________________
૧પ૭
૧૨. બોધિદુર્લભભાવના-ગીત | શ્લોક-૪-૫ મનુષ્યજન્મને નિષ્ફળ કરે છે. આ પ્રકારે ભાવન કરીને ધર્મતત્ત્વ વિષયક ઉચિત નિર્ણય કરવાને અભિમુખ વિવિદિષાને ઉલ્લસિત કરવા માટે મહાત્મા યત્ન કરે છે અને જે મહાત્મા પ્રસ્તુત શ્લોકના મર્મને સ્પર્શે તે રીતે તેનું ભાવન કરે તો પોતાની શક્તિના પ્રકર્ષથી તત્ત્વને જાણવાની ઉત્કટ ઇચ્છા થાય છે જેથી તે મહાત્મા અવશ્ય સમ્યક્તને પ્રાપ્ત કરી શકે છે. એટલું જ નહિ પણ સમ્યક્ત પ્રાપ્ત કર્યા પછી પણ વિશેષવિશેષ પ્રકારની ધર્મતત્ત્વના વિષયની વિવિદિષાના બળથી ભગવાનના શાસનનાં ઘણાં રહસ્યોને પ્રાપ્ત કરીને સુખપૂર્વક અનર્થકારી એવા સંસારનો ઉચ્છેદ કરી શકે છે. III અવતરણિકા:
વળી, જીવને કોઈક રીતે ધર્મતત્વના વિષયમાં વિવિદિષા થાય તો પણ શ્રવણ આદિ પ્રાપ્ત ન થાય તો પ્રગટ થયેલી વિવિદિષા વિનાશ પણ પામી જાય અને જીવ આત્મહિત સાધી શકે નહિ. તેથી વિવિદિષા પછી શ્રવણગુણની પ્રાપ્તિ અર્થે મહાત્મા ભાવન કરે છે – બ્લોક :
विविदिषायामपि श्रवणमतिदुर्लभं, धर्मशास्त्रस्य गुरुसन्निधाने । वितथविकथादितत्तद्रसावेशतो, विविधविक्षेपमलिनेऽवधाने ।।बुध्यतां० ५।।
શ્લોકાર્ય :
વિવિદિષા પ્રાપ્ત થયે છતે પણ નિરર્થક એવી વિકથા આદિના તે-તે રસના આવેશથી, વિવિધ વિક્ષેપથી, મલિન અવધાન હોતે છતે ઉપયોગ હોતે છતે, ગુરુના સાન્નિધ્યમાં ધર્મશાસ્ત્રનું શ્રવણ અતિ દુર્લભ છે. આપા ભાવાર્થ :
મહાત્મા વિચારે છે કે કોઈક રીતે સંસારના સ્વરૂપનો બોધ થાય તેવા જીવો ધર્મતત્ત્વના જાણવાની ઉત્કટ ઇચ્છાવાળા થાય છે તેથી દુર્લભ એવી વિવિદિષા કોઈક રીતે તેઓને પ્રાપ્ત થઈ છતાં નિરર્થક એવા વિકથા આદિના તે તે રસના આવેશને કારણે ચિત્ત અનેક પ્રકારના વિક્ષેપોથી મલિન બને છે. આશય એ છે કે સંસારના સ્વરૂપને જાણ્યા પછી ધર્મના પરમાર્થને જાણવું જોઈએ તેવી બુદ્ધિ થયા પછી પણ કેટલાક જીવોને કુટુંબની ચિંતા, વ્યાપાર આદિની ચિંતા કે અન્ય કાર્યો કરવાની વૃત્તિ વિષયક તે તે રસના આવેશો ઉત્પન્ન થતા હોય છે અને તે આવેશને વશ તેનું ચિત્ત હંમેશાં તે તે રસના વિક્ષેપથી મલિન વર્તે છે. તેથી ઉચિત ગુરુની ગવેષણા કરીને તેવા મહાત્મા પાસે ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવાની ઇચ્છા થવા છતાં ઉદ્યમ કરી શકતા નથી.
જો કે ધર્મશાસ્ત્રનું શ્રવણ કરનાર વર્ગ સામાન્યથી દેખાય છે પરંતુ તત્ત્વની ઉત્કટ જિજ્ઞાસાથી ધર્મશાસ્ત્રના પરમાર્થને જાણવો છે તેવી રુચિ કરીને અને ધર્મના પરમાર્થને બતાવનારા ગીતાર્થગુરુની ગવેષણા કરીને