________________
૧૬૬
શાંત વારસ અનાદિકાળથી જીવે શાતા માટે યત્ન કર્યો છે તેથી વિચારીને કે વિચાર્યા વગર પણ શાતા પ્રત્યેનો રાગભાવ થાય છે અને પ્રયત્ન કરવા છતાં સમભાવ પ્રત્યેનો રાગ મહાત્માઓ પણ પ્રાયઃ ઉલ્લસિત કરી શક્તા નથી. ક્વચિત્ ક્ષણભર મહાત્મા સમભાવ પ્રત્યેનો રાગ કરવા પ્રયત્ન કરે ત્યારે શાતા પ્રત્યેનો રાગ કંઈક અલ્પ થાય છે અને સમભાવ પ્રત્યેનો રાગ ક્ષણભર થાય છે તોપણ મહાત્માને પણ સમભાવ પ્રત્યેનો રાગ સ્થિર કરવો દુષ્કર બને છે. વળી, તે મહાત્મા યત્નપૂર્વક શાતા પ્રત્યેનો રાગ દૂર કરે તોપણ નિમિત્તને પામીને શાતા પ્રત્યેનો રાગ સહજ આવિર્ભાવ થાય છે તેમ સર્વ જીવોમાં મૈત્રીભાવની વિચારણા કરતી વખતે ક્ષણભર મૈત્રીભાવ પ્રત્યેનો રાગ ઉલ્લસિત થાય છે તોપણ જે જે પોતાની સાથે પ્રતિકૂળભાવવાળા છે તે તે જીવો પ્રત્યે શત્રુભાવ સહજ ઉલ્લસિત થાય છે. તેથી કોઈ જીવો પ્રત્યે શત્રુભાવ ઉલ્લસિત ન થઈ શકે તેવા મૈત્રીભાવના દૃઢ સંસ્કારના આધાન અર્થે મહાત્માએ અત્યંત ઉપયોગપૂર્વક મૈત્રીભાવથી આત્માને વાસિત કરવો જોઈએ અને પોતાના ચિત્તના પ્રવાહનું સૂક્ષ્મ અવલોકન કરવું જોઈએ કે પોતાના પ્રત્યે જેઓ શત્રુભાવવાળા છે તેઓ પ્રત્યે મારા ચિત્તમાં મૈત્રીભાવ જીવે છે કે નહિ ? જ્યાં સુધી શત્રુભાવનો અત્યંત નાશ ન થાય ત્યા સુધી વારંવાર સૂક્ષ્મ ઉપયોગપૂર્વક મહાત્માએ મૈત્રીભાવથી આત્માને વાસિત કરવો જોઈએ અને વિચારવું જોઈએ કે કેટલાક દિવસ એવું આ મારું જીવિત છે તેથી પરિમિતકાળના મારા જીવિતમાં બીજા જીવો પ્રત્યે વૈરબુદ્ધિ કરીને ક્લેશના સંતાપને પ્રાપ્ત કરવાથી શું ? આ પ્રકારે પુનઃ પુનઃ ભાવન કરીને કોઈના પણ, કોઈપણ પ્રકારના વર્તનને, આશ્રયીને શત્રુબુદ્ધિ ન થાય પરંતુ તેના હિતના ચિંતવનને અનુકૂળ જ પોતાનું ચિત્ત વર્તે તેવો દઢ યત્ન મહાત્માએ કરવો જોઈએ. જેથી મૈત્રીભાવના સ્થિર પરિણામવાળી બને, અન્યથા મૈત્રીભાવથી આત્માને ભાવિત કરતી વખતે કંઈક શુભઅધ્યવસાય થવા છતાં ચિત્ત હંમેશાં અમૈત્રીભાવનાથી ભાવિત રહે છે અને અમૈત્રીભાવથી ભાવિત થયેલ ચિત્ત ધર્મધ્યાનમાં જવા સમર્થ બનતું નથી માટે કલ્યાણના અર્થીએ સૂક્ષ્મબુદ્ધિથી મૈત્રીભાવનાને સ્થિર કરવા યત્ન કરવો જોઈએ. જો શ્લોક :
सर्वेऽप्यमी बन्धुतयाऽनुभूताः, सहस्रशोऽस्मिन् भवता भवाब्यौ ।
जीवास्ततो बन्धव एव सर्वे, न कोऽपि ते शत्रुरिति प्रतीहि ।।५।। શ્લોકાર્ચ - .
આ ભવરૂપી સમુદ્રમાં સર્વ પણ આ જીવો, તાસ વડે હજારો વખત બંધુપણાથી અનુભવ કરાયા છે તેથી સર્વ પણ જીવો બંધુ જ છે. તારો કોઈપણ શત્રુ નથી તે પ્રમાણે તું જાણ. પII ભાવાર્થ :
વળી, આત્મામાં મૈત્રીભાવ સ્થિર કરવા અર્થે મહાત્મા વિચારે છે કે આ સંસારસમુદ્રમાં પોતાનો આત્મા અનંતકાળથી ભમે છે તેથી જે જીવો અત્યારે પોતાને પ્રતિકૂળ વર્તન કરે છે તેઓ બંધુ નથી તેવી બુદ્ધિ થાય છે. વસ્તુતઃ અનંતકાળમાં તે સર્વ હજારો વખત બંધુપણાથી સાથે જન્મ્યા છે એટલું જ નહિ અત્યંત