________________
૧૨. બોધિદુર્લભભાવના-ગીત | શ્લોક-૨-૩
૧૫મ
કહે છે ઘોર એવો આ સંસાર બહુ નિગોદ આદિ કાયસ્થિતિથી વિસ્તૃત છે તેથી કોઈ જીવ નિગોદમાં જાય તો ત્યાં જ અનંતો કાળ પસાર થાય છે. વળી, પૃથ્વીકાય આદિ દરેકની કાયસ્થિતિ પણ ઘણી લાંબી છે. તેથી પૃથ્વીકાય અને પૃથ્વીકાયમાં જ જીવ ઘણો સમય ભમે છે. તે રીતે અપ્લાય આદિ ભવોમાં પણ ઘણો સમય ભમે છે. તેથી મનુષ્યભવ દુર્લભ થાય છે. વળી, આ ઘોર સંસાર મોહ અને મિથ્યાત્વ બે મુખો છે જેને તેવા ચોરોનું નિવાસસ્થાન છે. તેથી આ ઘોર સંસારમાં જીવ મોહ અને મિથ્યાત્વના કારણે પણ દુર્ગતિઓમાં જ ફર્યા કરે છે અને પ્રાયઃ મનુષ્યભવને પામતો નથી. છતાં જેમ તે બ્રાહ્મણ સર્વ ઘરોમાં પ્રતિદિન ભોજન કરીને કોઈક રીતે ફરી ચક્રવર્તીના ઘરનું ભોજન પ્રાપ્ત કરે છે તેમ આ જીવ પણ ઘોર સંસારમાં ભમતાંભમતાં કોઈક રીતે ફરી મનુષ્યભવ પામે છે. હવે, અતિદુર્લભ એવો મનુષ્યભવ મને પ્રાપ્ત થયો છે તેમ વિચારીને તે નિષ્ફળ ન થાય તે અર્થે મહાત્મા મનુષ્યભવની દુર્લભતાનું ચિંતન કરે છે. તેથી વિચારે છે કે જેઓ મનુષ્યભવની દુર્લભતાને સમજ્યા નથી તેઓ જ પશુની જેમ ખાવા-પીવા-ભોગવિલાસમાં મનુષ્યભવ પૂરો કરે છે પરંતુ પ્રાપ્ત થયેલા મનુષ્યભવમાં મારા માટે હિત શું છે અહિત શું છે તેનો સમ્યક્ વિચાર બહુધા કરતા નથી. ક્વચિત્ ધર્મ કરે છે તોપણ માત્ર મૂઢની જેમ યત્કિંચિત્ ધર્મ કરીને સંતોષ માને છે પરંતુ મારે તો બોધિ સુલભ થાય તેવો જ યત્ન કરવો જોઈએ આમ વિચારીને મહાત્મા આત્મામાં વિવેક જાગ્રત ક૨વા યત્ન કરે છે. III
અવતરણિકા :
વળી નરભવની દુર્લભતાનું ભાવન કર્યા પછી કોઈક રીતે પ્રાપ્ત થયેલો પણ મનુષ્યભવ અનેક વખત નિષ્ફળ થાય છે. તેનું ભાવન કરે છે –
શ્લોક ઃ
लब्ध इह नरभवोऽनार्यदेशेषु यः, स भवति प्रत्युतानर्थकारी ।
जीवहिंसादिपापाश्रवव्यसनिनां, माघवत्यादिमार्गानुसारी ||बुध्यतां० ३ ॥
•
શ્લોકાર્થ :
અહીં=સંસારમાં, અનાર્ય દેશોમાં પ્રાપ્ત થયેલો જે મનુષ્યભવ તે હિતને બદલે અનર્થકારી થાય છે.
તે મનુષ્યભવ કેવો છે. જેથી અનર્થકારી થાય છે તે સ્પષ્ટ કરે છે
જીવહિંસાદિ પાપઆશ્રવના વ્યસની જીવોને માઘવતી આદિ નરકોના માર્ગને અનુસરનાર નરભવ પ્રાપ્ત થાય છે. II3II
ભાવાર્થ:
સંસારમાં ભટકતા જીવને કોઈક રીતે મનુષ્યભવ પ્રાપ્ત થયો તોપણ અનાર્ય દેશમાં પ્રાપ્ત થયો. જ્યાં