________________
૧૪૪
શાંતસુધારસ
ભાવાર્થ:
વળી, લોકસ્વરૂપનું ભાવન કરવા અર્થે શાસ્ત્રાનુસારી મતિવાળા મહાત્મા વિચારે છે કે સંસારના બધા જીવો અનાદિકાળથી છે. કોઈ જીવની આદિ નથી તેથી ભૂતકાળમાં તે જીવો પોતપોતાના તે તે પ્રકારના અધ્યવસાયને અનુસાર કર્મ બાંધીને ચારેય ગતિઓના પ્રાયઃ સર્વ સ્થાનોમાં જન્મ મરણ દ્વારા પરિવર્તન કરે છે અને દરેક ભવમાં જે જે સામગ્રી પામે છે તે તે સામગ્રીમાં સુંદર સામગ્રીની પ્રાપ્તિ થાય ત્યારે તેના પ્રત્યે મમત્વ કરે છે. આમ છતાં તે મમત્વના વિષયભૂત દેહ આદિ સુંદર સામગ્રીને પણ મરણાદિ વખતે છોડી દે છે. તેથી દરેક ભવોમાં મમત્વ કરીને વસ્તુનો સંગ્રહ કરવો અને અસહાયરૂપે તેનો ત્યાગ કરવો એ પ્રકારે સર્વ પણ જીવોએ અનંતી વખત દરેક સ્થાનોમાં ભમીને તે દરેક સ્થાનોને અત્યંત પરિચિત કર્યા છે તોપણ તેની વિડંબનાથી સંસારીજીવો ઉદ્વેગ પામતા નથી. તેથી મોહને પરવશ જીવોને ક્યારેક જ પ્રાપ્ત થાય તેવા દેવભવો પણ અનંતી વખત પ્રાપ્ત કરે છે, નવરૈવયક પણ અનંતી વખત પ્રાપ્ત કરે છે અને પ્રાયઃ કરીને વધારે ભાગના ભવો નરકગતિ, તિર્યંચગતિ અને એકેન્દ્રિય આદિમાં પસાર કરે છે. આ રીતે આ દેખાતું લોકાકાશ પોતે અનંતી વખતે તે તે ભવોમાં જન્મ-મરણ કરીને બહુ પરિચિત કર્યું છે એ પ્રમાણે વિનય! તું હૃદયમાં ભાવન કર. જેથી પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોઈને ભવના ઉચ્છેદને અનુકૂળ સર્વીર્ય ઉલ્લસિત થાય. આના શ્લોક -
इह पर्यटनपराङ्मुखाः, प्रणमत भगवन्तम् ।
शान्तसुधारसपानतो, धृतविनयमवन्तम् ।।विनय० ८।। શ્લોકાર્ચ -
અહીં લોકાકાશના પર્યટનમાં, પરામુખ થયેલા હે જીવો ! શાંત-સુધારસના પાનથી ધૃતવિનયવાળા જીવનું રક્ષણ કરતા એવા ભગવાનને તમે પ્રણામ કરો. IIcil ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ લોકસ્વરૂપની ભાવના બતાવવા અર્થે પોતાના આત્માને સંબોધીને કહ્યું કે હે વિનય ! તું હૃદયમાં શાશ્વત એવા લોકાકાશનું સ્વરૂપ ભાવન કર. ત્યાર પછી તે લોકાકાશનું સ્વરૂપ કેવું છે તે અનેક દૃષ્ટિકોણથી બતાવ્યું અને તેનું સ્વરૂપ બતાવ્યા પછી શ્લોક-૭માં કહ્યું કે દરેક જીવોએ પ્રાય: અનંતી વાર આ લોકાકાશને બહુ પરિચિત કર્યો છે તેથી તેનું સ્વરૂપ જાણીને તે ચારગતિઓના ભ્રમણથી જેઓ પરાક્ષુખ થયા છે તેવા જીવોને સંબોધીને ગ્રંથકારશ્રી કહે છે - લોકાકાશના પર્યટનથી પરામુખ થયેલા જીવો તમે ભગવાનને પ્રણામ કરો. જેથી તેમને કરાયેલા નમસ્કારના બળથી તમારા ભવભ્રમણનો ઉચ્છેદ થાય. હવે, તે ભગવાન કેવા છે તે બતાવતાં કહે છે – જે જીવો શાંતસુધારસના પાનથી ધૃતવિનયવાળા, સમ્યગૂ રીતે પરિણમન પામેલા વિનયના પરિણામવાળા થયા છે તેવા જીવોને ભવભ્રમણથી રક્ષણ કરનારા