________________
૧૮૬
શાંતસુધારસ વિભાવન કર. શું વિભાવન કર ? તેથી કહે છે જે મહાત્માઓએ પોતાના સુકૃતના સેવનથી પ્રાપ્ત કર્યા છે શ્રેષ્ઠ ગુણો એવા પરના વિષયમાં વર્તતા ગુણોને જોઈને તું પરિતોષનું વિભાવન કર અને બીજાના ગુણોને જોઈને મત્સરદોષનો પરિહાર કર. આશય એ છે કે જે મહાત્મા તીર્થંકર આદિના ગુણોનું સ્મરણ કરીને તેઓના ગુણો પ્રત્યે પ્રમોદ થાય એ પ્રકારે ભાવના કરે છે આમ છતાં પોતાની સાથે વસતા અન્ય ગુણવાન પુરુષો લોકોમાં વિશેષ પૂજાતા હોય તો તેમને જોઈને ગુણસંપન્ન આત્માઓને પણ અનાદિના સ્વભાવને કારણે મત્સરદોષ થાય છે. બ્રાહ્મી સુંદરીના જીવોએ પૂર્વભવમાં ઉત્તમ ચારિત્ર પાળીને સર્વાર્થસિદ્ધિની પ્રાપ્તિ કરેલી છતાં નિમિત્તને પામીને તેમણે ભારત-બાહુબલીના પૂર્વભવના જીવોના ગુણની પ્રશંસા સાંભળીને ક્ષણભર અલ્પ મત્સર થયો. જેથી સ્ત્રીભવની પ્રાપ્તિ થઈ. તેથી અત્યંત નિર્મળ બુદ્ધિપૂર્વક અન્ય જીવોનાં ઉત્તમ કૃત્યોને જોઈને તેઓની લોકમાં થતી પ્રશંસા સાંભળીને લેશ પણ મત્સરદોષ ન થાય એ પ્રકારે યત્ન કર; કેમ કે ગુણ પ્રત્યેનો અલ્પ પણ મત્સરભાવ મહાઅનર્થનું કારણ છે. વળી, પોતાના ગુણ પ્રત્યેના પરિતોષને સ્થિર કરવા અર્થે મહાત્મા ફરી પોતાના આત્માને સંબોધીને કહે છે કે હે આત્મા ! તું ગુણપરિતોષનું ભાવન કર કે જેથી પરના ગુણનું અવલંબન લઈને ગુણવૃદ્ધિને અનુકૂળ જ આત્માનો વ્યાપાર સદા પ્રવર્તે. IIII.
બ્લોક :
दिष्ट्यायं वितरति बहुदानं, वरमयमिह लभते बहुमानम् ।
किमिति न विमृशसि परपरभागं, यद्विभजसि तत्सुकृतविभागम् ।।विनय० २।। શ્લોકાર્ચ -
દિષ્ટિથી=પૂર્વના પુણ્યના પસાયથી, કોઈ પુરુષ બહુદાન કરે છે. તે પુરુષ અહીં=જગતમાં, બહુમાનને પ્રાપ્ત કરે છે તે સારું છે એ પ્રમાણે કેમ વિચારતો નથી. જેનાથી તેના સુકૃતના વિભાગરૂપ પ્રકૃષ્ટભાગને તું પ્રાપ્ત કરે. ||રા ભાવાર્થ :
જે મહાત્માઓ સૂક્ષ્મબુદ્ધિથી આત્માનું અવલોકન કરે છે તેઓને પોતાનામાં વર્તતાં તે તે નિમિત્તોને પામીને થતા ભાવો દેખાય છે. તેથી વિચારે છે કે કોઈ મહાત્મા જિનવચનાનુસાર વિવેકપૂર્વક બહુદાન આપતા હોય તો તે તેમના ઉત્તમભાગ્યના કૃત્ય સ્વરૂપ છે અને તેના કારણે આવા મહાત્માઓ જગતમાં બહુમાન પામતા હોય છતાં તે જોઈને પોતાના અસહિષ્ણુ સ્વભાવના નિમિતે ક્યારેક ઇર્ષા થવાનો પ્રસંગ પોતાને પ્રાપ્ત થાય છે અને જો પોતાનો તે પ્રકારનો સ્વભાવ હોય તો તેને દૂર કરવો અતિદુષ્કર હોય છે તેથી પોતાના તે પ્રકારના સ્વભાવનું અવલોકન કરીને પોતાના આત્માને સંબોધીને મહાત્મા કહે છે – આવાં ઉત્તમ કૃત્યો કરનારા જીવોને જગતમાં માન મળે તે ઉચિત જ છે એવું તું કેમ વિચારતો નથી ? અને તેને પ્રાપ્ત થતા બહુમાનને જોઈને ઇર્ષ્યા કેમ કરે છે? વસ્તુતઃ તેવા જીવોને પ્રાપ્ત થતા બહુમાનને જોઈને