________________
૧૯૬
શાંતસુધારસ સંસારીજીવોની તે તે પ્રકારની કરુણાજનક સ્થિતિ પ્રત્યે કરુણાÁ હૃદયવાળા થાય છે અને વિચારે છે કે હું શું કરું જેથી આ જીવોને ભગવાને બતાવેલા માર્ગની પ્રાપ્તિ થાય અને પોતાના હાથે જ પોતાનો વિનાશ કરતા, દુઃખી થતા તેઓનું રક્ષણ થાય. આ પ્રકારના ભાવનથી મહાત્મા પોતાના આત્માની પણ એ પ્રકારની કરુણા કરે છે જેથી કષાયોને વશ થઈને પોતાનો આત્મા પણ અધઃપતનના ખાડામાં જઈને પડે નહીં. III શ્લોક :
प्रकल्पयन्नास्तिकतादिवादमेवं प्रमादं परिशीलयन्तः ।
मग्ना निगोदादिषु दोषदग्धा, दुरन्तदुःखानि हहा सहन्ते ।।५।। શ્લોકાર્ચ -
આ રીતે પ્રમાદનું પરિશીલન કરતાં, નાસ્તિકવાદ આદિનું પ્રકલ્પયન કરતાં, દોષથી દગ્ધ જીવો, નિગોદાદિમાં મગ્ન થયેલા, દુરંત દુખોને હાહા સહન કરે છેઃખેદની વાત છે કે તેઓ દુઃખોને પ્રાપ્ત કરે છે. આપી ભાવાર્થ
પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે સંસારવર્તી જીવો નાસ્તિકવાદનો આશ્રય કરે છે તો વળી કેટલાક સ્વમતિ અનુસાર સંસારની વ્યવસ્થાની વિચારણા કરે છે, તો વળી કેટલાક જીવો ભોગાદિમાં મગ્ન થઈને મૂઢની જેમ વર્તે છે. આ સર્વ રીતે સંસારી જીવો પ્રમાદનું પરિશીલન કરે છે અર્થાતુ આત્માના હિતાહિતનો વિચાર કર્યા વગર પ્રમાદને જ સ્થિર સ્થિરતર કરે છે અને પોતાના વિપર્યાસદોષથી દગ્ધ થયેલા નિગોદાદિમાં મગ્ન રહે છે. અને ત્યાં ખેદની વાત છે કે ખરાબ અંતવાળાં દુઃખોને સહન કરે છે.
વળી, મહાત્મા વિચારે છે કે આ રીતે અન્યદર્શનમાં કે જૈનદર્શનમાં રહેલા શ્રાવક આચાર પાળનારા કે સાધુ આચાર પાળનારા પણ વિવેક વગરના જીવો સ્વમતિ અનુસાર ભગવાને કહેલા પદાર્થોને યોજન કરીને પોતાની માર્ગાનુસારી મતિનો નાશ કરે છે અને બાહ્યથી તપ, ત્યાગ આદિ કરતા હોય તોપણ કર્મનાશને અનુકૂળ યત્ન કરનારા નહિ હોવાથી અનાદિથી મોહને વશ પ્રવર્તતી પ્રમાદની પ્રકૃતિનું જ પરિશીલન કરે છે. વળી, પોતાના કદાગ્રહોથી ગ્રસ્ત એવી દોષરૂપી મતિથી દગ્ધ થયેલા જીવો નિગોદ, નરકગતિ, તિર્યંચગતિ આદિમાં ફરે છે. ચૌદપૂર્વધરો પણ જો રસગારવ, ઋદ્ધિગારવ કે શાતાગારવને વશ થાય તો દુર્ગતિઓમાં પડે છે અને નિગોદમાં પણ જાય છે. અને ખરાબ અંતવાળાં દુઃખોને સહન કરે છે. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા તેવા જીવો પ્રત્યે પોતાનું હૈયું કરૂણાવાળું બને તેવો યત્ન કરે છે અને વિચારે છે કે આ જીવોને માર્ગાનુસારી મતિ મળે તો સારું, જેથી આ રીતે દુઃખોને પામે નહિ. વળી, આ પ્રકારની ભાવનાથી પોતાના આત્માની પણ કરુણા કરે છે અને વિચારે છે કે કોઈક રીતે ભગવાનનું શાસન પામ્યા પછી જો હું પ્રમાદ કરીશ તો મારો આત્મા પણ આ રીતે દોષોથી દગ્ધ થઈને નિગોદ આદિમાં પડશે