________________
૧૩. મૈત્રીભાવના | શ્લોક-૨-૩
શ્લોકાર્થ ઃ
મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય એવી ચાર ભાવનાઓને આત્મામાં નિયોજન કરવી જોઈએ. =િજે કારણથી, ધર્મધ્યાનને ઉપકાર કરવા માટે તે=ચાર ભાવનાઓ, તેનું=ધર્મધ્યાનનું, રસાયન છે=પરમ ઔષધ છે. IIરા
ભાવાર્થ:
મહાત્મા ભાવન કરે છે કે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્યરૂપ ચાર ભાવનાને તું આત્મામાં અત્યંત નિયોજિત ક૨. અર્થાત્ તે ભાવનાઓના મર્મને સ્પર્શે તે પ્રકારના ઉપયોગપૂર્વક તે ભાવનાઓથી આત્માને ભાવિત કર. આ ચાર ભાવનાઓ સંસારના ઉચ્છેદના પ્રબળ કારણ એવા ધર્મધ્યાનને ઉપકાર કરવા માટે
પરમ ઔષધ છે. તેથી તે ભાવનાઓથી ભાવિત થયેલું ચિત્ત જગતના જીવમાત્ર સાથે ઉચિત પ્રવૃત્તિ કરનારું
બને છે જેથી કોઈ જીવો પ્રત્યે પોતાને દ્વેષ કે ક્લેશ ન થાય અને કોઈ જીવના નિમિત્તે પોતાને ક્લેશ ન થાય તેવું ઉત્તમ ચિત્ત બને છે. જેનો આત્મા આ મૈત્રી આદિ ભાવનાથી અત્યંત ભાવિત થયેલ હોય તેને તુચ્છ એવા બાહ્ય પદાર્થોને આશ્રયીને જીવો સાથે જે ક્લેશાદિ થાય છે તે સર્વ નિવર્તન પામે છે અને તેના કારણે બાહ્ય પદાર્થો પ્રત્યે પણ તેવો તીવ્ર સંગનો પરિણામ થતો નથી. આ રીતે અક્લેશવાળું ચિત્ત ધર્મધ્યાનમાં યત્ન કરીને સુખપૂર્વક અસંગ પરિણામને અનુકૂળ શક્તિનો સંચય થાય એવો યત્ન કરી શકે છે. III અવતરણિકા :
993
પૂર્વ શ્લોકમાં કહ્યું કે મહાત્માએ મૈત્રી આદિ ચાર ભાવનાઓ આત્મામાં નિયોજિત કરવી જોઈએ તેથી હવે તે મૈત્રી આદિ ચાર ભાવનાઓનું સ્વરૂપ જ સંક્ષેપથી બતાવે છે
શ્લોક ઃ
मैत्री परेषां हितचिन्तनं यद् भवेत् प्रमोदो गुणपक्षपातः । कारुण्यमार्ताङ्गिरुजां जिहीर्षेत्युपेक्षणं दुष्टधियामुपेक्षा ||३||
શ્લોકાર્થ
પરના હિતનું જે ચિંતવન તે મૈત્રી છે, ગુણનો પક્ષપાત તે પ્રમોદ છે, પીડિત અંગવાળા જીવોના રોગોને દૂર કરવાની ઈચ્છા કારુણ્ય છે અને દુષ્ટ બુદ્ધિવાળા જીવોનું ઉપેક્ષણ=ઉપેક્ષા કરવી તે ઉપેક્ષાભાવના છે. II3II
ભાવાર્થઃ
-
જગતવર્તી સર્વ જીવો પોતાના તુલ્ય છે તેથી સર્વ જીવોનું પોતાનાથી જે પ્રકારે હિત થઈ શકે તે પ્રકારે હિત કરવા યત્ન કરે અને હિત ન કરી શકે તોપણ હૈયામાં તે જીવના હિત ક૨વાને અનુકૂળ ઉત્તમભાવ