________________
૧૫૬
શાંતસુધારસ્સા આત્મહિત વિષયક કંઈ સાંભળવા જ મળે નહિ, કેવલ યથા-તથા તે ભવ પૂરો થાય છે. એટલું જ નહીં પણ બુદ્ધિમત્તા અને શક્તિ જેટલી અધિક હોય એટલાં હિંસાદિ પાપો કરીને તે જીવો પાપઆશ્રવરૂપ વ્યસનોને જ સેવ્યા કરે છે. જેના ફળરૂપે માઘવતી નામની સાતમી નરક કે અન્ય નરકમાર્ગને જ તેઓ પ્રાપ્ત કરે છે. આથી જે જીવો અતિહિંસાદિ કરતા હોય કે અતિ ધનસંચયમાં મૂઢ હોય તેઓ સહજ રીતે સાતમી નરકમાં જાય છે. જેમ મમ્મણ શેઠ ધનસંચય કરીને સાતમી નરકમાં ગયેલ. વળી, કેટલાક જીવોને ધનસંચય આદિની શક્તિ મળેલી ન હોય તોપણ ધનના લોભમાં સ્વભૂમિકા અનુસાર સદા પ્રવર્તે છે. તેઓ પણ મૂઢતાના બળથી નરકમાં જાય છે. તેથી દુર્લભ પણ મનુષ્યભવ આર્યદેશમાં મળે તો કદાચ સફળ થઈ શકે અન્યથા અનર્થનું જ કારણ બને છે તેમ ભાવન કરીને મનુષ્યભવને સફળ કરવાનું સદ્વર્ય મહાત્મા ઉલ્લસિત કરે છે. Imall શ્લોક :
आर्यदेशस्पृशामपि सुकुलजन्मनां, दुर्लभा विविदिषा धर्मतत्त्वे । रतपरिग्रहभयाहारसंज्ञातिभिर्हन्त मग्नं जगद् दुःस्थितत्वे ।।बुध्यतां० ४।। શ્લોકાર્ચ -
સુકુળમાં જન્મેલા, આર્યદેશમાં ઉત્પન્ન થયેલા, પણ જીવોને ધર્મતત્વના વિષયમાં વિવિદિષા= તત્વના પરમાર્થને યથાર્થ જાણવા માટેની ઉત્કટ ઈચ્છારૂપ વિવિદિષા, દુર્લભ છે. કેમ દુર્લભ છે? તેથી કહે છે રતકામમાં રત, પરિગ્રહ પરિગ્રહસંજ્ઞા, ભય=ભયસંજ્ઞા અને આહાર સંજ્ઞાની પીડાથી દુઃસ્થિતપણામાં=આત્માના પારમાર્થિક હિતની વિચારણાના દરિદ્રપણામાં, આખું જગત મગ્ન છે. III.
ભાવાર્થ :
વળી, મહાત્મા પોતાના આત્માને બોધિને અભિમુખ ઉલ્લસિત કરવા અર્થે ભાવન કરે છે કે અનંતકાળમાં ભટકતાં-ભટકતાં આર્યદેશમાં અને ઉત્તમકુળમાં પણ જીવો જન્મે છે. તેથી દુર્લભ પણ મનુષ્યપણું જે આર્યદેશ અને ઉત્તમકુળમાં અતિ દુર્લભ છે તેવું પણ મનુષ્યપણું કોઈક રીતે જીવો પ્રાપ્ત કરે છે તોપણ ઘણા જીવોને ધર્મતત્ત્વમાં વિવિદિષાની પ્રાપ્તિ દુર્લભ છે. આશય એ છે કે સંસારની વ્યવસ્થા કયા પ્રકારની છે તેના પરમાર્થને જાણીને આત્માની ગુણસંપત્તિની પ્રાપ્તિનો ઉચિત ઉપાય શું છે તેને જાણીને પોતાનામાં ગુણસંપત્તિની વૃદ્ધિ થાય તેના પરમાર્થને બતાવનાર ધર્મતત્ત્વના વિષયમાં વિશેષ પ્રકારની જાણવાની ઇચ્છા અર્થાતુ શાસ્ત્રવચનથી, યુક્તિથી અને અનુભવથી પદાર્થનો નિર્ણય કરવાની ઉત્કટ ઇચ્છા, દુર્લભ છે. વસ્તુતઃ આ વિવિદિષા જ સમ્યક્તની પ્રાપ્તિનું પ્રબળ કારણ છે. છતાં સુકુળમાં જન્મેલા પણ જીવો આહાર સંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને ભયસંજ્ઞામાં રત હોવાથી આત્માની વિચારણામાં દરિદ્રતુલ્ય હોય છે અને સંજ્ઞાઓમાં જ મગ્ન હોય છે. તેથી ધર્મતત્ત્વના વિષયમાં વિવિદિષા થતી નથી માટે પ્રાપ્ત થયેલા