________________
શાંતસુધારસ
પ્રકૃતિઓને પ્રાપ્ત કરી છે અને જન્માંતરમાં અધિક ઉત્તમ થવા માટે સતત ભગવાનના વચનના પરમાર્થને જાણવા માટે ઉદ્યમવાળા છે. વળી, તેઓ શાસ્ત્રને પણ તે રીતે ભણે છે કે જેથી યુક્તિનાં વિવેચન કરવામાં હંસ જેવા છે અર્થાત્ જેમ હંસ દૂધ અને પાણીનું સહજ રીતે વિભાજન કરી પાણીનો ત્યાગ કરી દૂધનું પાન કરે છે તેમ તત્ત્વ-અતત્ત્વનો વિભાગ કરવામાં કુશળ એવા તે મહાત્માઓ યુક્તિઓથી સત્શાસ્ત્રોના વચનનો યથાર્થ રીતે વિભાગ કરે છે. વળી, જગતની વ્યવસ્થાને યથાર્થ જાણીને ઉચિત તત્ત્વનું આકર્ષણ કરે છે જેથી તેઓના વચનથી ઘણા જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થાય છે. આવા ઉત્તમપુરુષોનું સ્મરણ પણ કૃતશુભયોગવાળું છે અર્થાત્ તેવા ગુણોપૂર્વક તેઓનું સ્મરણ કરવામાં આવે તો તેમનામાં વર્તતા તે ઉત્તમગુણો પ્રત્યે બહુમાનભાવ થાય છે. પ્રમોદભાવના કરનારા જીવો માટે આ બહુમાનભાવ મહાકલ્યાણના કા૨ણભૂત શુભયોગરૂપ બને છે. આવા ઉત્તમપુરુષો અત્યારે દેખાતા ન હોય તોપણ “બહુરત્ના વસુંધરા” એ ન્યાયનું સ્મરણ કરીને આવા ઉત્તમગુણોવાળા જે કોઈ જીવો જગતમાં વર્તે છે તેઓનું સામાન્યથી સ્મરણ કરીને તેઓ પ્રત્યે બહુમાનભાવ ક૨વાથી તેવા ઉત્તમપુરુષ તુલ્ય થવાની શક્તિના બળનું આધાન થાય છે માટે વારંવાર તે તે ગુણો રૂપે ઉત્તમપુરુષોનું સ્મરણ કરવું જોઈએ. ॥૭॥
૧૯૦
શ્લોક ઃ
इति परगुणपरिभावनसारं, सफलय सततं निजमवतारम् ।
कुरु सुहिवितगुणनिधिगुणगानं, विरचय शान्तसुधारसपानम् ।।विनय० ८।।
શ્લોકાર્થ ઃ
આ પ્રમાણે અત્યારસુધી=પૂર્વના શ્લોકોમાં વર્ણન કર્યું એ પ્રમાણે, પરગુણના પરિભાવનમાં સારવાળો એવો પોતાનો અવતાર તું સતત સફળ કર. સુવિહિતના=સુંદર વિધિ અનુસાર પ્રવૃત્તિ કરનારા, ઉત્તમપુરુષોના ગુણનિધિના=ગુણના નિધાનના ગુણગાનને તું કર. શાંતસુધારસના પાનને તું વિરચન કર=તું સ્વીકાર કર. III
ભાવાર્થ =
પ્રમોદભાવનાને પ્રકર્ષ કરવા મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે કે હે આત્મન્ ! પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે પૃથ્વી ઉપર વર્તતા ઉત્તમપુરુષોના ગુણોથી પોતાનો આત્મા વાસિત થાય તે પ્રકારે તેમના ગુણોનું ભાવન કરીને તારો પોતાનો અવતાર તું સતત સફલ કર. આનાથી એ પ્રાપ્ત થાય છે કે જેટલા કાળ સુધી ઉત્તમપુરુષના ગુણોનું સ્મરણ રહે એટલા કાળ સુધી તે ઉત્તમગુણોનાં આવા૨ક કર્મોનો નાશ થાય છે અને તેવા ગુણો પ્રગટ કરવાને અનુકૂળ ઉત્તમ સંસ્કારોનું આત્મામાં દૃઢ આધાન થાય છે. વળી, તેવા ગુણોના સ્મરણકાળમાં વર્તતો ગુણનો રાગ ઉત્તમ પુણ્યાનુબંધીપુણ્ય બંધાવીને ઉચ્ચગોત્ર, ઉચ્ચજાતિ આદિની પ્રાપ્તિ કરાવીને પોતાનામાં પણ તેવા ઉત્તમગુણો પ્રગટ કરવાનું મહાન બળ આધાન કરે છે. જેથી તે