________________
૧૫
૧૫. કરુણાભાવના | શ્લોક-૩-૪ આદિની પ્રાપ્તિ અર્થે યુદ્ધો કરીને અનેક પ્રકારના ક્લેશો પ્રાપ્ત કરે છે. આવા જીવો ક્લિષ્ટ કર્મો બાંધીને દુર્ગતિને પ્રાપ્ત કરીને મહા વિડંબના પામવા છતાં મૂઢતાને કારણે તત્ત્વનો વિચાર કરી આત્માની સ્વસ્થતા માટે કોઈ યત્ન કરતા નથી. વળી કેટલાક જીવો ધનના લોભને વશ દૂરદેશાટન કરે છે તે વખતે અનેક પ્રકારની આપત્તિઓ વારંવાર પ્રાપ્ત કરે છે તોપણ ધનની લાલસાનો ત્યાગ કરીને સ્વસ્થતાથી આત્મહિત સાધવા માટે કોઈ યત્ન કરતા નથી. આ પ્રકારની અંતરંગ કષાયોની પીડાને વશ જગતના જીવોની વિષમ સ્થિતિ જોઈને તેઓ પ્રત્યે કરુણાÁ હૃદયવાળા મહાત્મા વિચારે છે કે અમે શું કરીએ જેથી આ પ્રકારના ક્લેશોથી તેઓનું રક્ષણ થાય અથવા અમે તેઓને શું ઉપદેશ આપીએ જેથી તેમને સન્માર્ગની પ્રાપ્તિ થાય તેવો પ્રયત્ન કરવાનો પરિણામ થાય ? કરુણાÁ હૃદયવાળા જીવો કરુણાવશ એવી પીડાને પામતા જીવોનો ઉદ્ધાર કરવા અવશ્ય યત્ન કરે છે. જેમ છમસ્થ અવસ્થામાં વિરભગવાન ક્રોધથી દગ્ધ એવા ચંડકૌશિક પ્રત્યે કરુણા લાવીને તેના ઉપકાર અર્થે ત્યાં જાય છે અને તેને માર્ગનો બોધ કરાવી દુર્ગતિમાં પડતાં અને વિનાશને પામતાં તેનું રક્ષણ કર્યું. જે મહાત્મા સંસારની આવી સ્થિતિનું વારંવાર અવલોકન કરે છે અને વિચારે છે કે આ આખું જગત સેંકડો અરતિઓથી અત્યંત વ્યાકુળ છે તેથી હું શું કરું જેથી જગતના જીવોને મોતને પરવશ આ પ્રકારની વિડંબના થાય નહિ. જે મહાત્મા આ રીતે કરુણાભાવનાનું ભાવન કરે છે તેને પોતાના આત્માની પણ સતત કરુણા રહે છે તેથી તે તે નિમિત્તોને પામીને કષાયોને પરવશ પોતાના આત્માની વિડંબના ન થાય તે રીતે પોતાના આત્માનું રક્ષણ કરે છે. III બ્લોક -
स्वयं खनन्तः स्वकरण गर्ता, मध्ये स्वयं तत्र तथा पतन्ति । . यथा ततो निष्क्रमणं तु दूरेऽधोऽधःप्रपाताद्विरमन्ति नैव ।।४।। શ્લોકાઃ
સ્વયં પોતાના હાથે ગર્તાનેeખાડાને ખોદતા સંસારી જીવો તે ખાડામાં સ્વયં તે રીતે પડે છે કે તેનાથીeતે ખાડામાંથી નીકળવાનું તો દૂર રહો પરંતુ નીચે નીચે પડવાથી વિરામ જ પામતા નથી. III ભાવાર્થ :
સંસારીજીવો તે તે કષાયો કરીને સ્વયં જ મોહરૂપી ખાડાને સતત વધારે છે અને સ્વયં જ તેમાં તે રીતે પડે છે કે તે મોહના ભાવમાંથી બહાર નીકળવાની પ્રવૃત્તિ તો દૂર રહો પરંતુ તે તે પ્રકારના મોહને વશ તે તે કષાયો કરીને નીચે નીચેના પાતથી વિરામ જ પામતા નથી. આથી જ સંસારીજીવો આરંભ સમારંભ કરીને નરકના ઊંડા ખાડામાં જાય છે. ક્યારેક અત્યંત મૂઢ થઈને જીવે છે ત્યારે એકેન્દ્રિય અવસ્થાને પામે છે જ્યાં અનંતકાલ સુધી તે ખાડામાંથી બહાર નીકળવાનો સંયોગ જ પ્રાપ્ત થતો નથી. આ રીતે કષાયોને પરવશ જીવો પોતાના અધઃપતનથી કોઈ રીતે વિરામ પામી શક્તા નથી. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા