________________
૧૨. બોવિદુર્લભભાવના | શ્લોક-પ-૬
૧૫૧ પ્રાપ્તિ સુલભ બને. વળી, તીર્થંકર આદિના કાળમાં જેમ ચૌદ પૂર્વધર આદિ અતિશયવાળા સાધુઓ હતા તેવા અતિશયવાળા સાધુઓ પણ વર્તમાનમાં કોઈ નથી તેથી ઉન્માર્ગ પ્રવર્તકોના ફંદામાં ફસાઈને ઘણા યોગ્ય જીવો પણ વિનાશ પામે છે. આવો વિષમકાળ વિદ્યમાન હોવા છતાં જે પુરુષ દઢ ધર્મવાળો છે તે હંમેશાં વિચારે છે કે જે ધર્મ સંસારના ઉચ્છેદનું કારણ ન હોય તે ક્યારેય પણ પરમાર્થથી ધર્મ કહી ન શકાય અને સંસારના ઉચ્છેદનો ઉપાય વીતરાગતાની પ્રાપ્તિ છે માટે જે ધર્મના સેવનથી રાગાદિ ભાવો ક્ષીણ થતા હોય અને વીતરાગતાને અનુકૂળ દૃઢ સંસ્કારો આધાન થતા હોય તેવો જ ધર્મ પરમાર્થથી ધર્મ છે. તેથી તેવા ધર્મને બનાવનારા મહાત્માને માટે પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરવા જોઈએ અને તેમના વચનાનુસાર દૃઢ ધર્મ સેવવો જોઈએ તે પુરુષ સુબુદ્ધિમાન છે. આવા બુદ્ધિમાન પુરુષો કોઈનાથી ઠગાયા વગર સુખપૂર્વક બોધિને પ્રાપ્ત કરી શકે છે તેથી મારે પણ વિવેકપૂર્વક તેવો પ્રયત્ન કરવો જોઈએ તે આશયને સ્થિર કરવા માટે મહાત્માઓ પ્રસ્તુત શ્લોકથી યત્ન કરે છે. આપણા શ્લોક - यावद् देहमिदं गदैर्न मृदितं, नो वा जराजर्जरं, यावत्त्वक्षकदम्बकं स्वविषयज्ञानावगाहक्षमम् । यावच्चायुरभङ्गुरं निजहिते, तावद् बुधैर्यत्यतां,
कासारे स्फुटिते जले प्रचलिते, पालिः कथं बध्यते ।।६।। શ્લોકાર્ય :
જ્યા સુધી આ દેહ=પોતાને પ્રાપ્ત થયેલું શરીર, રોગોથી ઘેરાયેલું નથી અથવા જરાથી જર્જરિત થયું નથી, વળી જ્યાં સુધી પાંચેય ઈયિોનો સમૂહ પોતાના વિષયનો બોધ કરવા માટે સમર્થ છે અને જ્યાં સુધી આયુષ્ય વિનાશ પામ્યું નથી ત્યાં સુધી બુદ્ધિમાન પુરુષે પોતાના હિતમાં ચિત્ન કરવો જોઈએ=જિનવચનાનુસાર તત્વાતત્વનો નિર્ણય કરવામાં અને તત્ત્વાતત્ત્વનો નિર્ણય કરીને તત્ત્વાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવામાં યત્ન કરવો જોઈએ. તળાવની પાળ તૂટે અને જળ વહેવા માંડે ત્યારે પાળ કેવી રીતે બાંધી શકાય ? અર્થાતુ બાંધી શકાય નહિ, તેમ રોગાદિનો ઉપદ્રવ થાય ત્યારે નિજહિતમાં પ્રવૃત્તિ થઈ શકે નહિ એમ પૂર્વ સાથે સંબંધ છે. IIII. ભાવાર્થ -
બોધિદુર્લભનું ભાવન કરનાર મહાત્મા બોધિ માટે પોતાના આત્માને ઉલ્લસિત કરવા અર્થે ભાવન કરે છે કે તે આત્મન ! જ્યાં સુધી તારો દેહ રોગોથી ઘેરાયેલો નથી અથવા જરાથી જર્જરિત થયો નથી ત્યાં સુધીમાં તારા આત્માના હિતમાં તારે પ્રવૃત્તિ કરવી જોઈએ. જો અત્યારે પ્રવૃત્તિ કરીશ નહિ અને વિચારીશ કે આ યૌવનવય છે, અત્યારે હું ભોગાદિ ભોગવી લઉં પછી નિજહિતમાં પ્રવૃત્તિ કરીશ અને કોઈક એવા કર્મના ઉદયથી દેહ આદિમાં રોગો પ્રાપ્ત થશે તો ભાવિના અનંતકાળના હિતની ઉપેક્ષા થશે