________________
૧૪. પ્રમોદભાવના-ગીત | શ્લોક-૮
૧૯૧
મહાત્માને સદ્ગતિઓની પરંપરાની પ્રાપ્તિ થશે અને અંતે પૂર્ણ ગુણયુક્ત મોક્ષ અવસ્થાની પ્રાપ્તિ થશે. માટે પ્રમાદ વગર સતત એવા ગુણોનું પરિભાવન કરીને જીવન સફળ કરવું જોઈએ તે પ્રકારે મહાત્મા પોતાના આત્માને પ્રેરણા કરે છે.
વળી, મહાત્મા ભાવન કરે છે કે સુવિહિત એવા ગુણના નિધિ પુરુષોના ગુણગાનને તું ક૨. આનાથી એ પ્રાપ્ત થાય છે કે જેઓ ભગવાનના વચનાનુસાર સતત ઉચિત કૃત્યો કરે છે તેઓ સુંદર વિહિત એવી ઉચિત ક્રિયાઓ કરનારા છે અને તેવી ક્રિયા દ્વારા આત્મામાં ઉત્તમગુણો નિષ્પન્ન કરી રહ્યા છે. આવા ગુણના નિધિ એવા ઉત્તમપુરુષોના તું ગુણગાન કર. જે મહાત્માઓ પ્રતિદિન સવા૨થી સાંજ સુધી ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને તે આજ્ઞાથી જ સર્વ ઉચિત કૃત્યો કરે છે તેવા મહાત્માઓ સત્કૃત્યો દ્વારા આત્મામાં ઉત્તરોત્ત૨ના ગુણો પ્રગટ કરે છે તેથી ગુણના નિધાન બને છે તેઓના તું ગુણગાનને કર. આ પ્રકારે મહાત્મા આત્માને પ્રમોદભાવના ભાવવા પ્રેરણા કરે છે. વળી, આ પ્રમોદભાવનાથી શાંતસુધારસને તું તારા આત્મામાં પ્રગટ કર. અર્થાત્ ઉત્તમગુણોના ભાવનથી થયેલા કષાયોના શમનરૂપ શાંતરસ સ્વરૂપ અમૃતનું તું પાન કર. આ રીતે મહાત્મા પ્રમોદભાવના દ્વારા શાંતરસને ઉલ્લસિત કરવા માટે અંતરંગ યત્નવાળા બને છે. III
II ચૌદમો પ્રકાશ પૂર્ણ ॥