________________
૧૫. કરણાભાવના | શ્લોક-૨
૧૯૩
શ્લોક :उपायानां लक्षैः कथमपि समासाद्य विभवं, भवाभ्यासात्तत्र ध्रुवमिति निबध्नाति हृदयम् । अथाकस्मादस्मिन् विकिरति रजः क्रूरहृदयो, रिपुर्वा रोगो वा भयमुत जरा मृत्युरथवा ।।२।। શ્લોકાર્ચ -
લાખો ઉપાયો વડે કોઈક રીતે પણ વૈભવને પ્રાપ્ત કરીને ભવના અભ્યાસથી=દરેક ભવોમાં બાહ્યવૈભવમાં મૂચ્છ કરવાના અભ્યાસથી, ત્યાં=બાહ્યવૈભવમાં, ધ્રુવ હૃદયને બાંધે છે=ગાઢ રાગને ધારણ કરે છે. હવે અકસ્માત આમાં આ વૈભવમાં, ક્રૂર હૃદયવાળો કર્મરૂપ શત્રુ રજને નાંખે છે તેના ધન આદિનો નાશ કરે છે અથવા દેહમાં રોગ કરે છે અથવા કોઈક તેવા પ્રકારના સંયોગમાં ચિત્તમાં સતત ભય ઉત્પન્ન કરે છે અથવા જરાની પ્રાપ્તિ કરે છે અથવા મૃત્યુની પ્રાપ્તિ કરે છે. આ સર્વ અવસ્થામાં જીવ સદા વ્યાકુળ હોય છે. તેથી તેને ક્યાંય સ્વસ્થતા નથી. એ પ્રકારે મહાત્મા સંસારીજીવો પ્રત્યે કરુણાભાવનાનું ભાવન કરે છે. રા. ભાવાર્થ -
સંસારીજીવો પુણ્યનો સહકાર હોય તો ઘણા ઉપાયો કરીને પણ વૈભવ પ્રાપ્ત કરે છે અને પ્રાપ્ત થયેલા વૈભવમાં ગાઢ રાગને ધારણ કરે છે; કેમ કે દરેક ભવમાં બાહ્ય સુંદર પદાર્થોમાં રાગ કરવાનો અભ્યાસ કર્યો છે. તેથી પુણ્યના સહકારથી મળેલા વૈભવમાં જીવોને રાગ થાય છે પરંતુ અંતરંગ ગુણ-સમૃદ્ધિમાં રાગ થતો નથી. આ રીતે બાહ્ય વૈભવને પામ્યા પછી કોઈક શત્રુ તેના પુણ્યને નાશ કરે ત્યારે તે જીવ અત્યંત વિહ્વળ થઈ જાય છે અને દયાપાત્ર સ્થિતિને પામે છે. વળી, ક્યારેક પુણ્યનો સહકાર હોય તો ધન નાશ ન પામે અને આરોગ્યનું પુણ્ય સમાપ્ત થાય તો કોઈ નિમિત્તને પામીને દેહમાં રોગ થાય છે ત્યારે તે જીવ અત્યંત વિહ્વળ થાય છે. વળી, આરોગ્યનું પુણ્ય હોય અને રોગ ન થાય તોપણ રોગનો, મૃત્યુનો કે અન્ય પ્રકારનો ભય તે જીવને સતત વિહ્વળ કરે છે. વળી જીવનના અંત સમયે જરા=વૃદ્ધાવસ્થા આવે ત્યારે બાહ્ય સમૃદ્ધિ હોવા છતાં જરાને કારણે જીવ સદા વિહ્વળ રહે છે અને અંતે મૃત્યુને પામે છે પરંતુ ક્યાંય સ્વસ્થ અવસ્થાને પ્રાપ્ત કરતો નથી. આ પ્રકારે સંસારીજીવોનું દયાપાત્ર સ્વરૂપ વિચારીને મહાત્મા વિચારે છે કે સંસારી જીવો ભગવાનના શાસનના રહસ્યને નહિ પામેલા હોવાથી આ પ્રકારે કરુણાપાત્ર સ્થિતિને પામે છે. જો કોઈક રીતે પણ આ જીવોને ભગવાનના શાસનનું રહસ્ય પ્રાપ્ત થાય તો દરિદ્રઅવસ્થામાં પણ સ્વસ્થતાપૂર્વક ભગવાનના વચનથી વાસિત થઈને સુખી થઈ શકે છે અને ધનાઢ્ય અવસ્થામાં પણ ધન પ્રત્યેની ગાઢ મૂછ નહીં હોવાથી ધનનો સદ્વ્યય કરીને પણ આત્માની સમૃદ્ધિ વધારી શકે છે. તેથી અજ્ઞાનને વશ જીવો આ રીતે સર્વ સંયોગોમાં કરુણાપાત્ર બને છે આમ ભાવન કરીને મહાત્મા પોતાના ચિત્તમાં સંસારીજીવો પ્રત્યે