________________
૧૮૨
ભાવાર્થ:
શુદ્ધધર્મના પક્ષપાતી, પ્રમોદભાવનાના અર્થ, મહાત્મા ભાવન કરે છે કે જે શ્રાવકો સંસારના સ્વરૂપને જાણનારા છે અને સંસારથી પર મુક્ત અવસ્થાના અત્યંત અર્થી છે, મુક્ત અવસ્થાનો એક ઉપાય વીતરાગતા જ છે તેથી વીતરાગ થવા માટે સર્વવિરતિની શક્તિના સંચયના અત્યંત અર્થી છે તેવા શ્રાવકો પોતાની ચિત્તની ભૂમિકાનું અવલોકન કરીને પોતાની ભૂમિકા અનુસાર દાન, શીલ, તપધર્મને સેવે છે. જેના બળથી સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે અને પ્રસંગે-પ્રસંગે બાર ભાવનાથી આત્માને અત્યંત વાસિત કરે છે જેથી સંસારના સંગના પરિણામથી વિમુખ થઈને સર્વવિરતિને અનુકૂળ શક્તિનો અત્યંત સંચય થાય તેવું વીર્ય ઉલ્લસિત થાય છે. વળી, તે શ્રાવક પ્રતિદિન નવું-નવું શ્રુત ભણીને, ભગવાનના વચનના સૂક્ષ્મ રહસ્યને જાણીને, સ્થિર શ્રદ્ધાવાળા થયેલા દાન-શીલ-તપ-ભાવરૂપ ચાર પ્રકારનો ધર્મ સતત આરાધે છે તેઓ ધન્ય છે. આ પ્રકારે ભાવન કરીને મહાત્માઓ જિનવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ પ્રત્યે દૃઢ પક્ષપાતવાળા બને છે જેથી તેઓમાં પ્રમોદભાવના અત્યંત સ્થિર થાય છે.
શાંતસુધારસ
વળી, તેઓ વિચારે છે કે શ્રુત-અધ્યયનથી વિશદ બુદ્ધિવાળી સાધ્વીઓ અને શ્રાવિકાઓ જેઓ શીલનું સમ્યક્ પાલન કરીને પોતાનું આત્મહિત સાધી રહી છે તેઓ પણ ધન્ય છે. આ રીતે પ્રમોદભાવના કરનાર મહાત્મા ગુણવાન પ્રત્યેના અહોભાવવાળા બને છે તેથી મુક્તગર્વવાળા થાય છે; કેમ કે ગુણવાન પ્રત્યે સમર્પણભાવથી જ માનકષાય ક્ષીણ-ક્ષીણતર થાય છે. વળી ગુણોના પક્ષપાતને કરનારા ભાગ્યશાળી એવા તે મહાત્માઓ તીર્થંક૨થી માંડીને અત્યારસુધી વર્ણન કર્યું તે સર્વ જીવોની પ્રતિદિવસ અનેક વખત સ્તુતિ કરે છે, જેથી પોતાના ચિત્તમાં ગુણોનો રાગ સતત વૃદ્ધિ પામે છે. ગુણનો રાગ જ ગુણવૃદ્ધિ દ્વારા વીતરાગતાનું કારણ છે માટે પ્રમોદભાવનાના અર્થીએ દરેક જીવોના જિનવચનાનુસાર ઉચિત ગુણોનું સ્મરણ કરીને વારંવાર તેમની સ્તુતિ કરવી જોઈએ અને શક્તિ અનુસાર ગુણના સંચયમાં ઉદ્યમ કરવો જોઈએ. III અવતરણિકા :
વળી, મહાત્મા મિથ્યાદૅષ્ટિ જીવોમાં પણ મોક્ષમાર્ગને અનુકૂળ, જિનવચનાનુસાર જે ગુણો છે તેનું સ્મરણ કરીને તેની અનુમોદના કરે છે
શ્લોક ઃ
=
मिथ्यादृशामप्युपकारसारं, संतोषसत्यादिगुणप्रसारम् । वदान्यतावैनयिकप्रकारं, मार्गानुसारीत्यनुमोदयामः ।।५।।
શ્લોકાર્થ :
મિથ્યાર્દષ્ટિઓના પણ ઉપકારસાર=પરોપકાર પ્રધાન, સંતોષ, સત્યાદિ ગુણોનો પ્રસાર, વદાન્યતા=ઉદાર પ્રકૃતિ, અને વૈનયિક પ્રકાર, માર્ગાનુસારી છે તેની અમે અનુમોદના કરીએ છીએ. IIII