________________
૧૭૦.
શાંત ધારસ છે. અહીં વિશેષ એ છે કે સંસારીજીવોને કોઈક પ્રકારના વિષમ સંયોગ પ્રાપ્ત થાય ત્યારે ચિત્ત ઉદાસીન બને
છે. તે ઉદાસીનતા મોહના પરિણામ રૂપ છે અને તેનાથી ખિન્ન થયેલા તે જીવો વિષયોમાંથી રસ લઈ શક્તા નથી તોપણ તે ઉદાસીનતાથી આર્તધ્યાન જ કરે છે પરંતુ શાંતરસનો અનુભવ કરતા નથી. જ્યારે વિવેકી પુરુષ તો વિચારે કે આત્મા માટે જગતના પદાર્થો આનંદપ્રદ નથી પરંતુ જગત પ્રત્યે નિરપેક્ષભાવવાળું ચિત્ત જ શાંતરસનો આનંદ દેનારું છે તેથી તત્ત્વનું ભાવન કરીને બાહ્યવિષયો પ્રત્યે મહાત્માઓ ઉદાસીનતા કવીને મોહની અનાકુળતારૂપ સ્વસ્થતાને પ્રાપ્ત કરીને શાંતરસનું આસ્વાદન કરે છે તે ઉદાસીનરસ છે. આવો ઉદાસીનરસ જે મહાત્માને હિતરૂપ દેખાય છે તે મહાત્મા ભાવન કરે છે કે જેમ હું ઉદાસીનરસથી આત્માને વાસિત કરીને સ્વસ્થતાનો અનુભવ કરું છું તેમ જગતના સર્વ જીવો તેવા ઉદાસીનરસને પામીને સ્વસ્થતાને પ્રાપ્ત કરનારા થાવ.
(૩) વળી, મહાત્મા વિચારે છે કે જીવ માત્ર સુખના અર્થી છે અને જીવનું પારમાર્થિક સુખ અંતરંગ રીતે વીતરાગભાવ છે. દેહકૃત સુખ શાતાનું સુખ છે અને શાતાને અનુકૂળ એવી ધનાદિની સામગ્રી તે બાહ્યસુખ છે. પુણ્યાનુબંધી-પુણ્યવાળા જીવો સ્વભૂમિકાનુસાર આ ત્રણે પ્રકારે સુખને પ્રધાન કરીને વિશેષ પ્રકારના સમભાવના સુખને પ્રાપ્ત કરવા સમર્થ બને છે ત્યારે સંયમ ગ્રહણ કરે છે અને જ્યાં સુધી તેવા પ્રકારના અંતરંગ વિશેષ સુખની શક્તિનો સંચય થયો નથી ત્યાં સુધી ઉચિત રીતે દેહાદિનું પાલન કરીને શાતાના સુખમાં પણ યત્ન કરે છે. છતાં શાતાના સુખ કરતાં અંતરંગ સમભાવના સુખનું મહત્ત્વ તેઓને અધિક છે તેથી વિશેષ શક્તિ આવે તો શાતા-અશાતા પ્રત્યે સમભાવને કેળવીને સંયમના સુખનું વેદન કરે છે. પ્રસ્તુત ભાવના કરનાર મહાત્મા વિચારે છે કે સંસારી જીવમાત્રને બાહ્ય સામગ્રીનું સુખ, શાતાનું સુખ અને સમભાવનું સુખ પ્રાપ્ત થાય અને વિવેકપૂર્વક અંતરંગ સુખની વૃદ્ધિમાં યત્ન કરનાર થાય. આ પ્રકારની ભાવનાથી જગતના જીવ માત્રના પારમાર્થિક સુખના ઉત્તમભાવવાળું ચિત્ત બને છે. તેથી પોતાને પણ સંસારચક્રમાં સુખની પરંપરા દ્વારા પ્રકૃષ્ટ સુખરૂપ મોક્ષ શીધ્ર પ્રાપ્ત થાય છે. દા
૧૩. મૈત્રીભાવના-ગીત) શ્લોક - विनय विचिन्तय मित्रता, त्रिजगति जनतासु ।
कर्मविचित्रतया गति, विविधां गमितासु ।।विनय० १।। શ્લોકાર્થ :
હે વિનય ! ત્રણ જગતમાં રહેલા કર્મના વિચિત્રપણાથી વિવિધ ગતિમાં જનારા જીવોના વિષયમાં મિત્રતાનું ચિંતવન કર. III