________________
૧૫૨
શાંતસુધારસ
અને તારો મનુષ્યભવ નિષ્ફળ જશે. વળી કદાચ રોગાદિ ન આવે તોપણ આ દેહ જરાથી જર્જરિત થશે ત્યારે તું કઈ રીતે આત્મહિત સાધી શકીશ અર્થાત્ પરલોકની ચિંતા થશે અને ધર્મ ક૨વાનું મન થશે તોપણ બાહ્ય કૃત્ય કરીને જ તારે સંતોષ માનવો પડશે. પરંતુ અંતરંગ ગુણસંપત્તિ નિષ્પન્ન થઈ શકે તેવો ધર્મ તું સેવી શકીશ નહીં, માટે ભાવિમાં ધર્મ સેવીશ તેવો વિચાર કર્યા વગર વર્તમાનમાં જ આત્મહિત માટે તું ઉદ્યમ કર. વળી તારી પાંચેય ઇન્દ્રિયો નાની ઉંમર હોવાને કારણે વિષયો ગ્રહણ કરવામાં પટુ છે ત્યારે શાસ્ત્રઅધ્યયન આદિમાં તું યત્ન કરીશ તો તત્ત્વનો સૂક્ષ્મ બોધ થશે અને શાસ્ત્રાનુસારી ઉચિત પ્રવૃત્તિ કરીશ તો નિપુણતાપૂર્વક ધર્મને સેવી શકીશ. જ્યારે આ ઇન્દ્રિયો વિષય ગ્રહણ કરવા માટે અસમર્થ બનશે ત્યારે ઇન્દ્રિયોથી થતી સ્ખલનાને કારણે જ તું તત્ત્વને જાણવા માટે ઉદ્યમ કરી શકીશ નહિ અને ધર્મને પણ સમ્યક્ રીતે સેવી શકીશ નહીં. વળી, આ આયુષ્ય ગમે ત્યારે વિનાશ પામે તેમ છે તેથી વૃદ્ધાવસ્થામાં હું ધર્મ સેવીશ 1 તેવો સંકલ્પ કરીને ધર્મ સેવવાના કાળની રાહ જોવામાં જ આયુષ્ય પૂરું થશે તો ભાવિના અનંત સંસારની કદર્થના તને પ્રાપ્ત થશે. માટે આયુષ્ય નાશ પામે તે પહેલાં જ તું આત્મહિત સાધવા માટે યત્ન કર.
વળી, પોતાના ભાવને દઢ કરવા અર્થે તે મહાત્મા દૃષ્ટાંતથી ભાવન કરે છે કે કોઈક તળાવની પાળ તૂટે તેવી સંભાવના હોય છતાં તેની ઉપેક્ષા ક૨વામાં આવે અને તે પાળ તૂટે અને ધસમસતું પાણી આવે ત્યારે પાળ બાંધી શકાય નહીં, તેમ કોઈક કર્મના ઉદયથી રોગાદિ આવે કે દેહ જરાથી જર્જરિત થાય ત્યારે ધર્મનો વિચાર કરવામાં આવે તોપણ ધર્મ થઈ શકે નહિ. માટે જર્જરિત પાળ તૂટે તે પૂર્વે તેને મજબૂત કરવી જોઈએ તેમ દેહ રોગાદિથી ઘેરાયેલો થાય તે પૂર્વે જ તે દેહના બળથી તત્ત્વને જાણવા માટે, જાણીને સ્થિર કરવા માટે અને સ્થિર કરાયેલા તત્ત્વને શક્તિ અનુસાર જીવનમાં સેવવા માટે સદા મારે ઉદ્યમ કરવો જોઈએ આ પ્રમાણે મહાત્મા આત્માને હિતશિક્ષા આપે છે, જેના બળથી દુર્લભ એવા બોધિને પોતે પ્રાપ્ત કરી મનુષ્યભવ સફળ કરે. ॥૬॥
શ્લોક ઃ
विविधोपद्रवं देहमायुश्च क्षणभङ्गुरम् ।
कामालम्ब्य धृतिं मूढैः, स्वश्रेयसि विलम्ब्यते ।।७।।
*→
શ્લોકાર્થ :
વિવિધ ઉપદ્રવવાળો દેહ છે અને આયુષ્ય ક્ષણભંગુર છે=ગમે તે ક્ષણે નાશ પામે તેવું છે. કઈ ધૃતિનું અવલંબન લઈને મૂઢ જીવો વડે પોતાના શ્રેયમાં વિલંબન કરાય છે ? II૭।।
ભાવાર્થ
:
વળી મહાત્મા અપ્રમત્તભાવથી તત્ત્વને જાણવાને અભિમુખ ઊહાપોહ સતત પ્રવર્તે તેવા નિર્મળ બોધિને માટે ઉદ્યમ ક૨વા અર્થે પોતાના આત્માને પ્રેરણા કરતાં કહે છે – આ દેહ વિવિધ ઉપદ્રવવાળો છે તેથી ગમે ત્યારે રોગ આદિથી અસમર્થ બની શકે છે. વળી આયુષ્ય પણ ગમે તે ક્ષણે નાશ થઈ શકે તેમ છે માટે