________________
૧૮૦.
શાંતસુધારસ વિચારે છે કે કર્મોના નાશને કારણે ભગવાને જીવની પૂર્ણ સુંદર અવસ્થા પ્રાપ્ત કરી છે અને આજ ઉત્તમ અવસ્થા પ્રત્યેનો રાગભાવ અતિશય કરવા અર્થે સતત તેના જ ગુણગાન કરવા જોઈએ જેથી પૂર્વના પુણ્યના ઉદયથી પોતાને પ્રાપ્ત થયેલાં આઠેય ઉચ્ચારણ-સ્થાનો પવિત્ર બને; કેમ કે ઉત્તમપુરુષોના ગુણગાનમાં જ પોતાની વચનશક્તિનું સાફલ્ય છે.
વળી, મહાત્મા વિચારે છે કે ભગવાનના ગુણગાનના રસને જાણનાર જીવોની જિલ્વેન્દ્રિય ધન્ય છે તેમ હું માનું છું. જેઓને ભૂતકાળમાં તેવા પ્રકારના પુણ્યથી જીભ મળેલી છે છતાં મુખપણામાં તેઓની જીભ મગ્ન છે અને નિરર્થક લોકોની કથા કરી રહ્યા છે તેઓ અજ્ઞ જીવો છે; કેમ કે પૂર્વના પુણ્યથી પ્રાપ્ત થયેલી જિલ્વેન્દ્રિય નિરર્થક વચનપ્રયોગો કરીને કર્મ બાંધવામાં જ વ્યાપારવાળી છે.
આ રીતે ભાવન કરીને મહાત્મા ભગવાનના ગુણગાન કરવા પ્રત્યેનો પોતાનો દઢ રાગ અતિશયિત કરે છે. જેથી પ્રમોદભાવના તે રીતે પરિણમન પામે કે જેથી સુખપૂર્વક ગુણવૃદ્ધિને અનુકૂળ પોતાને મહાબળ પ્રાપ્ત થાય, પોતે શ્રેષ્ઠ પુણ્ય બાંધીને અને આત્મામાં ગુણ પ્રત્યેના પક્ષપાતના સંસ્કારો આધાન કરીને તીર્થકરોની જેમ પોતે પણ અલ્પકાળમાં સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે.રા શ્લોક - निर्ग्रन्थास्तेऽपि धन्या गिरिगहनगुहागह्वरान्तर्निविष्टा, धर्मध्यानावधानाः समरससुहिताः पक्षमासोपवासाः । येऽन्येऽपि ज्ञानवन्तः श्रुतविततधियो दत्तधर्मोपदेशाः,
शान्ता दान्ता जिताक्षा जगति जिनपतेः शासनं भासयन्ति ।।३।। શ્લોકાર્થ :
નિગ્રંથો તે પણ ધન્ય છે જેઓ પર્વતોની ગહન ગુફાના અંતરાલમાં નિર્વિષ્ટ છે, ધર્મધ્યાનમાં સ્થિરચિતવાળા છે, સમરસમાં સુહિત છે=સમરસના અનુભવ દ્વારા સુંદર હિત કરનારા છે, પખવાડિયા અને મહિનાના ઉપવાસને કરનારા છે. વળી, જે અન્ય પણ જ્ઞાનવાળા, શ્રતની વિસ્તાર બુદ્ધિવાળા, આપ્યો છે ધર્મનો ઉપદેશ જેમણે એવા શાંત, દાન, જિતેલી ઈન્દ્રિયોવાળા જગતમાં ભગવાનના શાસનને ઉભાસન કરે છે તેઓ પણ ધન્ય છે. III ભાવાર્થ :
શ્લોક-૧ અને શ્લોક-રમાં સર્વોત્તમ પુરુષ એવા તીર્થંકરના ગુણોનું સ્મરણ કરીને તેઓના ગુણોની અનુમોદના કરીને મહાત્માએ પ્રમોદભાવનાથી આત્માને ભાવિત કર્યો. હવે જેઓ તીર્થકર થયા નથી પરંતુ મહાસત્ત્વથી સંસારના ઉચ્છેદ માટે યત્ન કરનારા છે તેવા જિનકલ્પી આદિ ઋષિઓના સ્વરૂપને ઉપસ્થિત કરીને તેઓના ગુણોની અનુમોદના કરે છે જેથી ગુણના પક્ષપાતરૂપ પ્રમોદભાવના અતિશયિત થાય. તે