________________
૧૬૮
શાંતસુધારણા નથી. પરમાર્થને જોનારાને તો જેમ પોતાના વર્તમાનના કુટુંબ પ્રત્યે તેઓના હિતની ચિંતા થાય છે તેથી શક્તિ અનુસાર જે જે જીવોનું જે જે પ્રકારે હિત સંભવે તે પ્રકારે હિત માટે યત્ન કરે છે, તેમ જગતના સર્વે જીવો પ્રત્યે હિતચિંતાનો પરિણામ હૈયામાં સ્કુરણ થાય તેવો યત્ન કરવો જોઈએ અને જ્યાં જે પ્રકારનું હિત સંભવે તે પ્રકારે ઉચિત યત્ન કરવો જોઈએ જેથી ચિત્ત સદા મૈત્રીભાવથી વાસિત રહે. આવા અવતરણિકા :
અત્યારસુધી સર્વ જીવો સાથે મૈત્રીભાવ ભાવન કરવા અર્થે કઈ રીતે મહાત્માઓએ વિચારવું જોઈએ તે સ્પષ્ટ કર્યું છે અને આ પ્રકારે ભાવતથી જયારે ચિત સર્વ જીવો સાથે મૈત્રીભાવનાથી ભાવિત બને છે ત્યારે સર્વ જીવોની કેવા પ્રકારની હિતચિંતા કરવી જોઈએ, જેથી પરિણમન પામેલી મૈત્રીભાવના પારમાર્થિક તત્વને સ્પર્શતારી બને તે બતાવવા અર્થે કહે છે – શ્લોક -
एकेन्द्रियाद्या अपि हन्त जीवाः, पञ्चेन्द्रियत्वाद्यधिगम्य सम्यक् । बोधिं समाराध्य कदा लभन्ते, भूयो भवभ्रान्तिभियां विरामम् ।।७।। શ્લોકાર્થ :
એકેન્દ્રિયાદિ પણ જીવો ખરેખર પંચેન્દ્રિયપણાદિને પામીને સમ્યફ બોધિની આરાધના કરીને ફરી ભવભ્રમણના ભયના વિરામને ક્યારે પામશે ? ક્યારે મોક્ષને પામશે? ના. ભાવાર્થ
મહાત્માને બોધિની પ્રાપ્તિ અને તેના દ્વારા ભવનો ઉચ્છેદ જ હિત દેખાય છે, અન્ય કંઈ હિત દેખાતું નથી. તેથી જગતના જીવો સાથે મૈત્રીભાવનાથી ભાવિત કરેલું પોતાનું અંતઃકરણ કર્યા પછી તે જીવો માટે જે પ્રકારનું હિત પરમાર્થથી પોતાને દેખાય છે તે પ્રકારનું હિત જગતના જીવોને પ્રાપ્ત થાય તેવો નિર્મળ અધ્યવસાય કરવા અર્થે વિચારે છે – સંસારવર્તી જીવો એકેન્દ્રિયભાવથી માંડીને પંચેન્દ્રિયભાવ સુધી વર્તે છે. તે સર્વ જીવો પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું, પામે, ઉત્તમકુળજાતિપણું પામે અને તત્ત્વજિજ્ઞાસા પ્રાપ્ત કરીને ભગવાનના શાસનના પરમાર્થને પ્રાપ્ત કરી તેની સમ્યગુ આરાધના કરીને ભવભ્રમણના ભયનો અંત ક્યારે પ્રાપ્ત કરશે જેથી તે સર્વનું હિત થાય. આ પ્રકારનું ભાવન કરવાથી પોતાને પણ મોક્ષમાર્ગનો અત્યંત પક્ષપાત પ્રગટે છે અને જગતના સર્વ જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય તેવો દૃઢ પરિણામ સ્થિર થાય છે. ' જેથી સર્વ જીવોના પારમાર્થિક કલ્યાણની પ્રાપ્તિનો ઉત્તમ અધ્યવસાય પોતાને પારમાર્થિક કલ્યાણ પ્રાપ્તિને અનુકૂળ ઉત્તમ પુણ્ય બંધાવીને શીધ્ર સંસારના અંતનું કારણ બને છે. તેથી જે મહાત્મા દૃઢ પ્રણિધાનપૂર્વક આ પ્રકારની ઉત્તમભાવનાથી આત્માને વાસિત કરે છે તે અલ્પકાળમાં અવશ્ય સંસારના અંતને પામે છે. તેથી વિવેકી પુરુષે પૂર્વમાં બતાવેલ સર્વદુર્લભ વસ્તુઓ અને તેમાં પણ વિવિદિષા, શાસ્ત્રશ્રવણ અને ધર્મની