________________
૧૮૫
૧૪. પ્રમોદભાવના-ગીત | શ્લોક-૧ ગુણોને જોનારા મહાત્માઓમાં, મનનો પ્રસાદ દેદીપ્યમાન થાય છે અને આ પરના અનુમોદન કરાયેલા ગુણો, વિશદ થાય છે=પોતાનામાં અધિક અધિક પ્રગટ થાય છે. પછી ભાવાર્થ
પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે જે મહાત્માઓ પરના ગુણોથી પ્રમોદભાવને પ્રાપ્ત કરે છે અર્થાત્ તે ગુણોના સૂક્ષ્મ-સૂક્ષ્મતર પરમાર્થનું અવલોકન કરીને તે ગુણો પ્રત્યે પ્રીતિ વિશેષ ઉલ્લસિત થાય તે પ્રકારે અંતરંગ વ્યાપાર કરે છે તેઓની પરના ગુણોથી વાસિત થયેલી નિર્મળ મતિ સમભાવના પરિણામમાં મગ્ન થાય છે; કેમ કે ભગવાને બતાવેલો મોક્ષમાર્ગ આદ્યભૂમિકાના સમભાવથી માંડીને વીતરાગતા સુધીના પરાકાષ્ઠાના સમભાવને વહન કરનારો છે અને તે સમભાવની નિષ્પત્તિ અને વૃદ્ધિ માટે જ મહાત્માઓ સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરતા હોય છે. જેઓનું ચિત્ત મહાત્માઓના તેવા ગુણોથી જે જે અંશથી ભાવિત થાય છે તે તે અંશથી તેઓમાં અવશ્ય સામ્યભાવ પ્રગટ થાય છે અને જેઓમાં જે અંશથી સામ્યભાવ આવિર્ભાવ પામે છે તે અંશથી તેઓનું મન પ્રસન્નતાને અનુભવતું શોભાયમાન બને છે. જેમ જેમ પ્રમોદભાવના કરનાર મહાત્માનું મન ગુણોથી પ્રસન્નતાવાળું બને છે તેમ તેમ તે મહાત્મામાં અનુમોદનાના વિષયભૂત ગુણો વિશદ બને છે અર્થાત્ પૂર્વમાં તે ગુણો પ્રત્યે સામાન્ય રાગ પ્રવર્તતો હતો તે રાગ અતિશય અતિશયતર થવાથી તે મહાત્માને તે ગુણોની પ્રાપ્તિ અધિક-અધિક થાય છે. તેથી સૂક્ષ્મબુદ્ધિપૂર્વક ગુણસંપન્ન એવા તીર્થંકર આદિ ઉત્તમપુરુષોના ગુણોનું અવલોકન કરીને તેઓના ગુણો પ્રત્યે પ્રમોદભાવ વૃદ્ધિ પામે તે પ્રકારે યત્ન કરવો જોઈએ જેથી પોતાનામાં પણ તે તે ગુણો શીધ્ર પ્રાપ્ત થાય. lણા
૧૪. પ્રમોદભાવના-ગીત)
શ્લોક :• विनय विभावय गुणपरितोषं विनय विभावय गुणपरितोषम् ।
निजसुकृताप्तवरेषु परेषु परिहर दूरं मत्सरदोषम् ।।विनय० १।। શ્લોકાર્ચ -
હે વિનય ! હે કર્મના નાશના અર્થી જીવ ! પોતાના સુકૃતથી પ્રાપ્ત કર્યું છે શ્રેષ્ઠપણે જેમણે એવા પરના વિષયમાં તું ગુણપરિતોષનું વિભાવન કર, મત્સરદોષનો પરિહાર કર. હે વિનય!તું ગુણપરિતોષનું વિભાવન કર. III ભાવાર્થ:
પ્રમોદભાવનાને સ્થિર કરવા અર્થે મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે કે કર્મના વિનયના અર્થી એવા હે આત્મન ! તું ગુણ પ્રત્યે પરિતોષ થાય=બીજાના ગુણોને જોઈને આત્મામાં પ્રીતિ થાય, તે પ્રકારે