________________
૧૬૦
શાંતસુધારસ અહીં પ્રશ્ન થાય કે સંસારમાં ભટકતાં આ જીવે અનંતીવાર મનુષ્યાદિ ભવો પ્રાપ્ત કર્યા છે અને જગતમાં ભટકતા આ જીવને મહાત્માનો યોગ પણ મનુષ્યાદિ ભવમાં અનેક વખત થયો છે, આમ છતાં પોતાના આત્માએ ધર્મની વાતો કેમ સાંભળી નથી ? તેથી કહે છે જગતમાં પ્રાયઃ જીવો ઋદ્ધિના અને શાતાના મહત્ત્વને ધારણ કરનારા એવા ગૌરવથી આ હોય છે અર્થાત્ તેની વિચારણામાં આકુળ હોય છે. તેથી મનુષ્યભવ પામીને સમૃદ્ધિ કેમ મેળવવી, ઇન્દ્રિયોના સુંદર રસોનું આસ્વાદન કેમ કરવું, શાતાની પ્રાપ્તિ કેમ કરવી તે સંબંધી વિચારણામાં પરસ્પર આલાપસંલાપ કરતા હોય છે. તેથી પોતે અનંતકાળથી શાશ્વત છે. આ રીતે કર્મ બાંધીને જ ચારગતિમાં ભટકે છે, અનેક કદર્થના પામે છે તેના નિસ્તારનો ઉચિત ઉપાય ધર્મ છે માટે હું તેના રહસ્યને પ્રાપ્ત કરું એ પ્રકારની પારમાર્થિક જિજ્ઞાસાથી મહાત્મા પાસે પ્રાયઃ ધર્મ સાંભળતા નથી પરંતુ મુગ્ધતાથી જ ક્વચિત્ ક્યારેક બાહ્ય ધર્મ સેવે છે. પારમાર્થિક ધર્મના સ્વરૂપને જાણીને સંસારનો અંત કરવાના અર્થી થઈને તત્ત્વની વિચારણા કરનારા જીવો પ્રાયઃ જગતમાં નથી. તેથી જ અનંતકાળમાં અત્યાર સુધી પોતાને પારમાર્થિક ધર્મની પ્રાપ્તિ થઈ નહીં. આ પ્રકારે પ્રસ્તુત શ્લોકથી ભાવન કરીને મહાત્મા પારમાર્થિક ધર્મને જાણવા, જાણીને તેના ભાવાને આત્મામાં સ્થિર કરવા, ઉદ્યમ કરે છે જેના બળથી ક્ષણ પણ પ્રમાદ કર્યા વગર શક્તિના પ્રકર્ષથી અપ્રમાદભાવપૂર્વક ધર્મની નિષ્પત્તિને અનુકૂળ સદા ઉદ્યમ થાય. આવા
શ્લોક :एवमतिदुर्लभात् प्राप्य दुर्लभतमं, बोधिरत्नं सकलगुणनिधानम् ।
कुरु गुरुप्राज्यविनयप्रसादोदितं, शान्तरससरसपीयूषपानम् ।।बुध्यतां०८।। શ્લોકાર્ચ -
આ રીતે અત્યારસુધી વર્ણન કર્યું એ રીતે, અતિદુર્લભથી પણ દુર્લભતમ એવા સકલ ગુણના નિધાન બોધિરત્નને પ્રાપ્ત કરીને હે જીવ! તું ગુરુના પ્રાજ્યવિનયના પ્રસાદથી પ્રાપ્ત થયેલા શાંતરસના સુંદર રસરૂપ અમૃતના પાનને કર. III ભાવાર્થ -
અત્યારસુધી સંસારસમુદ્રમાં શું શું દુર્લભ છે એ ગ્રંથકારશ્રીએ બતાવ્યું. તેમાં કહ્યું કે પંચેન્દ્રિયપણું દુર્લભ છે તેના કરતાં મનુષ્યપણું અતિ દુર્લભ છે અને તે સર્વ કરતાં પણ દુર્લભતમ બોધિરત્ન છે; કેમ કે જિનવચન અનુસાર પદાર્થ હૈયાને સ્પર્શે તેવી સંસારની વ્યવસ્થાના સ્વરૂપનો બોધ અને સંસારથી પર એવી મુક્તઅવસ્થાનો પારમાર્થિક બોધ અને મોક્ષના ઉપાયભૂત જિનવચનના તાત્પર્યને સ્પર્શે તેવો બોધ બોધિરત્ન છે અને આ બોધિરત્ન પ્રાપ્ત થયા પછી આત્મામાં સર્વ ગુણો ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા હોય છે. તેવા બોધિરત્નને પામીને હે આત્મા ! તું બોધિના બળથી મોહની અનાકુળતા રૂપ શાંતરસના સુંદર અમૃતના પાનને કર. જે શાંતરસ ગુણવાન ગુરુ પ્રત્યેના વિશાળ વિનયને કારણે ગુરુના પ્રસાદથી પ્રાપ્ત થાય તેવો છે અને તેવા શાંતરસનું જો