________________
૧૨. બોધિદુર્લભભાવના-ગીત | શ્લોક-૮
૧૬૧ તું પાન કરીશ તો અનાદિની મોહવાસના સુખપૂર્વક નાશ થશે અને સંસારના પરિભ્રમણનો સુખપૂર્વક અંત આવશે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવોમાં તત્ત્વને જોવાની નિર્મળદૃષ્ટિ પ્રગટી છે તે જીવો સમ્યગુદર્શનરૂપ બોધિરત્નને પામ્યા છે અને તેઓ ઉચિત વિવેકપૂર્વક ગુણવાન ગુરુ પાસેથી શાસ્ત્રોના રહસ્યને વિશેષ વિશેષ જાણવા યત્ન કરે છે અને વિનયપૂર્વક શાસ્ત્રના અધ્યયનને કારણે તેઓને તે શાસ્ત્રવચનો હૈયાને સ્પર્શે તે પ્રકારનો બોધ ઉત્પન્ન કરે છે. તે બોધ આત્મામાં મોહની અનાકુળતા રૂપ શાંતરસ ઉત્પન્ન કરે છે અને તે શાંતરસને પ્રાપ્ત કર્યા પછી જે મહાત્મા તે શાસ્ત્રવચનોનું વારંવાર હૈયાને સ્પર્શે તે રીતે પરાવર્તન કરીને આત્માને તે વચનોથી અત્યંત ભાવિત કરે છે તેમ તેમ તેમના આત્મામાં મોહના વિકારો શાંત થાય છે અને મોહનો ઉન્માદ જેમ જેમ શાંત થાય તેમ તેમ વીતરાગભાવને આસન્નતર એવા શાંતરસનું પાન તે મહાત્માને થાય છે. તેવા અમૃતનું પાન કરવા માટે મહાત્મા પ્રસ્તુત શ્લોકથી પોતાના આત્માને અભિમુખ કરે છે જેથી પ્રમાદ વગર શક્તિ અનુસાર શ્રુતવચનોથી આત્માને ભાવિત કરીને પોતે શાંતરસના પ્રકર્ષને પામે. IIટા
I બારમો પ્રકાશ પૂર્ણ II