________________
૧૬૭
૧૩. મૈત્રીભાવના | શ્લોક-પ-૬ આત્મીયતાથી તેઓની સાથે બંધુભાવ હતો. તેથી જગતમાં કોઈ એવો જીવ નથી જેની સાથે પોતે ભૂતકાળમાં બંધુભાવ ન કર્યો હોય. આ રીતે વિચારીને પોતાનો કોઈ શત્રુ નથી તે પ્રકારે તું ભાવન કર. જેથી સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ સ્થિર થાય અને તે તે નિમિત્તને પામીને કોઈકના તેવા વર્તનથી તેના પ્રત્યે દ્વેષબુદ્ધિ, શત્રુબુદ્ધિ આદિ ભાવો થાય નહીં અને ચિત્ત હંમેશાં પોતાના આત્માના હિતની ચિંતા માટે ઉચિત વિચારણા કરે છે તેમ જગતના જીવ માત્રના હિતની ચિંતાનો પરિણામ તું ધારણ કરી અને જે જીવ પ્રત્યે જે પ્રકારનું હિત તારાથી સંભવે તે પ્રકારે ઉચિત પ્રયત્ન કરે જેથી અન્ય જીવો પ્રત્યે દ્વેષાદિ બુદ્ધિના કારણે થતા ક્લેશોનો પરિહાર થાય. પા અવતરણિકા -
વળી, મૈત્રીભાવને અત્યંત સ્થિર કરવા અર્થે મહાત્મા ભાવન કરે છે – શ્લોક :
सर्वे पितृभ्रातृपितृव्यमातृपुत्राङ्गजास्त्रीभगिनीस्नुषात्वम् ।
जीवाः प्रपन्ना बहुशस्तदेतत्, कुटुंबमेवेति परो न कश्चित् ।।६।। શ્લોકાર્ચ -
સર્વ જીવો પિતૃપણું, ભ્રાતૃપણું, દાદાપણું, માતાપણું, પુત્રપણું, પુત્રીપણું, સ્ત્રીપણું, ભગિનીપણું, પુત્રવધૂપણું, અનેકવાર પામેલા છે. તે કારણથી આ=સર્વ જીવોનો સમૂહ, કુટુંબ જ છે એથી પર કોઈ નથી=પોતાના માટે જગતનો કોઈ જીવ પર નથી. III ભાવાર્થ :
વળી, મહાત્મા શાસ્ત્રવચનથી અને યુક્તિથી સંસારનું સ્વરૂપ અવલોકન કરીને વિચારે છે કે જગતના સજીવો કોઈક ભવમાં પોતાની સાથે પિતાના સંબંધને પામ્યા છે તો કોઈક ભવમાં ભાઈના સંબંધને પામ્યા છે, કોઈક ભવમાં દાદાના સંબંધને પામ્યા છે તો અન્ય કોઈક ભવમાં માતાના સંબંધને પામ્યા છે. કોઈક ભવમાં પુત્રના સંબંધને પામ્યા છે તો કોઈ અન્ય ભવમાં પુત્રીના સંબંધને પામ્યા છે. અન્ય ભવમાં સ્ત્રીના સંબંધને પામ્યા છે તો કોઈક અન્ય ભવમાં ભગિનીના સંબંધને પામ્યા છે તો અન્યભવમાં પુત્રવધૂના સંબંધને પામ્યા છે. એટલું જ નહિ આ સર્વ સંબંધો અનંતકાળમાં એક વાર નહિ પણ અનંતી વાર પ્રાપ્ત થયા છે. તેથી જેમ સંસારી જીવને પોતાના કુટુંબ પ્રત્યે પોતાપણાની બુદ્ધિ વર્તે છે તેમ સર્વ જીવો પોતાનું કુટુંબ જ છે કુટુંબથી પર કોઈ નથી. માટે પોતાના કુટુંબથી ભિન્ન તે તે જીવોનાં તે તે વર્તનો જોઈને શત્રુબુદ્ધિ, લેષબુદ્ધિ, વગેરે કરવી વિવેકી પુરુષને ઉચિત નથી. જેઓની પદાર્થને જોનારી નિર્મળદૃષ્ટિ નથી તેઓ જ વર્તમાનના પોતાના કુટુંબને કુટુંબ તરીકે સ્વીકારીને અન્ય જીવો પર છે તેમ સ્વીકારે છે અને તેના કારણે તેઓ પ્રત્યે ઉપેક્ષાની બુદ્ધિ થાય છે કે શત્રુની બુદ્ધિ થાય છે, પરંતુ તે સર્વેની હિતની ચિંતાનો પરિણામ થતો