________________
૧૪૬
શાંતસુધારસ
G ૧૨. બોધિદુર્લભભાવના છે
શ્લોક :
यस्माद्विस्मापयितसुमनःस्वर्गसम्पद्विलासप्राप्तोल्लासाः पुनरपि जनिः सत्कुले भूरिभोगे । ब्रह्माद्वैतप्रगुणपदवीप्रापकं निःसपत्नं, तद् दुष्प्रापं भृशमुरुधियः सेव्यतां बोधिरत्नम् ।।१।। શ્લોકાર્થ:
જેનાથી જે બોધિલાભથી, વિમાપતિ, સુંદર મનવાળી, સ્વર્ગ-સંપત્તિના વિકાસને પ્રાપ્ત થયેલા ઉલ્લાસવાળા જીવો ફરી પણ ભૂરિભોગવાળા સત્કુલમાં જન્મે છે. બ્રહ્માદ્વૈતપ્રગુણપદવીનું પ્રાપક, નિઃસપત્ન, દુઃખે કરીને પ્રાપ્ત થાય એવા તે બોધિરત્નને ઉત્તમબુદ્ધિવાળા જીવો તમે અત્યંત સેવન કરો. III ભાવાર્થ
જે બોધિની પ્રાપ્તિના કારણે બંધાયેલા પુણ્યાનુબંધી પુણ્યના ઉદયને કારણે જીવો દેવગતિમાં જાય છે ત્યાં ચિત્તને વિસ્મય ઉત્પન્ન કરે તેવી સુંદર મનને કરનારી, સ્વર્ગસંપત્તિની પ્રાપ્તિ થાય છે અને તે સ્વર્ગસંપત્તિના વિલાસને કારણે પ્રાપ્ત થયેલા ઉલ્લાસવાળા તે જીવો સદા વિચારે છે કે ભગવાનના શાસનની પ્રાપ્તિના કારણે જે મારું ઉત્તમ ચિત્ત થયું છે તેના ફળરૂપે જ મનને આસ્લાદ કરે તેવી સ્વર્ગસંપત્તિના વિલાસો મને પ્રાપ્ત થયા છે. માટે જે બોધિના ફળરૂપે મને આવું ઉત્તમસુખ મળ્યું છે તે બોધિનું પાલન કરવું, રક્ષણ કરવું અને તેની વૃદ્ધિ કરવી એમાં જ મારું હિત છે. આવી ભાવનાથી, દેવભવમાં પણ તે મહાત્માઓ ધર્મવ્યવસાયસભામાં સતુશાસ્ત્રનું અધ્યયન કરીને ભગવાનના વચનથી આત્માને ભાવિત કરે છે, તીર્થંકર આદિ ઉત્તમપુરુષોની દેશના સાંભળે છે, દેવલોકમાં વર્તતી શાશ્વતજિનપ્રતિમાની સદા ભક્તિ કરે છે અને તીર્થંકર આદિ ઉત્તમપુરુષોનાં ચરિત્રો પ્રત્યેના બદ્ધરાગવાળા એવા તેઓ તીર્થકર આદિનાં ચરિત્રને બતાવનાર નાટકોને જુએ છે. આ રીતે સર્વ પ્રવૃત્તિકાળમાં તેઓનું પ્રાપ્ત થયેલું સમ્યગ્દર્શન નિર્મળ, નિર્મળતર થાય છે અને અત્યંત સુખપૂર્વક દેવલોકોનાં સુખોને ભોગવીને તે મહાત્માઓ નિર્મળબોધિના કારણે ફરી પણ ઘણાં ભોગવાળાં ઉત્તમકુળોમાં જન્મ લે છે અને પૂર્વમાં પ્રાપ્ત થયેલું બોધિ જેમ દેવલોકમાં પુષ્ટ-પુષ્ટતર કરેલું તેના બળથી ફરી મનુષ્યભવમાં ઉલ્લસિત થયેલા બોધિવાળા એવા તેવો આત્મકલ્યાણ અર્થે યોગમાર્ગને સેવે છે. આવા જીવોનું તે નિર્મળબોધિ બ્રહ્માદ્વૈતપ્રકૃષ્ટગુણવાળી પદવીનું પ્રાપક બને છે=આત્માનું શુદ્ધસ્વરૂપ જે મોક્ષમાં વિદ્યમાન છે તે બ્રહ્મસ્વરૂપ છે અને તે બ્રહ્મસ્વરૂપ સાથે અદ્વૈત અવસ્થા મુક્ત અવસ્થામાં પ્રાપ્ત થાય છે તેવી બ્રહ્માદ્વૈતરૂપ અવસ્થા પ્રકૃષ્ટ ગુણવાળી આત્માની અવસ્થા છે અને તેવી ઉત્તમ પદવીનું પ્રાપક તેઓનું નિર્મળબોધિ છે; કેમ કે જેઓની પાસે નિર્મળબોધિ છે તેઓ સંસારનું વાસ્તવિક સ્વરૂપ સદા યથાર્થ જોનારા હોય છે તેથી તેઓને આત્માની મુક્ત અવસ્થા જે સારભૂત દેખાય છે. વળી, પોતાના નિર્મળબોધિના