________________
૨૦૦
શાંતસુધારસ કદર્થનાને પામી રહ્યો છે તે કદર્થનાથી તારે તારા આત્માનું રક્ષણ કરવું હોય તો ભગવાનના વચનના સારનું તું સદા પાન કર. જેમ જેમ આત્મામાં ભગાવનનું વચન સ્થિર થશે તેમ તેમ તારું ચિત્ત સ્વસ્થતાને પામશે. જેથી મોહની આકુળતાની કદર્થનાથી અત્યાર સુધી તેં જે ચારગતિઓમાં અનર્થોને પ્રાપ્ત કર્યા છે તેવા ભાવિના અનર્થોની પ્રાપ્તિથી તારું રક્ષણ જિનઆગમના પાનથી જ થશે. વળી, સ્વમતિના વિકલ્પરૂપ કુત્સિત પથની જે ઘટમાળા છે તેનાથી વિકૃત એવા વિચારરૂપ અસાર પાપનો અર્થાત્ અસાર એવા કૃતાંતનો, તું ત્યાગ કર; કેમ કે આવી અસાર વિચારણાના બળથી જ તેં અત્યારસુધી સંસારની કદર્થના પ્રાપ્ત કરી છે અને તેનો અંત આ અસાર વિચારણાના ત્યાગ વગર થઈ શકશે નહિ. આ પ્રકારે આત્માને સંબોધીને ભાવન કરવા દ્વારા મહાત્મા જિનવચનાનુસાર નિર્મળમતિ પોતાનામાં ઉલ્લાસ પામે તેવી આત્માની કરુણા કરે છે. શા શ્લોક :परिहरणीयो गुरुरविवेकी, भ्रमयति यो मतिमन्दम् ।
सुगुरुवचः सुकृदपि परिपीतं, प्रथयति परमानन्दं रे ।।सुजना० ३।। શ્લોકાર્ચ -
અવિવેકી ગુરુ પરિહાર કરવા યોગ્ય છે જે મંદમતિ જીવોને સંસારમાં પરિભ્રમણ કરાવે છે. એક વખત પણ સુગુરુનું વચનપાન કરીએ તો પરમાનંદને=પ્રકૃષ્ટ આનંદરૂપ મોક્ષને પ્રાપ્ત કરાવે છે. II3II
ભાવાર્થ :
મહાત્મા પોતાની ભાવકરુણાને સ્થિર કરવા અર્થે પોતાના આત્માને સંબોધીને કહે છે – હે આત્માનું ! તારે અવિવેકી ગુરુનો પરિહાર કરવો જોઈએ જે મંદ મતિ જીવોને સંસારમાં પરિભ્રમણ કરાવવામાં કારણ બને છે. આ પ્રકારે નિપુણતાપૂર્વક ભાવન કરીને મહાત્મા દક્ષતાપૂર્વક સુગુરુ અને કુગુરુના વિભાગને જાણવાની માર્ગાનુસારી મતિ ઉલ્લસિત થાય તેવો યત્ન કરે છે જેથી અનાભોગ આદિથી પણ અવિવેકી એવા ગુરુના વચનને શ્રવણ કરીને ધર્મબુદ્ધિથી અધર્મની પ્રવૃત્તિ ન થાય અને પોતાને દીર્ઘ સંસારની પ્રાપ્તિ ન થાય. વળી, તે મહાત્મા વિચારે છે કે જે સદ્ગુરુ ભગવાનના વચનના પરમાર્થને જાણનારા છે તેઓનું જિનવચનાનુસાર એક પણ વખત સાંભળેલું વચન પરિપૂર્ણ યોગમાર્ગને બતાવનાર હોવાથી મોક્ષની પ્રાપ્તિનું કારણ બને છે. આશય એ છે કે સદ્ગુરુ હંમેશાં જીવની યોગ્યતાનુસાર સંક્ષેપથી કે વિસ્તારથી તેને ભગવાનના વચનનો તે રીતે પારંમર્થિક બોધ કરાવે છે કે જેથી તે શ્રોતા જો સંસારથી ભય પામેલ હોય તો એક વખત પણ સાંભળેલું વચન સ્મરણમાં રાખીને તેને અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરે તો ગુણસ્થાનકની વૃદ્ધિ દ્વારા તે ભવમાં જ કે અન્ય થોડા ભવમાં પૂર્ણ યોગમાર્ગને આરાધીને અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. આથી જ ભગવાનના વચનના પરમાર્થને જાણનારા સદ્ગુરુઓ શ્રોતાની ભૂમિકાનો નિર્ણય કરીને તે શ્રોતા જે રીતે