________________
૧૨. બોવિદુર્લભભાવના-ગીત | શ્લોક-૬-૭
૧૫૯ માટે શક્તિનું સમાલોચન કરીને સ્વશક્તિ અનુસાર ઉચિત અનુષ્ઠાન લેવું કે જેથી મારામાં ઉત્તરોત્તર ધર્મની વૃદ્ધિ થાય જેના પ્રકર્ષથી હું સુખપૂર્વક આ સંસારસાગરને તરી શકું. આમ છતાં તેવા મહાત્માને પણ અનાદિના અભ્યાસને કારણે બાહ્ય પદાર્થો પ્રત્યેનો રાગ, અશાતા આદિ પ્રત્યેનો દ્વેષ, શાતાનો રાગ, ધર્મ અનુષ્ઠાન માટે કરાતો શ્રમ બાધ કરનાર બને છે. અર્થાતુ ધર્મ અનુષ્ઠાનમાં શ્રમ લાગે છે, આળસ આવે છે, પ્રસંગે નિદ્રાદિ હેરાન કરે છે અને તે સર્વ દોષો ધર્મ અનુષ્ઠાનમાં કરાતા સમ્યક યત્નને હણે છે અને દઢ ઉદ્યમ કરવા માટે બાધ કરે છે. માટે દુર્લભ એવા તત્ત્વની પ્રાપ્તિ પછી પણ યોગમાર્ગને સમ્યક રીતે સેવીને યત્ન કરવામાં અનાદિનો પ્રમાદ જીવને વિન્ન કરનાર બને છે. તેનું સ્મરણ કરીને મહાત્મા પોતાનો શાતા પ્રત્યેનો રાગ, અશાતા પ્રત્યેનો દ્વેષ દૂર કરવા યત્ન કરે છે. ધર્મ માટેનો શ્રમ પરમાર્થથી મહાકલ્યાણનું કારણ છે તેમ વિચારીને તે મહાત્મા ધર્મ કરવા માટે વિજ્ઞભૂત આળસનો પરિહાર કરે છે, ઉચિત આહાર આદિ પ્રવૃત્તિ દ્વારા નિદ્રાદિનો અવરોધ કરે છે અને સદા પારમાર્થિક ધર્મ વિષયક ઉદ્યમ કેમ સફળ થાય તેની ચિંતા કરે છે જેથી યથાર્થ બોધ કર્યા પછી પણ સેવાયેલો ધર્મ પ્રમાદને વશ નિષ્ફળ ન બને. IIકા શ્લોક :
चतुरशीतावहो योनिलक्षेष्वियं, क्व त्वयाऽऽकर्णिता धर्मवार्ता । प्रायशो जगति जनता मिथो विवदते, ऋद्धिरसशातगुरुगौरवार्ताः ।।बुध्यतां० ७।। શ્લોકાર્ચ -
અહો આશ્ચર્ય છે કે ચોર્યાસી લાખ જીવયોનિમાં હે જીવ! તારા વડે આ ધર્મની વાતો-પૂર્વમાં વર્ણન કર્યું છે એ ધર્મની વાતો, ક્યાં સાંભળી છે ? અર્થાત્ ક્યાંય સાંભળી નથી. કેમ સાંભળી નથી તે બ્લોકના ઉત્તરાર્ધથી કહે છે. ઋદ્ધિના મહત્વ ગૌરવથી, રસના મહત્વ ગૌરવથી, શાતાના મક ગૌરવથી, આર્ત થયેલા જીવો જગતમાં પ્રાયઃ પરસ્પર વિચારણા કરે છે. ll ભાવાર્થ -
મહાત્મા આત્મામાં બોધિદુર્લભતાને સ્થિર કરવા અર્થે વિચારે છે કે સંસારમાં જીવોનાં ઉત્પતિસ્થાનો ચોર્યાસી લાખ છે અને તે દરેક સ્થાનોમાં જીવ અનંતકાળથી અનંતીવાર જન્મ લે છે, મરે છે, ફરી ફરી જન્મ લે છે, તોપણ ગ્રંથકારશ્રીએ અત્યારસુધી પૂર્વમાં વર્ણન કર્યું=નિગોદ કરતાં પૃથ્વીકાય આદિ અવસ્થા દુર્લભ છે, તેના કરતાં ત્રસપણું દુર્લભ છે ઇત્યાદિ જે કાંઈ પણ વર્ણન કર્યું, તે સર્વ=તત્ત્વચિંતન કરીને ધર્મ નિષ્પન્ન કરવાની ઉચિત વિચારણા કરી તે સર્વ, હૃદયને સ્પર્શે તે રીતે હે જીવ! તેં ક્યાં સાંભળી છે ? અર્થાત્
ક્યાંય સાંભળી નથી. જો તે વિચારણા પોતાના આત્માએ પૂર્વમાં ક્યાંય કરી હોય તો અવશ્ય દુર્લભ એવા બોધિની પ્રાપ્તિને માટે ઉદ્યમ કરીને સંસારનો અંત કર્યો હોત પણ હજી સુધી પોતાના સંસારનો અંત થયો નથી તે જ બતાવે છે કે હૃદયમાં ધર્મ ઉત્પન્ન થાય તેવી ધર્મની વાતો જીવે અનંતકાળમાં ક્યાંય સાંભળી નથી.