________________
૧૩. મૈત્રીભાવના | શ્લોક-૭-૮
1
૧૬૯
પ્રાપ્તિ આદિ કઈ રીતે દુર્લભ છે તેના મર્મને સ્થિર કરીને તેવા ઉત્તમબોધિને સદા સ્મૃતિમાં રાખીને તેવા બોધિની પ્રાપ્તિ સર્વ જીવોને થાય તેવો નિર્મળ અધ્યવસાય કરવો જોઈએ. II૭II
અવતરણિકા -
વળી, કેવા પ્રકારની સર્વ જીવોની હિતચિંતા કરવી તેનું જ વિશેષ પ્રકારનું સ્વરૂપ બતાવવા અર્થે કહે છે
શ્લોક ઃ
या रागरोषादिरुजो जनानां, शाम्यन्तु वाक्कायमनोगुहस्ताः । सर्वेऽप्युदासीनरसं रसन्तु, सर्वत्र सर्वे सुखिनो भवन्तु ||८||
શ્લોકાર્થ :
જીવોને વાણી, કાય અને મનના દ્રોહને કરનારા જે રાગ-રોષાદિ રોગો છે તે શાંત થાય, સર્વપણ જીવો ઉદાસીન રસનું આસ્વાદન કરો. સર્વત્ર=સર્વસ્થાનોમાં, સર્વ જીવો સુખી થાવ. IIII
ભાવાર્થ:
વળી, મૈત્રીભાવનાથી ભાવિત થયેલા ચિત્તવાળા મહાત્માઓએ જગતના સર્વ જીવોની કયા પ્રકારની હિતચિંતા ક૨વી જોઈએ તેનું સ્મરણ કરીને તે ભાવો પ્રત્યેના તીવ્ર પક્ષપાતપૂર્વક તેવા ઉત્તમભાવો જગતના સર્વ જીવોને પ્રાપ્ત થાય તેવો અભિલાષ કરે છે. તે અભિલાષામાં ત્રણ પ્રકારના ભાવો કરે છે.
(૧) સંસારીજીવોને અંતરંગ ઉપદ્રવ કરનારા રાગ-રોષાદિ રોગો છે તે જીવોની વાણી, કાયા અને મનને દ્રોહ કરનારા છે તેથી સંસારીજીવો રાગાદિથી આકુળ થઈને મન-વચન-કાયાના યોગો પોતાના અહિત માટે પ્રવર્તાવે છે અને તેનાથી જ અનેક પ્રકારનાં કર્મો બાંધીને સંસારચક્રમાં અનેક પ્રકારની કદર્થના પામે છે. સંસારાજીવોમાં વર્તતા મન-વચન-કાયાના દ્રોહને કરનારા એવા રાગાદિ રોગો શાંત થાય તે પ્રકારની ઉત્તમ ભાવના મહાત્મા કરે છે જેથી પોતાને પણ તે રાગાદિ રોગો અત્યંત અહિતકારી છે તેવી બુદ્ધિ સ્થિર થાય છે અને જગતના જીવોના તે અહિતકારી ભાવો શાંત થાય તે પ્રકારના નિર્મળ અધ્યવસાય દ્વારા જગતના જીવોના કલ્યાણની ઉત્તમ ભાવના મહાત્મા પોતાના આત્મામાં સ્થિર કરે છે.
(૨) વળી, મહાત્મા વિચારે છે કે જગતના ભાવો પ્રત્યેનો ઉદાસીનભાવનો રસ એ જ આત્માને શાંતરસના આસ્વાદનને આપનાર છે. પરંતુ સંસારીજીવોનું ચિત્ત જગતના ભાવો પ્રત્યે ઉદાસીન નથી, તેથી અન્ય અન્ય રસોમાં જ આનંદ આવે છે અને તે રસોનો આનંદ લઈને સંસારી જીવો ક્લિષ્ટભાવો કરે છે અને સર્વ પ્રકારની વિડંબનાઓને પ્રાપ્ત કરે છે તેવો સ્પષ્ટ બોધ છે તેવા મહાત્મા નિપુણ પ્રજ્ઞાપૂર્વક ઉદાસીન૨સ પ્રત્યેનો દૃઢ રાગ થાય અને તેવો ઉદાસીનરસ જગતના જીવોને પ્રાપ્ત થાય તેવી ભાવના કરે છે.