________________
૧૩. મૈત્રીભાવના-ગીત | શ્લોક-૬-૭
ભાવાર્થ:
મહાત્માએ સર્વ જીવોના મૈત્રીભાવને સ્થિર કરવા અર્થે અને તેઓની પારમાર્થિક હિતચિતાને પ્રગટ ક૨વા અર્થે પૂર્વશ્લોકમાં ભાવન કર્યું કે સર્વ જીવો મોક્ષમાં જવાના પરિણામવાળા થાઓ. હવે તે જ ભાવને અત્યંત સ્થિર કરવા અર્થે મહાત્મા વિચારે છે કે મોહની અનાકુળતા રૂપ સમતાના પરિણામમાં જગતનાં સર્વ સુખો કરતાં અતિશિયત સુખ છે. આ સમતાના સુખનું બિંદુ માત્ર પણ જો સંસારીજીવોને એક વખત પણ હૈયાને સ્પર્શે તે રીતે પ્રાપ્ત થાય તો તે જીવોને અન્ય સર્વ સુખો કરતાં અતિશયિત એવા સમતાના સુખ પ્રત્યેનો સહજ તેવા પ્રકારનો રાગ થાય. સમતાનો રાગ થાય પછી જીવો અન્ય સર્વ સુખોને છોડીને સદા સમતાના સુખ' પ્રત્યે જ રાગને વહન કરનારા બને છે. તેથી જો સંસારીજીવોને ભગવાનના વચનના પરમાર્થનો બોધ થાય અને તેઓને જ્ઞાન થાય કે ભગવાનનું વચન વર્તમાનમાં પણ સુખની પ્રાપ્તિ અર્થે છે અને ૫૨લોકમાં પણ સુખની પરંપરાને પ્રાપ્ત કરાવીને અંતે પૂર્ણ સુખમય મોક્ષને પ્રાપ્ત કરાવના૨ છે અને મોક્ષના સુખના એક અંશરૂપ જ સમતાના સુખનું આસ્વાદન છે જેને પામીને સંસારીજીવો સ્વતઃ જ સદા મોક્ષ અર્થે ઉદ્યમવાળા બનં. આ પ્રકારે ભાવના કરીને મહાત્મા પોતાનો સમતા પ્રત્યેનો રાગ અતિશયિત કરે છે. જગતના જીવોની પારમાર્થિક હિતચિંતા થાય તેવું નિર્મળ ચિત્ત નિષ્પન્ન કરે છે જેના ફળરૂપે તે મહાત્માને ભવપરંપરામાં અવશ્ય અવિચ્છિન્ન સમતાની પ્રાપ્તિ થશે અને સુખપૂર્વક મોક્ષને પામશે. માટે સુખના અર્થી જીવોએ તે પ્રકારે સર્વ જીવોની હિતચિંતા કરવી જોઈએ કે જેથી તેનાથી થયેલું નિર્મલ ચિત્ત સદા પોતાના હિતની પ્રાપ્તિનું જ કારણ બને. IIII
અવતરણિકા :
વળી, અન્ય જીવોની કેવા પ્રકારની હિતચિંતા મહાત્માએ કરવી જોઈએ જેથી પરહિતચિતારૂપ મૈત્રી સ્થિર ભાવને પામે તે બતાવે છે
શ્લોક ઃ
किमुत कुमतमदमूर्छिता, दुरितेषु पतन्ति ।
जिनवचनानि कथं हहा, न रसादुपयन्ति । । विनय० ७ ।।
૧૭૫
શ્લોકાર્થ ઃ
વળી શું આશ્ચર્ય છે કે કુમતના મદથી મૂર્છિત જીવો દુરિત એવાં પાપોમાં પડે છે. હા, ખેદની વાત છે કે કોઈ રીતે રસથી જિનવચનોને પામતા નથી. 11911
ભાવાર્થ :
સંસારવર્તી કેટલાક જીવો આત્મકલ્યાણ અર્થે ધર્મ કરવા તત્પર થયા છે પરંતુ ધર્મના વિષયમાં પણ મૂઢતાથી વિચારનારા હોવાથી સાર વગરના એવા કુમતોને જ ધર્મરૂપે માને છે. આવા કુમતોને અનુસરનારા