________________
૧૪. પ્રમોદભાવના | શ્લોક-૩-૪
૧૮૧
ભાવના અર્થે મહાત્મા વિચારે છે કે જે ઋષિઓ શાસ્ત્ર-અધ્યયન કરીને મૃતથી સંપન્ન થયા છે અને આત્માને અસંગભાવથી અત્યંત વાસિત કરવા માટે પર્વતોની ગહનગુફામાં જઈને સ્વશક્તિ અનુસાર વિશિષ્ટ આસનમાં બેસેલા છે, ધર્મધ્યાનમાં સ્થિર માનસવાળા છે અને ધર્મધ્યાનની વૃદ્ધિ દ્વારા સમભાવના કંડકોની વૃદ્ધિ કરે છે અને તેના દ્વારા આત્માના સહિતને સાધી રહ્યા છે સુંદર રીતે સાધી રહ્યા છે અને દેહ પ્રત્યે મમત્વ વગરના હોવાથી શક્તિ અનુસાર પક્ષના કે મહિનાના ઉપવાસ કરનારા છે એવા ઉત્તમ પુરુષોને તે તે ગુણોથી સ્મૃતિમાં લાવીને તેવા નિગ્રંથ મુનિઓ ધન્ય છે અર્થાતુ જેમણે સંપૂર્ણ રાગદ્વેષની પરિણતિ નષ્ટપ્રાયઃ કરી છે એવા નિગ્રંથ મુનિઓ ધન્ય છે. આ રીતે ભાવન કરીને મહાત્મા આત્માને પ્રમોદભાવનાથી વાસિત કરે છે. વળી, વિચારે છે કે અન્ય પણ સુસાધુઓ જે ભગવાનના વચનાનુસાર યથાર્થ બોધવાના છે, શ્રુત ભણીને વિસ્તૃત નિર્મળ બુદ્ધિવાળા થયા છે અને જગતના જીવોને સન્માર્ગનો ઉપદેશ આપી રહ્યા છે, પ્રકૃતિથી કષાયો અત્યંત શાંત થયેલ હોવાથી શાંત દેખાય છે. ઇન્દ્રિયોને તે રીતે દમન કરેલી હોવાથી તેઓ દાંત છે. અર્થાત્ સર્વ ઇન્દ્રિયોના વિષયોની ઉત્સુકતા વગરના છે અને ઇન્દ્રિયોને તે રીતે જીતી લીધેલી છે કે તે મહાત્મા પોતાના ચિત્તને જ્યાં પ્રવર્તાવે તેમાં ઇન્દ્રિયો વ્યાઘાત કરતી નથી. પરંતુ તે મહાત્માનું ચિત્ત સહજ રીતે તત્ત્વને સ્પર્શીને આત્મભાવમાં જાય છે અને જેઓ ભગવાનના શાસનની પ્રભાવના કરી રહ્યા છે તેવા સુસાધુઓ ધન્ય છે. આ પ્રકારે મહાત્માઓના ઉત્તમગુણો પ્રત્યેના બહુમાનભાવની વૃદ્ધિ કરીને મહાત્મા પોતાની પ્રમોદભાવનાને સ્થિર કરે છે. જેના કારણે તેવા ઉત્તમગુણોની પ્રાપ્તિમાં બાધક કર્મોનો ક્ષય થાય છે. રા શ્લોક :
दानं शीलं तपो ये विदधति गृहिणो भावनां भावयन्ति, धर्मं धन्याश्चतुर्धा श्रुतसमुपचितश्रद्धयाऽऽराधयन्ति । साध्व्यः श्राद्ध्यश्च धन्याः श्रुतविशदधिया शीलमुद्भावयन्त्यस्तान् सर्वान् मुक्तगर्वाः प्रतिदिनमसकृद् भाग्यभाजः स्तुवन्ति ।।४।। શ્લોકાર્ચ -
વળી, જે ગૃહસ્થો દાન, શીલ, તપધર્મને કરે છે અને બાર પ્રકારની ભાવનાઓથી આત્માને ભાવિત કરે છે અને શ્રુતજ્ઞાનથી સમુપચિત શ્રદ્ધા વડે ચાર પ્રકારના ધર્મને આરાધે છે તેઓ ધન્ય છે. સાધ્વીઓ, શ્રાવિકાઓ કે જેઓ મૃતથી વિશદ બુદ્ધિવાળી છે અને શીલનું ઉભાવન કરનારી છે શીલનું સમ્યફ પાલન કરવાવાળી છે, તેઓ પણ ધન્ય છે. પ્રમોદભાવના કરનાર, મુક્તગર્વવાળા, ભાગ્યશાળી, એવા મહાત્મા પ્રતિદિવસ વારંવાર તે સર્વની=પૂર્વમાં વર્ણન કર્યું એવા તીર્થકર આદિ સર્વની, સ્તુતિ કરે છે. llll.