવ! તું પ્રમાદ વગર સૂત્ર-અર્થના પરાવર્તનાદિ ઉચિત ક્રિયા દ્વારા મનનો તે રીતે નિરોધ કર કે જેથી શાંતરસના અનુભવરૂપ સુખની પ્રાપ્તિ થાય. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા આત્માની ભાવકરુણાને અત્યંત સ્થિર કરે છે. આપણા શ્લોક -
परिहरताऽऽश्रवविकथागौरवमदनमनादिवयस्यम् । क्रियतां सांवरसाप्तपदीनं, ध्रुवमिदमेव रहस्यं रे ।।सुजना० ६।।