________________
૧૨
શાંતાવાસ
૧૩. મૈત્રીભાવના છે શ્લોક :
सद्धर्मध्यानसन्धानहेतवः श्रीजिनेश्वरैः । રિઝમૃતવઃ પ્રાશ્વતારો માવનાર પર: Tiા શ્લોકાર્ચ - સદ્ધર્મના ધ્યાનના સન્ધાનના હેતુ એવી મૈત્રી વગેરે ચાર શ્રેષ્ઠ ભાવના ભગવાને બતાવેલી છે. ૧
ભાવાર્થ :
આત્માને સંસારથી પર અવસ્થામાં જવા માટે ધર્મધ્યાન અને શુક્લધ્યાન બે ધ્યાનો કારણ છે. ધર્મધ્યાનથી કરેલી શક્તિના સંચયવાળા મહાત્માઓ શુક્લધ્યાન કરી શકે છે અને શુક્લધ્યાનની શક્તિના સંચય અર્થે મહાત્માઓ ધર્મધ્યાનમાં પ્રવૃત્તિ કરે છે. વળી, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના નિવારણપૂર્વક ધર્મધ્યાન સંસારના ઉચ્છેદનું કારણ બને છે અને ધર્મધ્યાનના અર્થી મહાત્મા પણ ધર્મધ્યાન કરવા માટે સમર્થ ન થાય ત્યારે ધર્મધ્યાનને અનુકૂળ શક્તિસંચય અર્થે મૈત્રી આદિ ચાર ભાવનાઓ ભગવાને બતાવેલ છે. જે ચાર ભાવનાઓથી નિર્મળ થયેલું ચિત્ત સંસારના ભાવોને સ્પર્શીને થતા આર્તધ્યાનથી અને રૌદ્રધ્યાનથી આત્માનું રક્ષણ કરે છે. જે મહાત્માઓનું ચિત્ત મૈત્રી આદિ ચાર ભાવનાથી અત્યંત વાસિત છે તે મહાત્માઓ સર્વ જીવો સાથે ઉચિત પ્રવૃત્તિ કરીને કોઈ અન્ય જીવના નિમિત્તે કોઈ પ્રકારના ક્લેશને પામતા નથી અર્થાત્ ઉત્તમપુરુષોને પામીને તો કલ્યાણ કરે જ છે પરંતુ મૈત્રી આદિ ભાવનાથી ભાવિત થયેલું ચિત્ત હોવાના કારણે અયોગ્ય જીવને પામીને પણ તે જીવોના હિતની જ વિચારણા તે મહાત્મા કરે છે તેથી કોઈપણ ક્લેશની પ્રાપ્તિ થતી નથી. માટે ભગવાને શ્રેષ્ઠ એવી આ ચાર ભાવનાઓથી આત્માને સદા ભાવિત રાખવા માટે ઉપદેશ આપેલો છે. આવા
અવતરલિકા :
- પૂર્વ શ્લોકમાં કહ્યું કે સધર્મધ્યાનને પ્રગટ કરવાનો હેતુ મૈત્રી આદિ ભાવના છે, તેથી એ ચાર ભાવનાઓ કઈ રીતે ધર્મધ્યાનને પ્રગટ કરે છે તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि नियोजयेत् । धर्मध्यानमुपस्कर्तुं तद्धि तस्य रसायनम् ।।२।।