________________
૧પ૦
શાંતસુધારસ વર્તતું હોય તો તેનો પણ નાશ કરીને બોધિપ્રાપ્તિ અર્થે તત્ત્વ-અતત્ત્વની વિચારણા કરવાના પરિણામવાળો થાય છે અને આત્માને ઠગ્યા વગર પોતાની શક્તિનું સમાલોચન કરીને પિતાનુકૂલ ઉચિત પ્રવૃત્તિ એ રીતે કરે છે કે જેથી બોધિ પ્રાપ્ત ન થયું હોય તો બોધિ પ્રાપ્ત થાય. આવા જીવને બોધિ પ્રાપ્ત કરવાનો માર્ગાનુસારી બોધ ન હોય તો તે કલ્યાણમિત્રો કે સગુરુ આદિને પૂછીને પણ તેના ઉપાયોને સમ્યફ સેવે છે. આ રીતે યત્ન કરવાથી બોધિની પ્રાપ્તિ ન થઈ હોય તો બોધિની પ્રાપ્તિ થાય છે અને પ્રાપ્ત થયેલું બોધિ ફૂરી મૂઢતા આદિ ભાવોના કારણે નાશ ન થાય તેવા બળનો સંચય થાય છે જેથી દુર્લભ એવા બોધિને પામીને અને પ્રાપ્ત થયેલા બોધિને સુરક્ષિત કરીને મહાત્મા પ્રથમ શ્લોકમાં કહ્યા તેવા પ્રકારના ઉત્તમ ફળની પરંપરાને પ્રાપ્ત કરે છે. IIકા શ્લોક - विभिन्नाः पन्थानः प्रतिपदमनल्पाश्च मतिनः, कुयुक्तिव्यासनैर्निजनिजमतोल्लासरसिकाः । न देवाः सांनिध्यं, विदधति न वा कोऽप्यतिशय स्तदेवं कालेऽस्मिन्, य इह दृढधर्मा स सुकृती ।।५।। શ્લોકાર્થ :
પ્રતિપદ દરેક સ્થાનોમાં, અનામતિવાળા ઘણી બુદ્ધિવાળા, કુણ્યક્તિઓના વણથી, પોતપોતાના મતના ઉલ્લાસમાં રસિક એવા ઘણા પંથો છે ધર્મના ઘણા માગે છે તેથી બોધિની દુર્લભતા છે). દેવતાઓ સાબ્રિાધ્યને કરતા નથી અથવા કોઈપણ અતિશયવાળા તીર્થકરો આદિ નથી (તેથી બોધિ દુર્લભ છે) તે કારણથી આવા પ્રકારના આ કાળમાં જે પુરુષ અહીં=ભરતક્ષેત્રમાં, દઢ ધર્મવાળો છે તે બુદ્ધિમાન છે. IFપા ભાવાર્થ:
વર્તમાનના કાળમાં બોધિની પ્રાપ્તિ કેમ દુર્લભ છે તે બતાવીને આ કાળમાં પણ બુદ્ધિમાન પુરુષ વિવેકપૂર્વકની ઉચિત પ્રવૃત્તિ કરીને અવશ્ય બોધિની પ્રાપ્તિ કરી શકે છે તે ભાવન કરવા અર્થે કહે છે.
વર્તમાનકાળમાં દરેક સ્થાનોમાં કુયુક્તિઓના વશથી પોતપોતાના મત વિસ્તાર કરવામાં તત્પર થયેલા ઘણા બુદ્ધિશાળી પુરુષોથી ઘણા માર્ગો પ્રવર્તે છે. એટલું જ નહિ પણ જૈનદર્શનમાં પણ ભગવાનના વચનના મર્મને સ્પર્યા વગર અને પોતાની બુદ્ધિના બળથી કુયુક્તિઓને વિસ્તારીને પોતપોતાના મતને સ્થિર કરવામાં રસિક એવા ઘણા સાધુઓ વર્તે છે. આવા કાળમાં કલ્યાણના અર્થી પણ જીવો જે તે ઉપદેશકના સાન્નિધ્યથી ઉન્માર્ગમાં પ્રવૃત્તિ કરીને બોધિની પ્રાપ્તિ તો દૂર રહો પણ બોધિથી દૂર અવસ્થાને પ્રાપ્ત કરે છે. વળી, કાળ વિષમ હોવાને કારણે દેવતાઓ પણ સાન્નિધ્ય કરતા નથી જેથી દેવતાના બળથી પણ માર્ગની