________________
૧૪. પ્રમોદભાવના | શ્લોક-૧-૨
૧૭૯ સાધનાકાળમાં ક્ષપકશેણીના પથ પર ગમન કરીને જેઓએ કર્મનો ઉપરાગ ક્ષીણ કરી નાંખ્યો છે અર્થાત્ અત્યારસુધી પોતાના આત્મા ઉપર જે ઘાતિકર્મનો પ્રભાવ વર્તતો હતો તેનો જેમણે નાશ કર્યો છે તેવા સમર્થ પુરુષ છે. વળી, ભગવાને સાધનાકાળમાં પૂર્ણ ખીલેલા ચંદ્ર જેવા નિર્મળધ્યાનને આત્મશુદ્ધિથી અધ્યારોહણ કર્યું છે અર્થાત્ સંયમકાળમાં સતત સર્વવિકલ્પોથી પર એવા નિર્મળ કોટિના શુદ્ધ આત્માના ધ્યાનની ધારાને આત્માના પરાક્રમ દ્વારા અધ્યારોહણ કર્યું છે તેવા ઉત્તમપુરુષ છે. વળી, ભૂતકાળમાં ઘણાં સુકૃતો સેવીને તીર્થંકર નામકર્મની લક્ષ્મીને પામેલા છે. ભગવાન કેવલજ્ઞાન પામે છે ત્યારે અપાયાપગમઅતિશય આદિ ચાર અતિશયોથી શોભી રહ્યા છે અને મુક્તિના કિનારાને પામેલા છે; કેમ કે ઘાતિકર્મોનો ક્ષય કરેલો હોવાથી અને અઘાતિકર્મો દગ્ધ રજ્જુ જેવા થયેલા હોવાથી ભવની પરંપરા ચલાવવા માટે અસમર્થ છે તેથી અલ્પકાળમાં યોગ-નિરોધ કરીને મોક્ષને પામવાના છે તેવા તે વીતરાગ ધન્ય છે. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા વિતરાગનું જન્મથી માંડીને મોક્ષપ્રાપ્તિ સુધીના કાળનું મહાસત્ત્વ સ્મૃતિમાં લાવી તેઓ પ્રત્યેના પૂજ્યભાવને અતિશયિત કરે છે અને તેઓના તેવા ઉત્તમભાવ પ્રત્યે હૈયાથી પ્રમુદિત થઈને જાણે તીર્થકરતુલ્ય થવા યત્ન ન કરતા હોય તે પ્રકારે પ્રમોદભાવનાથી આત્માને વાસિત કરે છે. આવા શ્લોક :तेषां कर्मक्षयोत्थैरतनुगुणगणैर्निर्मलात्मस्वभावै
यं गायं पुनीमः स्तवनपरिणतैरष्टवर्णास्पदानि । धन्यां मन्ये रसज्ञां जगति भगवतः स्तोत्रवाणीरसज्ञा
मज्ञां मन्ये तदन्यां वितथजनकथाकार्यमौखर्यमग्नाम् ।।२।। શ્લોકાર્થ :
તેઓના પ્રથમ શ્લોકમાં વર્ણન કરાયેલા તીર્થકરોના, કર્મક્ષયથી ઉત્પન્ન થયેલા વિશાળ ગુલના સમુદાયવાળા સ્તવન પરિણત એવા નિર્મલ આત્મસ્વભાવ વડે ગાઈ-ગાઈને આઠ વર્ણનાં સ્થાનોને હું પવિત્ર કરું છું. ભગવાનના સ્તોત્રની વાણીના રસને જાણનાર એવી રસનાને જગતમાં હું ધન્ય માનું છું. તેનાથી અન્ય એવી કાર્યના મૌખર્યમાં મગ્ન વિતથ જનકથાને નિરર્થક જનકથાને, હું અજ્ઞ માનું છું-અજ્ઞાનનો વિલાસ માનું છું. llll ભાવાર્થ :
પ્રમોદભાવનાના અર્થી મહાત્માએ પ્રથમ શ્લોકમાં વીતરાગના જન્મથી માંડીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધીના સ્વરૂપને સ્મૃતિમાં લાવીને તેમની પ્રશંસા કરી. હવે તે ભાવને જ અતિશયિત-અતિશયિત કરવા અર્થે ભાવન કરે છે કે કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલા ઘણા ગુણવાળા મારા સ્તવનના પરિણામથી પરિણત એવા ભગવાનના નિર્મળ આત્મસ્વભાવોથી ફરી-ફરી તેઓના ગુણગાનને કરીને મારાં આઠ વર્ણસ્થાનોને હું પવિત્ર કરું છું. આ પ્રકારે ભાવન કરીને ભગવાનની સિદ્ધ અવસ્થાને મહાત્મા સ્મૃતિમાં લાવે છે અને