________________
૧૮૪
શાંતસુધારસ
ભાવાર્થ :
મહાત્મા પ્રમોદભાવનાને અત્યંત સ્થિર કરવા અર્થે વિચારે છે કે આ દેખાતો સંસાર અત્યંત અસાર છે અને તેમાં પોતાને જે મનુષ્યજન્મ પ્રાપ્ત થયો છે તેનું મુખ્ય ફળ જ એ છે કે તેમની જિલ્લા, કાનો, અને ચક્ષુ ઉત્તમપુરુષોના ગુણોના ગાન કરવાના, શ્રવણ કરવાના અને જોવાના વ્યાપારવાળાં બને. પોતાની જિલ્લાને સંબોધીને કહે છે – હે જિલ્લા ! તું સદા મારા ઉપર સુપ્રસન્ન થઈને મારું હિત થાય તે રીતે પ્રવૃત્તિવાળી થા. કઈ રીતે પોતાનું હિત થાય ? તેથી કહે છે – સુંદર કૃત્યોવાળા એવા તીર્થકર, ઋષિઓ, મહર્ષિઓનાં ઉત્તમ ચરિત્રને ઉચ્ચારીને તેઓનાં ગુણગાન કરવાથી જ પોતાનું હિત થાય માટે પ્રસન્ન થયેલી હે જિલ્લા ! તું તેવા ઉત્તમપુરુષોનાં ગુણગાન કરવામાં તત્પર થા. આ પ્રકારે જિલ્લાને ઉદ્દેશીને વસ્તુતઃ તે મહાત્મા સતત ઉત્તમપુરુષોના ગુણગાનમાં વ્યાપારવાળા થઈને પોતાના આત્માને તેવા ઉત્તમપુરુષોના ગુણોથી વાસિત કરે છે.
વળી, મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે કે મારા બે કાનો ઉત્તમ પુરુષોની કીર્તિના શ્રવણના રસિકપણાથી સુકર્ણ થાઓ. આ પ્રકારે ભાવન કરીને તે મહાત્મા પોતાના શ્રવણની પ્રવૃત્તિને પણ ઉત્તમ પુરુષોની કીર્તિને સાંભળવા માટે અભિમુખ કરે છે. તીર્થકરો, ગણધરો, સુવિહિત સાધુઓ કઈ રીતે સન્માર્ગનું સ્થાપન કરીને અનેક જીવોના હિતનું કારણ બન્યા અને પોતાના આત્માનું પણ કલ્યાણ કર્યું તેનું વર્ણન કરતાં તેઓનાં ઉત્તમ ચરિત્રોને શ્રવણ કરીને પ્રમોદભાવના કરનાર મહાત્મા પોતાના આત્માને અત્યંત ભાવિત કરે છે, જેથી જીભની જેમ કાન પણ ગુણવિકાસનું અને નિર્જરાની પ્રાપ્તિ દ્વારા કલ્યાણની પ્રાપ્તિનું કારણ બને છે. વળી, મહાત્મા વિચારે છે કે મારાં બે ચક્ષુ પણ ઉત્તમ પુરુષોની પ્રૌઢ લક્ષ્મીને જોઈને તેઓના તે ગુણો પ્રત્યે શીધ્ર રુચિવાળાં થાઓ. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા ચક્ષુને ઉત્તમ પુરુષોના ગુણસમુદાયરૂપ પ્રૌઢ લક્ષ્મીને જોવા માટે અભિમુખ કરે છે. જેથી ચક્ષુ પણ નિરર્થક પદાર્થોને જોઈને વિકારોને પ્રાપ્ત ન કરે પરંતુ ગુણવૃદ્ધિનું જ કારણ બને. આ પ્રકારે તે મહાત્મા અંતરંગ રીતે પ્રમોદભાવના દ્વારા ગુણવૃદ્ધિને અનુકૂળ વ્યાપારવાળા થાય છે. આથી જ પ્રમોદભાવનાની વૃદ્ધિના અર્થી ઉત્તમ સંયમ પાળીને દેવલોકમાં ગયેલા દેવો પણ તીર્થકર આદિનાં ઉત્તમ ચરિત્રોનાં નાટકો જુએ છે જેનાથી ઉત્તમપુરુષોના ગુણ પ્રત્યેનો રાગ વૃદ્ધિ પામે છે. આ પ્રકારે જીભ, કાન અને ચક્ષુને સન્માર્ગમાં પ્રવર્તાવવાથી ગુણો પ્રત્યેના પક્ષપાતરૂપ પ્રમોદભાવના સ્થિરપણાને પામે છે. IIકા શ્લોક - प्रमोदमासाद्य गुणैः परेषां, येषां मतिर्मज्जति साम्यसिन्धौ ।
देदीप्यते तेषु मनःप्रसादो गुणास्तथैते विशदीभवन्ति ।।७।। શ્લોકાર્ચ - પરના ગુણોથી પ્રમોદને પ્રાપ્ત કરીને જેઓની મતિ સામ્યરૂપી નદીમાં મજ્જન કરે છે, તેઓમાં પના