________________
૧૨. બોધિદુર્લભભાવના-ગીત / શ્લોક-૧
૧૫૩ અત્યારે હું યુવાન છું, ભોગો ભોગવી લઈ પછી આત્મહિતની ચિંતા કરીશ એ પ્રકારની અર્થ વગરની ધૃતિનું અવલંબન લઈને મૂઢ જીવો પોતાના કલ્યાણમાં વિલંબન કરે છે. માટે મારે ક્ષણભર પણ પ્રમાદ કર્યા વગર સ્વશક્તિ અનુસાર તત્ત્વને જાણવા માટે સદા ઉદ્યમશીલ રહેવું જોઈએ. કેમ કે તત્ત્વની અત્યંત જિજ્ઞાસા જ બોધિ સ્વરૂપ છે. આથી સમ્યફ બોધને પામેલા સમ્યગ્દષ્ટિ જીવો સદા સ્વશક્તિ અનુસાર અપ્રમત્તભાવથી જિનવચનના પરમાર્થને જાણવા યત્ન કરે છે અને જાણીને સદા તેનાથી આત્માને વાસિત કરવા યત્ન કરે છે. જેથી સંસારની શક્તિનો ઉચ્છેદ થાય તેવી માર્ગાનુસારી બુદ્ધિરૂપ બોધિ મારે પ્રાપ્ત કરવી હોય તો મારે પણ મૂઢતાનો ત્યાગ કરીને સદા બોધિની પ્રાપ્તિ માટે અને પ્રાપ્ત થયેલા બોધિને નિર્મળ-નિર્મળતર કરવા અર્થે ઉદ્યમ કરવો જોઈએ. llણા
૧૨. બોધિદુર્લભભાવના-ગીત,
શ્લોક :
बुध्यतां बुध्यतां बोधिरतिदुर्लभा, जलधिजलपतितसुररत्नयुक्त्या
सम्यगाराध्यतां स्वहितमिह साध्यतां, बाध्यतामधरगतिरात्मशक्त्या ।।बुध्यतां० १।। શ્લોકાર્ધ :
સમુદ્રના પાણીમાં પડેલા, દેવતાથી અધિષ્ઠિત રત્નની યુક્તિથી બોધિ અતિદુર્લભ છે એ પ્રમાણે બોધ કરો, બોધ કરો=હે આત્મન્ ! તું બોઘ કર, તું બોધ કર. સમ્યક આરાધના કરોબોધિરત્નની સમ્યફ આરાધના કરોઆત્મન તું સમ્યક આરાધન કર. અહી=સંસારમાં,
સ્વહિતને સિદ્ધ કરો=હે આત્મન્ તું બોધિનું રક્ષણ કરીને તેના દ્વારા પોતાના આત્માનું હિત સિદ્ધ કર. આત્મશક્તિથી કર્મને પસ્વશ થયા વગર કરાયેલા સ્વપરાક્રમથી, અધર ગતિને=નરકાદિ પરાબ ગતિઓને, બાધ કરો=હે આત્મન ! તું માર્ગાનુસારી સ્વપરાક્રમ ફોરવીને સંસારના પરિભ્રમણનું કારણ બને એવી નરકાદિ ખરાબ ગતિઓનું તું નિવારણ કર. III ભાવાર્થ -
મહાત્મા પોતાના આત્માને કર્મને પરવશ રહેલો જોઈ તેની પરતંત્રતાથી પોતાનું રક્ષણ કરવા અર્થે પોતાના આત્માના સદ્વર્યને ઉલ્લસિત કરવા અર્થે કહે છે કે જેમ કોઈને દેવાધિષ્ઠિત એવું ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયું હોય અને સમુદ્રના તટે બેઠો-બેઠો તે રત્નને જોતો હોય અને અચાનક સમુદ્રના પાણીમાં તે ચિંતામણિ રત્ન પડી જાય તો તેને ફરી પ્રાપ્ત કરવું દુર્લભ બને છે તેમ બોધિ એ જીવનો મૂળ સ્વભાવ છે અને જીવના પ્રમાદને વશ કર્મથી તે ગુણઆવૃત્ત થયેલો છે. જેમ સમુદ્રમાં પડેલું ચિંતામણિ રત્ન પ્રાપ્ત કરવું દુર્લભ છે તેમ આત્માનો બોધિ ગુણ પણ જીવને માટે પ્રાપ્ત કરવો અતિદુર્લભ છે. આથી જ અનાદિકાળથી પોતે તેને પ્રાપ્ત કરી શક્યો નથી. હવે કોઈક રીતે મનુષ્યભવને પામીને કંઈક વિવેકચક્ષુ પ્રગટ્યા હોય અને