________________
૧૯૪
શાંતસુધારસ કરુણાવાળા બને છે અને પોતાના આત્માની પણ પારમાર્થિક કરુણા કરીને જિનવચનથી આત્માને વાસિત કરવા યત્ન કરે છે. આવા અવતરણિકા -
વળી સંસારીજીવોને મોહને વશ કેવી કેવી પ્રવૃત્તિઓ છે તેનું ભાન કરીને મહાત્મા તે જીવોની પારમાર્થિક કરુણાભાવનાનું ભાન કરે છે – શ્લોક :स्पर्धन्ते केऽपि केचिद्दधति हृदि मिथो मत्सरं क्रोधदग्धा, युध्यन्ते केऽप्यरुद्धा धनयुवतिपशुक्षेत्रपद्रादिहेतोः । केचिल्लोभाल्लभन्ते विपदमनुपदं दूरदेशानटन्तः, किं कुर्मः किं वदामो भृशमरतिशतैर्व्याकुलं विश्वमेतत् ।।३।। શ્લોકાર્થ :
કેટલાક સ્પર્ધાઓ કરે છે માનને વશ થઈને બીજા કરતાં અમે અધિક બનીએ તે પ્રકારની સ્પર્ધા કરે છે, ક્રોધથી દગ્ધ થયેલા કેટલાક જીવો પરસ્પર હૃદયમાં મત્સર ધારણ કરે છે, શત્રુઓથી અરુદ્ધા એવા શત્રુથી નહીં ઘેરાયેલા એવા, કેટલાક પણ રાજાઓ ધનના હેતુથી, સ્ત્રીના હેતુથી, પશુના હેતુથી અને ક્ષેત્રના હેતુથી, ગામ, પદ્રાદિના હેતુથી ગામનગર આદિના હેતુથી, યુદ્ધો કરે છે. કેટલાક જીવો લોભને વશ દૂરદેશાંતરમાં અટન કરતાં અનુપદસ્થાને સ્થાને, વિપતિઓને પ્રાપ્ત કરે છે. અમે શું કરીએ ? અર્થાત્ તેઓની આપત્તિના નિવારણ અર્થે અમે શું કરીએ અને શું કહીએ ? તે જીવોને દુઃખના નિવારણ માટે અમે શું ઉપદેશ આપીએ ? સેંકડો અરતિથી આ વિશ્વ અત્યંત વ્યાકુળ છે. II3I.
ભાવાર્થ :
કષાયોને વશ જીવો કઈ કઈ રીતે સ્વયં દુઃખી થાય છે તેનું યથાર્થ સ્વરૂપ ચિંતવન કરવા અર્થે મહાત્મા વિચારે છે કે જગતમાં પોતે બધા કરતાં મોટા બનવા માટે કેટલાક જીવો સ્પર્ધા કરતા હોય છે અને અનેક પ્રકારના ક્લેશને વેઠીને સતત દુઃખી થાય છે. આવા જીવો વર્તમાનમાં તો દુઃખી છે જ, પણ અંતરંગ ક્લેશના કારણે કર્મો બાંધીને ભવિષ્યમાં પણ દુઃખી થવાના છે. વળી, સંસારમાં કેટલાક જીવો ક્રોધથી દગ્ધ થયેલા સહવર્તી જીવો પ્રત્યે પરસ્પર મત્સરને ધારણ કરે છે. તેથી સદા અંતરંગ રીતે દુઃખથી પીડાય છે અને આત્માના સ્વસ્થતાના સુખને પ્રાપ્ત કરી શકતા નથી. વળી, તે મત્સરભાવને કારણે ક્લિષ્ટ કર્મો બાંધીને દુર્ગતિની પરંપરાને પ્રાપ્ત કરે છે. વળી, કેટલાક રાજવી હોય અને શત્રુ રાજાથી ઘેરાયેલા ન હોય છતાં ધન, સ્ત્રી, પશુ, ક્ષેત્રાદિના લોભને વશ નવા નવા રાજ્યની પ્રાપ્તિ અર્થે કે ધનાદિની પ્રાપ્તિ અર્થે કે સ્ત્રી