________________
૧૭૨
શાંતસુધાસ અવતરણિકા :વળી, મહાત્મા પોતાના આત્માને તત્વથી ભાવિત કરવા અર્થે શું ભાવન કરે છે તે બતાવે છે – શ્લોક - यदि कोपं कुरुते परो, निजकर्मवशेन ।
अपि भवता किं भूयते हृदि रोषवशेन ।।विनय० ३।। શ્લોકાર્ચ -
જો પર પર વ્યક્તિ, પોતાના કર્મના વણથી કોપ કરે છે તો તારા વડે હૃદયમાં રોષવશ કેમ થવાય છે અર્થાત્ તારે હૃદયમાં રોષ કરવો જોઈએ નહીં. ll3II ભાવાર્થ :
મહાત્મા પોતાના આત્માને મૈત્રીભાવનાથી ભાવિત કરીને અન્યના વર્તનના બળથી ચંડ થવાની પોતાની પ્રકૃત્તિને અત્યંત તિરોધાન કરવા અર્થે ઉપયોગપૂર્વક ભાવન કરે છે કે કોઈ જીવ પોતાના કર્મને વશ સકારણ કે નિષ્કારણ પોતાના ઉપર કોપ કરે તો તેના કોપને જોઈને તું હૈયામાં રોષવાળો કેમ થાય છે ? કોઈ જીવ કર્મને પરવશ હોય ત્યારે તેના પ્રત્યે દયા આવવી જોઈએ અને વિચારવું જોઈએ કે હું શું કરું કે જેથી તેનો કોપ શાંત થાય અને તે જીવને અનર્થની પ્રાપ્તિ ન થાય? આ પ્રકારે વિચારીને પોતાના સંયોગો અનુસાર કુપિત જીવ સાથે તે રીતે વર્તન કરવું જોઈએ કે જેથી તે જીવનું પણ હિત થાય અને કદાચ પ્રબળ કર્મવશ તે જીવ પોતાના કોપને શાંત કરવા માટે તત્પર ન થાય તોપણ મહાત્માએ વિચારવું જોઈએ કે વિચિત્ર પ્રકારનાં કર્મો તે આત્માને પોતાના હિતનો પણ વિચાર કરવા દેતાં નથી, માટે તેના કોપની ઉપેક્ષા કરીને આત્માને તે નિમિત્તે લેશ પણ દ્વેષ ન થાય તે પ્રકારે આત્માને અત્યંત ભાવિત કરવો જોઈએ. આ રીતે ભાવન કરવાથી તે તે નિમિત્તોને પામીને ક્યારેય સહસા પણ રોષને વશ પોતાનો આત્મા પોતાના અહિતમાં પ્રયત્ન ન કરે પરંતુ મૈત્રીભાવને અતિશય કરીને કોપ કરનારના હિતની ચિંતા કરે તેવા ઉત્તમ સંસ્કારવાળો બને છે. IBI શ્લોક -
अनुचितमिह कलहं सतां, त्यज समरसमीन !।
भज विवेककलहंसतां, गुणपरिचयपीन ! ।।विनय० ४।। શ્લોકાર્ચ -
અહીં=સંસારમાં, સંતપુરુષોને અનુચિત એવા કલહનો હે સમરસ મીન =સમરસરૂપી સમુદ્રમાં રહેનાર માછલી તુલ્ય હે જીવ! તું ત્યાગ કર. હે ગુણપરિચયપીન ! ગુણનો પરિચય કરવામાં