________________
૧૯૮
શાંતસુધારસ
શ્લોક :
परदुःखप्रतीकारमेवं ध्यायन्ति ये हृदि । लभन्ते निर्विकारं ते, सुखमायतिसुन्दरम् ।।७।।
શ્લોકાર્થ :
જેઓ જે મહાત્માઓ, આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, પર દુઃખના પ્રતિકારનું હૃદયમાં ધ્યાન કરે છે તેઓ ભવિષ્યમાં સુંદર, નિર્વિકાર, એવું સુખ પ્રાપ્ત કરે છે. l૭ી ભાવાર્થ -
પૂર્વમાં વર્ણન કર્યું તે રીતે સંસારીજીવો આહાર, પાણી, આદિની બાહ્ય ચિંતાઓમાં જ વ્યગ્ર રહે છે અને પુણ્યના ઉદયથી ધન આદિ મળે તોપણ બાહ્ય ભોગસામગ્રીમાં જ વ્યગ્ર રહે છે અને બાહ્ય પદાર્થોની ચિંતાથી જ સદા દુઃખી છે. વળી, જેઓ સંયમ ગ્રહણ કર્યા પછી પણ સ્વરુચિ અનુસાર પોતપોતાના મતાને પુષ્ટ કરે છે તેઓ પણ બાહ્ય પ્રવૃત્તિમાં જ વ્યગ્ર રહીને દુઃખી થાય છે. તે સર્વ દુઃખના પ્રતિકાર માટે જિનવચનાનુસાર હિતોપદેશ એ જ છે કે બાહ્ય સ્પૃહનો ત્યાગ કરી અંતરંગ ગુણસમૃદ્ધિ માટે સ્વભૂમિકા અનુસાર ઉદ્યમ કરો. આ પ્રકારના પરના દુઃખના પ્રતિકારને જે મહાત્માઓ હૈયામાં સદા ધ્યાન કરે છે અને વિચારે છે કે જગતના જીવોને આ જિનવચનાનુસાર ઉપદેશ પ્રાપ્ત થાઓ તેઓના હૈયામાં જિનવચનાનુસાર ઉપદેશનો રાગભાવ સ્થિર થાય છે અને જગતના જીવોને તે પ્રાપ્ત થાય તેવી નિર્મળ કામના થાય છે. આવી ભાવના કરનાર મહાત્માને નિર્વિકાર એવું અતિશય સુંદર સુખ ભવિષ્યમાં પ્રાપ્ત થાય છે, કેમ કે તે ભાવના દ્વારા તે મહાત્માએ અંતરંગ સ્વસ્થતા પ્રત્યેનો જ પક્ષપાત સ્થિર કર્યો છે અને અન્ય જીવોને પણ અંતરંગ સ્વસ્થતા પ્રાપ્ત થાય તેવી કરુણાભાવના કરી છે તેથી તે નિર્મળભાવને અનુરૂપ તેઓનું નિર્વિકારવાળું ચિત્ત સદા વૃદ્ધિ પામે છે અને ઉત્તરોત્તર નિર્વિકારી સુખને પ્રાપ્ત કરીને તે મહાત્મા સુખપૂર્વક સંસારસાગરથી પાર પામે છે. IIળા.
૧૫. કરુણાભાવના-ગીત)
શ્લોક :
सुजना भजत मुदा भगवन्तं, सुजना भजत मुदा भगवन्तम् ।
शरणागतजनमिह निष्कारणकरुणावन्तमवन्तं रे ।।सुजना० १।। શ્લોકાર્ચ - અહીં સંસારમાં, નિષ્કારણ કરુણાવંત શરણાગત જીવોનું રક્ષણ કરતા એવા ભગવાનને હે