________________
૧૫૪
શાંતસુધારસ
તે બોધિ મારા પ્રયત્નથી સાધ્ય છે તેવું વિવેકી પુરુષને દેખાય છે અને તે પ્રાપ્ત થયેલું બોધિ અતિદુર્લભ છે તેમ અત્યંત ભાવન કરવા અર્થે કહે છે – બોધિ અતિદુર્લભ છે તેમ હે આત્મન્ ! તું બોધ કર. તું બોધ કર. જેથી પ્રમાદ કર્યા વગર તત્ત્વને જોનારી નિર્મળ દૃષ્ટિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તેવો યત્ન કરીને તેના રક્ષણ માટે યત્ન થાય. આથી જ કહે છે કે સમ્યક્ આરાધના કરો અર્થાત્ જેમ ચિંતામણિ રત્ન મળે તો તેની સમ્યક આરાધના ક૨વાથી સર્વ હિતની પ્રાપ્તિ થાય છે તેમ પ્રાપ્ત થયેલા નિર્મળ દૃષ્ટિરૂપ બોધિની હે આત્મન ! તું સમ્યક્ આરાધના કર. અર્થાત્ સતત જિનવચનના ૫૨માર્થને જાણવા માટે ઉદ્યમ કરીને તેનાથી આત્માને ભાવિત કરવા માટે યત્ન કરવા સ્વરૂપ બોધિની સમ્યક્ આરાધના કર અને આ પ્રકારની સમ્યક્ આરાધના કરીને સદ્ગતિઓની પરંપરાની પ્રાપ્તિ થાય અને અંતે સર્વકર્મનો નાશ થાય તેવા સ્વહિતને તું સાધ. આમ તે સાધના કરવા માટે સંસારના કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અને યોગ કઈ રીતે જીવને વિડંબના કરનારા છે તેનું સૂક્ષ્મ-સૂક્ષ્મતર પારમાર્થિક સ્વરૂપ જાણવા સદા યત્ન કર અને તે પાંચેય ભાવોથી વિરુદ્ધ એવા સમ્યક્ત્વ, વિરતિ, અપ્રમાદ, અકષાયરૂપ વીતરાગતા અને યોગ-નિરોધરૂપ ભાવો ક્રમસર કઈ રીતે પ્રાપ્ત થાય તેનું પારમાર્થિક સ્વરૂપ વિચાર, જેથી સ્વહિતની સિદ્ધિ થાય. આ રીતે તત્ત્વના અવલોકનમાં દૃઢ આત્મશક્તિને પ્રવર્તાવીને દુર્ગતિરૂપ, નરકગતિ, તિર્યંચગતિ, કુમાનુષ્યત્વ અને કુદેવત્વનો તું બાધ કર કે જેથી સુદેવત્વ અને સુમાનુષ્યત્વની પ્રાપ્તિ દ્વારા સુખપૂર્વક સર્વ દુઃખોનો અંત થાય. III
શ્લોક ઃ
चक्रिभोज्यादिरिव नरभवो दुर्लभो, भ्राम्यतां धोरसंसारकक्षे । बहुनिगोदादिकायस्थितिव्यायते, मोहमिथ्यात्वमुखचोरलक्षे । । बुध्यतां० २ ।।
શ્લોકાર્થ ઃ
મોહ અને મિથ્યાત્વરૂપી મુખ છે જેના એવા ચોરના નિવાસ્થાનરૂપ અને બહુનિગોદ આદિ કાયસ્થિતિ વિશેષરૂપે વિસ્તૃત છે જેમાં એવા ઘોર સંસારકક્ષમાં=ઘોર સંસારરૂપ જંગલમાં, ભમતા જીવોને ચક્રીના ભોજન આદિની જેમ નરભવ દુર્લભ છે. IIII
ભાવાર્થ:
બ્રહ્મદત્ત ચક્રવર્તી કોઈક બ્રાહ્મણ ઉ૫૨ કોઈક પ્રસંગે ખુશ થઈને તેને કહે છે કે તારે જે જોઈએ તે તું માંગ. તે બ્રાહ્મણે સ્ત્રીને પૂછીને માંગ્યું કે મને ચક્રવર્તીના રાજ્યમાં પ્રતિદિન ભોજન મળે અને એક સુવર્ણમુદ્રા મળે. તે પ્રમાણે તે બ્રાહ્મણને તેની પત્ની સહિત ચક્રવર્તીના ઘરેથી ભોજનના ક્રમથી છએ ખંડોના દરેક ગામોમાંથી દરેકના ઘરે પ્રતિદિન ભોજન મળે તેવી વ્યવસ્થા ચક્રવર્તીના આદેશથી કરાઈ. તે બ્રાહ્મણને ચક્રવર્તીના ઘરેથી ભોજન કર્યા પછી અન્ય-અન્ય ઘરે ભોજનની પ્રાપ્તિ થાય છે તે ભોજન ચક્રવર્તીના ભોજન તુલ્ય જણાતું નથી તેથી તેને ચક્રવર્તીના ઘરનું ભોજન રોજ યાદ આવે છે. છતાં ચક્રવર્તીના ઘરે ફરી ભોજન પ્રસંગ જેમ તેના માટે અતિદુર્લભ છે તેમ સંસારમાં ભમતા જીવો માટે નરભવ અતિદુર્લભ છે. કેમ દુર્લભ છે ? તેથી