________________
૧૩. મૈત્રીભાવના, શ્લોક-૩-૪
૧૬૫ અભિમુખ હોય તો તે પણ મહાત્માની કરુણાનો વિષય બને છે. ત્યારે મહાત્મા વિચારે છે કે વિચિત્ર એવા કર્મના કારણે જ આ જીવો તે પ્રકારના અનુચિત પરિણામ કરે છે, વસ્તુતઃ તે જીવોનો તેમાં દોષ નથી પરંતુ કર્મનો જ દોષ છે.
કેટલાક જીવો ક્લિષ્ટ પ્રકૃતિવાળા હોય છે અને તેવા જીવોની ક્લિષ્ટ પ્રકૃતિ ઉચિત ઉપાયથી સુધરી શકે તેમ જણાય તો મહાત્મા કરુણાથી તેમને સુધારવા યત્ન કરે છે. પરંતુ જેઓ યત્નથી સુધરી શકે તેમ નથી તેવા અયોગ્ય જીવોના અનુચિત વર્તનને જોઈ પોતાના હૈયામાં દ્વેષ ઉત્પન્ન ન થાય માટે મહાત્મા ઉપેક્ષાભાવનાથી આત્માને ભાવિત કરે છે. વળી, જે મહાત્માનું ચિત્ત ઉપેક્ષાભાવનાથી અત્યંત ભાવિત છે તેવા મહાત્માઓની કોઈ નિંદા કરે, પ્રતિકૂળ વર્તન કરે તો તે મહાત્મા વિચારે છે કે વિચિત્ર એવા કર્મના કારણે જ આ જીવો તે પ્રકારના અનુચિત પરિણામો કરે છે. આમ ચિંતવન કરીને તેઓના અનુચિત વર્તનમાં પણ મહાત્મા પોતાના ચિત્તની સ્વસ્થતાને ધારણ કરે છે તે ઉપેક્ષાભાવના છે. ઉપેક્ષાભાવનાનો વિષય સર્વ જીવ નથી, ગુણસંપન્ન જીવો નથી પરંતુ જેઓ યત્નથી સુધરી શકે એમ નથી તેવા જીવો છે. આથી જ પૂર્વમાં ગુણસંપન્ન પણ સાધુ કોઈક નિમિત્તથી અસથ્રહથી દૂષિત મતિવાળા થાય અને પ્રયત્નથી સુધરી શકે તેમ ન જણાય ત્યારે તેવા જીવો પ્રત્યે પણ મહાત્માઓ દ્વેષ કરતા નથી પરંતુ ઉપેક્ષા કરે છે. I3II અવતરણિકા -
મૈત્રીભાવના આત્મામાં કઈ રીતે સ્થિર કરવી જોઈએ તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
सर्वत्र मैत्रीमुपकल्पयात्मन् ! चिन्त्यो जगत्यत्र न कोऽपि शत्रुः । कियदिनस्थायिनि जीवितेऽस्मिन्, किं खिद्यते वैरिधिया परस्मिन् ।।४।। શ્લોકાર્ચ -
આત્મા! તું સર્વ જીવરાશિમાં મિત્રપણાની કલ્પના કર. આ જગતમાં, કોઈપણ બુ છે એ પ્રમાણે ચિંતવન કરવું જોઈએ નહિ. કેમ કોઈનામાં શત્રુપણાનું ચિંતવન કરવું જોઈએ નહિ ? તેથી કહે છે – કેટલાક દિવસ સ્થાયી આ જીવિત હોતે છતે પરમાં વૈરબુદ્ધિથી કેમ ખેદ કરાય છે? Ill ભાવાર્થ -
મહાત્મા પોતાના આત્માને સંબોધીને કહે છે કે તું બધા જીવોમાં મૈત્રીભાવનાની કલ્પના કર; કેમ કે અનાદિકાળથી જીવે મારાતારાની બુદ્ધિ કરી અનેક પ્રકારના જીવો સાથે શત્રુપણાની બુદ્ધિથી આત્માને વાસિત કર્યો છે અને તે સંસ્કારને કારણે વર્તમાનમાં પણ જે જે જીવો સાથે વસવાથી ઘણા પ્રકારના ઉપદ્રવોની પ્રાપ્તિ થાય છે તેને આશ્રયીને તે તે જીવો પ્રત્યે શત્રુબુદ્ધિ થાય તેવા સંસ્કારો જાગ્રત થાય છે. જેમ