________________
૧૨. બોધિદુર્લભભાવના | શ્લોક-૩-૪
૧૪૯ આ ભવમાં પોતે કોઈક રીતે તેવા મનુષ્યભવને પામેલો છે. આ રીતે ભાવન કરીને મહાત્મા બોધિદુર્લભતાને વારંવાર ભાવન કરે છે જેથી દુર્લભ એવા બોધિને પ્રાપ્ત કરવાની ઉત્કટ ઇચ્છા થાય. વળી પ્રથમ શ્લોકમાં બતાવ્યા પ્રમાણે બોધિની પ્રાપ્તિ સર્વ કલ્યાણની પરંપરાનું કારણ છે એવું જેની સ્મૃતિમાં છે તે જીવને પ્રસ્તુત શ્લોકમાં કહ્યું તે પ્રમાણે સંસારના પરિભ્રમણના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય અને તે પ્રમાણે તે સ્વરૂપથી આત્માને ભાવિત કરે તો તેને મનુષ્યપણું અત્યંત દુર્લભ જણાય છે. અને પ્રાપ્ત થયેલા મનુષ્યપણાને કલ્યાણની પરંપરાનું કારણ બનાવવા અર્થે તેના ઉપાયરૂપ બોધિ પ્રત્યે અત્યંત પક્ષપાત થાય છે. જે જીવને બોધિ પ્રત્યે અતિપક્ષપાત થાય તે જીવ તેની પ્રાપ્તિના ઉપાયોને જાણીને યત્ન કરે તો અવશ્ય બોધિની પ્રાપ્તિ કરી શકે છે. I3II શ્લોક :तदेतन्मनुष्यत्वमाप्यापि मूढो, महामोहमिथ्यात्वमायोपगूढः ।
भ्रमन् दूरमग्नो भवागाधगर्ने, पुनः क्व प्रपद्येत तद्बोधिरत्नम् ? ।।४।। શ્લોકાર્ચ -
તે, આ મનુષ્યપણાને પામીને પણ, મહામોહ, મિથ્યાત્વ માયાથી ઉપગૂઢ, મૂઢ એવો જીવ ભમતો સંસાર ચક્રમાં ફરતો, ભવના અગાધ ગર્તામાં=ભવરૂપી ઊંડા ખાડામાં, દૂરમગ્ન દુરંત એવા એકેન્દ્રિયાદિમાં જઈને પડેલો, ફરી તે બોધિરત્નને ક્યાં પ્રાપ્ત કરશે ? અર્થાત્ આ મનુષ્યભવમાં જો પ્રાપ્ત નહીં કરે તો ક્યાંય પ્રાપ્ત કરશે નહિ. IIII. ભાવાર્થ
શ્લોક-૩માં મનુષ્યપણું કઈ રીતે દુર્લભ છે તેનું ભાવન કર્યા પછી મહાત્મા બોધિની દુર્લભતા કઈ રીતે છે તે સ્પષ્ટ કરવા અર્થે વિચારે છે કે આવું દુર્લભ મનુષ્યપણું પામીને પણ જીવ બાહ્ય પદાર્થો પ્રત્યેના માહવાળો હોય છે તેથી બાહ્ય ભોગાદિ જ તેને સાર જણાય છે.
વળી, જીવ મિથ્યાત્વના ઉદયને કારણે તત્ત્વને અભિમુખ વિચારણા કરતો નથી પરંતુ તત્કાલ દેખાતા વિષયોના સુખમાં જ સારબુદ્ધિ કરીને પ્રવર્તે છે. કોઈક રીતે ધર્મ કરવાને અભિમુખ થાય તોપણ સંસારની વ્યવસ્થા શું છે ? પોતાના આત્માનું હિત શું છે ઇત્યાદિ વિષયક જિજ્ઞાસા કર્યા વગર મિથ્યાત્વ અવસ્થાને જ પોષતો બાહ્યધર્મ કરીને સંતોષ માનતો વર્તે છે. વળી, સંસારના ક્ષેત્રમાં પણ જીવ પ્રાયઃ માયાથી પ્રવૃત્તિઓ કરનારો હોય છે અને ધર્મના ક્ષેત્રમાં પણ પોતાની જાતને ઠગીને જ પ્રવૃત્તિ કરનારો હોય છે. આવા પરિણામવાળો મૂઢ જીવ સંસારની ચારેય ગતિઓમાં પરિભ્રમણ કર્યા કરે છે અને નરકગતિ, તિર્યંચગતિ કે એકેન્દ્રિય આદિ ગતિને પામીને ભવના અગાધ ખાડામાં પડે છે. તેવા જીવને કયા ભવમાં બોધિરત્નની પ્રાપ્તિ થઈ શકશે ? અર્થાતું ક્યાંય બોધિની પ્રાપ્તિ થશે નહિ. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા પોતાની મૂઢતાને દૂર કરવા અને મહામોહને શિથિલ કરવા પ્રયત્ન કરે છે. કોઈક રીતે મિથ્યાત્વ