________________
૧૪. પ્રમોદભાવના-ગીત | શ્લોક-૨-૩-૪
૧૮૭ તું હર્ષ કરીશ તો તેઓના સુકૃતમાં તને પણ શ્રેષ્ઠભાગ મળશે; કેમ કે તે મહાત્માઓ તે કૃત્ય સેવીને જેમ ઉત્તમભાવો કરે છે તેમ તેઓનાં ઉત્તમ કૃત્યોને જોઈને જો તું હર્ષ કરીશ તો તે ઉત્તમ કૃત્યને જોવાથી થયેલા શુભભાવને અનુરૂપ ફળ તને પણ મળશે. આ પ્રકારે આત્માને ઉત્સાહિત કરીને અનાદિના સંસ્કાર અનુસાર થતા મત્સરદોષને દૂર કરવા અર્થે મહાત્મા ઉદ્યમ કરે છે. શા શ્લોક :
येषां मन इह विगतविकारं, ये विदधति भुवि जगदुपकारम् ।
तेषां वयमुचिताचरितानां नाम जपामो वारंवारम् ।।विनय० ३।। શ્લોકાર્ચ -
જેઓનું મન અહીં સંસારમાં, વિકાર વગરનું છે, જગતમાં જેઓ જગતના જીવો ઉપર ઉપકાર કરે છે એવા ઉચિત આચારવાળા તેઓનું નામ અમે વારંવાર જપીએ છીએ. ll3II ભાવાર્થ :
મહાત્મા પોતાના પ્રમોદભાવને અત્યંત સ્થિર કરવા અર્થે વિચારે છે કે સંસારમાં નિમિત્તો અનુસાર જેઓનું મન વિકારને પામતું નથી તેઓ જ સતત ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ કરી રહ્યા છે માટે ગુણસંપન્ન છે. વળી જેઓ અતિવિવેક-સંપન્ન હોવાથી જગતના જીવો ઉપર ઉપકાર કરીને લોકોને તત્ત્વનો બોધ કરાવે છે તેવા મહાત્માઓ ગુણના નિધાન છે અને તેવી ઉચિત આચરણ કરનારા મહાત્માઓને સ્મૃતિમાં લાવીને અમે વારંવાર તેઓનું નામ જપીએ છીએ. જેથી તેવા ગુણવાન પુરુષો પ્રત્યેના પક્ષપાતની વૃદ્ધિ થાય અને જેના કારણે આત્મામાં ગુણના પક્ષપાતરૂપ પ્રમોદભાવ સ્થિરભાવને પામે. III શ્લોક :
अहह तितिक्षागुणमसमानं, पश्यत भगवति मुक्तिनिदानम् ।
येन रुषा सह लसदभिमानं, झटिति विघटते कर्मवितानम् ।।विनय० ४।। શ્લોકાર્ચ -
અહe=આશ્ચર્ય છે કે મુક્તિના કારણ રૂપ અસમાન એવા ભગવાનના તિતિક્ષાગુણને તું જો. જેનાથી=જે તિતિક્ષાણથી, વૃદ્ધિ પામતા અભિમાનવાળો કર્મનો વિસ્તાર રોષ સહિત શીઘ વિઘટન પામે છે. II૪l. ભાવાર્થ :
આત્માને પ્રમોદભાવનાથી ભાવિત કરવા અર્થે મહાત્મા આત્માને સંબોધીને કહે છે – તીર્થકરમાં અસાધારણ તિતિક્ષાગુણ વર્તતો હોય છે. કોઈપણ નિમિત્તને પામીને લેશ પણ દ્વેષ કે અરતિનો પરિણામ ન